Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'પાયાના લોકો સુધી પહોંચવાની ભારત સરકારની કામગીરી ખુબજ પ્રશંસનીય છે'હિમાચલના રાજ્યપાલે કહ્યું આ જ અમૃતકાળ છે

અહેવાલઃ સંજય જોશી, અમદાવાદ  હિમાચલ પ્રદેશના માનનીય રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લાએ રવિવાર, 8મી ઓક્ટોબરે આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (ઈડીઆઈઆઈ) ખાતે ‘અમૃત કાલ કા ભારત' પર વિશેષ પ્રવચન આપ્યું હતું. ઈન્ડિયા થિંક કાઉન્સિલના સહયોગથી આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (ઈન્ડિયા),...
 પાયાના લોકો સુધી પહોંચવાની ભારત સરકારની કામગીરી ખુબજ પ્રશંસનીય છે હિમાચલના રાજ્યપાલે કહ્યું આ જ અમૃતકાળ છે
અહેવાલઃ સંજય જોશી, અમદાવાદ 
હિમાચલ પ્રદેશના માનનીય રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લાએ રવિવાર, 8મી ઓક્ટોબરે આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (ઈડીઆઈઆઈ) ખાતે ‘અમૃત કાલ કા ભારત' પર વિશેષ પ્રવચન આપ્યું હતું. ઈન્ડિયા થિંક કાઉન્સિલના સહયોગથી આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (ઈન્ડિયા), અમદાવાદ દ્વારા વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઈડીઆઈઆઈના ડિરેક્ટર જનરલ ડો. સુનિલ શુક્લા, ઈડીઆઈઆઈના ગવર્નિંગ બોર્ડ મેમ્બર અને ડીઆઈસીસીઆઈના ફાઉન્ડર ચેરમેન ડો. મિલિંદ કાંબલે અને ઈન્ડિયા થિંક કાઉન્સિલના ડિરેક્ટર શ્રી સૌરભ પાંડે અને અન્ય મહાનુભાવો આ ઈવેન્ટ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા.
“ભારત માત્ર એક બજાર નથી, તે નવીનતાનું સ્થળ છેઃ શિવ પ્રતાપ શુક્લા 
અમૃત કાળના ભારતમાં ઉદ્યોગસાહસિકતાની નિર્ણાયક ભૂમિકા વિશે બોલતા, શ્રી શિવ પ્રતાપ શુક્લાએ કહ્યું, “ભારત માત્ર એક બજાર નથી, તે નવીનતાનું સ્થળ છે. નાણાંકીય ક્રાંતિ, શિક્ષણમાં સફળતા, કરવેરા ક્રાંતિ, સર્વસમાવેશક વૃદ્ધિ પર ભાર એ ભારત સરકારની કેટલીક સિદ્ધિઓ છે. લોકોની મૂળભૂત સમસ્યાઓને સમજ્યા પછી અને પાયાની જરૂરિયાતો પૂરી થાય તે સુનિશ્ચિત કરીને પાયાના લોકો સુધી પહોંચવાની ભારત સરકારની કામગીરી ખૂબ જ પ્રશંસનીય છે. વિકાસની આ પ્રક્રિયાને સ્વીકારવા અને તેમાં ભાગ લેવા બદલ હું લોકોની પણ પ્રશંસા કરું છું. અમારી સિદ્ધિઓ દેશની સિદ્ધિઓ સાથે સુસંગત થઈ રહી છે અને હું માનું છું કે આ જ અમૃત કાળ છે. આંત્રપ્રિન્યોરશિપ વિશે વાત કરતાં હું કહીશ કે, તે સમૃદ્ધ અર્થતંત્રની કરોડરજ્જુ છે. તે નવીનતા, જોખમ લેવાની ભાવના અને કંઈક નવું અને મૂલ્યવાન બનાવવાની ઝંખનાને મૂર્ત બનાવે છે. અમૃત કાળ યુવાનો, મહિલાઓ, કારીગરો અને નાગરિકોને આધુનિક ડિજિટલ ટેકનિક્સ અને વૈશ્વિક બજારોમાં પ્રવેશ સાથે સશક્ત અને કુશળ સેગમેન્ટમાં જોવા માટે ઉત્સુક છે.”
ભારતની પ્રગતિશીલ નીતિઓ અને પહેલ ગેમ ચેન્જર્સ છેઃ ડો. સુનિલ શુક્લા
પોતાના પ્રારંભિક વક્તવ્યમાં ડો. સુનિલ શુક્લાએ જણાવ્યું હતું કે, “ભારતની પ્રગતિશીલ નીતિઓ અને પહેલ ગેમ ચેન્જર્સ છે. તેઓ દેશને અનેક મોરચે આગળ લઈ જઈ રહ્યા છે. ઈડીઆઈઆઈ અમૃત કાળના ભારતના વિઝનને અનુરૂપ કામ કરી રહી છે. ઈડીઆઈઆઈના કાર્યક્રમો અને વિવિધ સરકારી વિભાગો અને મંત્રાલયો સાથેના સહયોગમાં તેની કામગીરી યુવાનો, મહિલાઓ, કારીગરો, ટેક્નોલોજિસ્ટ્સ, હાલના ઉદ્યોગસાહસિકો અને અન્ય કેટલાક લક્ષ્ય ગ્રુપ્સ માટે તકોનું સર્જન કરે છે. ઈડીઆઈઆઈ વિકસિત અને સશક્ત ભારતના નિર્માણ માટે પ્રતિબદ્ધ છે.”
હું શિક્ષણને મજબૂત કરવા માટે આપવામાં આવેલ ધ્યાનની પ્રશંસા કરું છુંઃ ડો. મિલિન્દ કાંબલે
ડો. મિલિન્દ કાંબલેએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, “જ્યારે આપણે અમૃત કાળ વિશે વાત કરીએ છીએ, ત્યારે હું શિક્ષણને મજબૂત કરવા માટે આપવામાં આવેલ ધ્યાનની પ્રશંસા કરું છું. નવી શિક્ષણ નીતિ 2020 કુશળ યુવાનો તરફ દોરી જશે અને તે અમૃત કાળના ભારતનો સૌથી મજબૂત સ્તંભ હશે. આ ઉપરાંત, જી20 પ્રેસિડેન્સીએ રાષ્ટ્રને નાણાંકીય સમાવેશ, કૌશલ્ય વિકાસ, શિક્ષણ અને સૌના માટે આવાસના ક્ષેત્રે લીધેલા પગલાં દર્શાવવાની તક આપી હતી. મને લાગે છે કે દેશ એવા ધોરણો સાથે વિકાસની કલ્પના કરી રહ્યો છે જે ખરેખર વૈશ્વિક, સમાવિષ્ટ અને અપ્રતિમ છે.”
ભારતને તેનું તમામ વૈભવશાળી ગૌરવ અને વૈદિક વારસો પાછો મળી રહ્યો છેઃ સૌરભ પાંડે 
સૌરભ પાંડેએ પોતાનો અભિપ્રાય આપતા જણાવ્યું હતું કે “ભારત સોફ્ટ પાવર, દ્વિપક્ષીય સંબંધો, આયુષ, શિક્ષણ, ટેક્નોલોજી, ફૂડ પ્રોસેસિંગ, કૃષિ અને આવા અન્ય ઉભરતા ક્ષેત્રોના મોરચે ઝડપથી વિકાસ કરી રહ્યો છે. આ ઉત્ક્રાંતિ ચોક્કસપણે ટકાઉ વૃદ્ધિ અને સર્વસમાવેશક વિકાસને પ્રેરિત કરી રહી છે, જે અમૃત કાળના ભારતનું વિઝન છે. ભારતને તેનું તમામ વૈભવશાળી ગૌરવ અને વૈદિક વારસો પાછો મળી રહ્યો છે. દેશને મજબૂતાઈથી આગળ વધતો જોવો એ આનંદની વાત છે.”
આ વ્યાખ્યાન પછી માનનીય રાજ્યપાલે ઉદ્યોગ જગત, શિક્ષણજગત અને સરકારના આમંત્રિત મહેમાનો સાથે પેનલ ચર્ચા હાથ ધરી હતી. ચર્ચામાં ઉદ્યોગ, પ્રવાસન, શિક્ષણવિદો/સંસ્થાઓની ભૂમિકા, આબોહવા પરિવર્તન અને સંબંધિત ક્ષેત્રો જેવા વિવિધ વિષયોને આવરી લેવામાં આવ્યા હતા. તેનું સંચાલન એજીએસ બાય ડબ્લ્યુઈએફ જીનિવાના ફાઉન્ડિંગ ક્યુરેટર, સ્ટાર્ટ-અપ ઇવેન્જલિસ્ટ તથા સિનિયર ઇન્ડસ્ટ્રી વેટરન શ્રી સુનિલ પારેખ દ્વારા કરવામાં આવ્યું હતું.
Advertisement
Tags :
Advertisement

.