Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાં સ્વચ્છતા અભિયાનમાં રાજ્યપાલ જોડાયા, ફૂલ -છોડ વાવી સ્વચ્છતાનો સંદેશ આપ્યો

ગુજરાત વિદ્યાપીઠ (Gujarat Vidyapeeth)પરિસરમાં રાજ્યપાલ અને કુલપતિ આચાર્ય દેવવ્રતે સ્વચ્છતાનું મહાઅભિયાન (Cleanliness campaign)ઉપાડ્યું છે. તેમણે આ અભિયાનમાં અમદાવાદ કોર્પોરેશનનો (AMC)પણ સહયોગ લીધો છે. અત્યાર સુધીમાં 20 ટ્રક ભરીને ટનબંધ કચરો કાઢવામાં આવ્યો છે. આજે પણ આચાર્ય દેવવ્રત ગુજરાત વિદ્યાપીઠ જઈને મહાનગરપાલિકાના સફાઈ કામદારો સાથે સફાઈ કાર્યમાં જોડાયા હતા અને સ્વચ્છતા મહાઅભિયાનનું જાત નિરીક્ષણ ક
ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાં સ્વચ્છતા અભિયાનમાં રાજ્યપાલ જોડાયા  ફૂલ  છોડ વાવી સ્વચ્છતાનો સંદેશ આપ્યો
ગુજરાત વિદ્યાપીઠ (Gujarat Vidyapeeth)પરિસરમાં રાજ્યપાલ અને કુલપતિ આચાર્ય દેવવ્રતે સ્વચ્છતાનું મહાઅભિયાન (Cleanliness campaign)ઉપાડ્યું છે. તેમણે આ અભિયાનમાં અમદાવાદ કોર્પોરેશનનો (AMC)પણ સહયોગ લીધો છે. અત્યાર સુધીમાં 20 ટ્રક ભરીને ટનબંધ કચરો કાઢવામાં આવ્યો છે. આજે પણ આચાર્ય દેવવ્રત ગુજરાત વિદ્યાપીઠ જઈને મહાનગરપાલિકાના સફાઈ કામદારો સાથે સફાઈ કાર્યમાં જોડાયા હતા અને સ્વચ્છતા મહાઅભિયાનનું જાત નિરીક્ષણ કર્યું હતું. ગઈકાલે આચાર્ય દેવવ્રતે જ્યાંથી કચરો ઉપાડ્યો હતો એ જ સ્થળે આજે તેમણે ફુલ-ઝાડ વાવ્યા હતા.
સ્વચ્છતા મહાઅભિયાનમાં અમદાવાદ મહાનગરપાલિકાનો પણ સહયોગ
પૂજ્ય ગાંધીજીના આદર્શો પર ચાલતી ગુજરાત વિદ્યાપીઠમાં સ્વચ્છતાની બાબતમાં મોટો વિરોધાભાસ છે. ઠેર ઠેર ગંદકી અને સમગ્ર પરિસરમાં કચરાના ઢગ ખડકાયા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ બન્યા ત્યાર પછી તેમણે સૌ પ્રથમ વિદ્યાપીઠમાં સ્વચ્છતા અભિયાનને પ્રાથમિક અગ્રતા આપી છે. આ સપ્તાહથી તેમણે સ્વચ્છતા મહાઅભિયાનમાં અમદાવાદ મહાનગરપાલિકાનો પણ સહયોગ લીધો છે.
આચાર્ય દેવવ્રતે વિધાપીઠની ઈમારતો પર ઊગી નીકળેલા વૃક્ષોને કારણે થયેલા નુકશાન પ્રત્યે પણ ચિંતા વ્યક્ત કરી
ગવર્નર અને કુલપતિ આચાર્ય દેવવ્રતે આજે વિધાપીઠની મુલાકાત દરમિયાન રમતગમતનું મેદાન વહેલામાં વહેલી તકે સમતળ કરીને રમત રમવા યોગ્ય કરવાની તાકીદ કરી હતી. તેમણે કહ્યું હતું કે, જે સંકુલમાં 1400 જેટલા છાત્રો રહેતા-ભણતા હોય એ પરિસરમાં રમત-ગમતના મેદાનમાં કચરાના ઢગલા પડ્યા હોય એ કેટલી મોટી કમનસીબી કહેવાય, આચાર્ય દેવવ્રતે વિધાપીઠની ઈમારતો પર ઊગી નીકળેલા વૃક્ષોને કારણે થયેલા નુકશાન પ્રત્યે પણ ચિંતા વ્યક્ત કરી હતી. બારી-બારણા પર જામી ગયેલા બાવા-જાળા જોઈને તેમણે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં તેમણે એમ પણ કહ્યું હતું કે, સ્વચ્છતા માટે આદતની જરૂર છે. એ માટે કોઈ મોટી ગ્રાન્ટની જરૂર નથી હોતી. તેમણે સૌને સ્વચ્છતાના આગ્રહી બનવા અનુરોધ કર્યો હતો.
રમત-ગમતના મેદાનમાંથી 20 ટ્રક જેટલો કચરો કાઢવામાં આવ્યો
ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાં અત્યારે 30 સફાઈ કર્મચારીઓ અને 15 બાગ-બગીચાના કર્મચારીઓ સહિત એક જેસીબી મશીન, ત્રણ ડમ્પર, એક હાઇડ્રોલિક જેક ટ્રોલી, ટેન્કર, ટ્રેક્ટર પાવડી અને ટ્રેક્ટર ટ્રોલી સહિત 10 જેટલા સાધનોથી મોટા પાયે સફાઈ મહાઅભિયાન ચાલી રહ્યું છે. ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાં આવેલા કુમાર વિદ્યાલય, પ્રાણજીવન હોસ્ટેલ ભોજનાલય, નવી અને જૂની અનુસ્નાતક હોસ્ટેલ, એમ. ફીલ. બિલ્ડીંગ સંકુલ અને રમત-ગમતના મેદાનમાંથી 20 ટ્રક જેટલો કચરો કાઢવામાં આવ્યો છે. હજુ પણ આ મહાઅભિયાન આમ જ ચાલુ રખાશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.