નેધરલેન્ડના આ શખ્સે 550 વખત સ્પર્મ ડોનેટ કર્યુ, આખરે કોર્ટે મુકી દીધો પ્રતિબંધ
સ્પર્મ ડોનર વિશે અવાર-નવાર ચર્ચા થતી રહે છે. તમામ નિષ્ણાતો પણ તેના ફાયદા અને ગેરફાયદા વિશે જણાવતા રહે છે. દરમિયાન તાજેતરમાં નેધરલેન્ડના એક સ્પર્મ ડોનરનો કિસ્સો સામે આવ્યો છે જેણે પોતાના જીવનમાં 550 થી વધુ વખત સ્પર્મ ડોનેટ કર્યુ છે. હાલમાં જ કોર્ટે તેના પર પ્રતિબંધ મૂક્યો છે કે તે આનાથી વધુ સ્પર્મ ડોનેટ કરી શકે નહીં. કોર્ટના આ આદેશ બાદ આ મામલો દુનિયાભરમાં ચર્ચામાં આવ્યો છે.
આ ઘટના નેધરલેન્ડની છે. આ સ્પર્મ ડોનરનું નામ જોનાથન મેયર છે. ઇન્ટરનેશનલ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નેધરલેન્ડની એક વિશેષ અદાલતે 41 વર્ષીય જોનાથન મેયર પર હવે પછી સ્પર્મ ડોનેટ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે તેઓ હવે વધુ સ્પર્મ ડોનેટ નહીં કરી શકે. રિપોર્ટ્સ અનુસાર, જોનાથન સ્પર્મ ડોનર છે. તે નેધરલેન્ડના ઘણા ક્લિનિક્સમાં સ્પર્મ ડોનેટ કરે છે અને ખૂબ પૈસા કમાય છે.
એવું કહેવામાં આવ્યું કે આ બધું એટલા માટે થયું કારણ કે નેધરલેન્ડના નિયમો અનુસાર, શુક્રાણુ દાતા 12 માતાઓને વધુમાં વધુ 25 બાળકોને જન્મ આપવા માટે સ્પર્મ ડોનેટ કરી શકે છે, તેનાથી વધુ નહીં. અને તેણે આ મર્યાદા વટાવી દીધી છે. તેણે ભાવિ માતા-પિતાને ખોટું બોલીને વધુ સ્પર્મ ડોનેટ કરવાનો કરાર પણ કર્યો હતો. તેના પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
કોર્ટમાં દાખલ કરાયેલા દસ્તાવેજોમાં કહેવામાં આવ્યું છે કે આ વ્યક્તિએ 550 થી વધુ વખત સ્પર્મ ડોનેટ કર્યા છે. આ મામલો સામે આવ્યા બાદ એવી ચર્ચા પણ થઈ હતી કે શું આ વ્યક્તિ ખરેખર 550 બાળકોનો પિતા બની ગયો છે. એનો જવાબ એ છે કે પ્રત્યક્ષ નહિ તો પરોક્ષ રીતે તે જ આ બાળકોનો પિતા છે.