Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Maruti Suzuki ની આ કારની એવરેજ સાંભળી ચોંકી જશો, મિડલ ક્લાસ ફેમિલીની છે પહેલી પસંદ

ભારતમાં મિડલ ક્લાસ ફેમિલીની સૌથી વધુ પસંદ કરવામાં આવતી કાર કંપની એટલે Maruti Suzuki. ઓછા ભાવમાં ઝીરો મેઇન્ટેનન્સ હોવાનું કહેવાતી કાર કંપની Maruti Suzuki ની લગભગ તમામ કાર માર્કેટમાં ખૂબ વેચાઈ રહી છે. પણ તાજેતરમાં કંપનીની એક કાર કે જેને...
maruti suzuki ની આ કારની એવરેજ સાંભળી ચોંકી જશો  મિડલ ક્લાસ ફેમિલીની છે પહેલી પસંદ

ભારતમાં મિડલ ક્લાસ ફેમિલીની સૌથી વધુ પસંદ કરવામાં આવતી કાર કંપની એટલે Maruti Suzuki. ઓછા ભાવમાં ઝીરો મેઇન્ટેનન્સ હોવાનું કહેવાતી કાર કંપની Maruti Suzuki ની લગભગ તમામ કાર માર્કેટમાં ખૂબ વેચાઈ રહી છે. પણ તાજેતરમાં કંપનીની એક કાર કે જેને લોકો પસંદ કરતા જોવા મળી રહ્યા છે. જીહા, અમે અહીં Maruti Suzuki DZire ની વાત કરી રહ્યા છીએ. જેનું CNG વર્જન માર્કેટમાં લોકોની પસંદ બની રહ્યું છે. જાણો શું છે તેની પાછળનું કારણ...

Advertisement

ડિઝાયર CNG ડિઝાયર પેટ્રોલ કરતા મોંઘી

Maruti Suzuki એ ભારતીય બજારમાં Dezire CNG લૉન્ચ કરી છે. આ વાહનની પ્રારંભિક કિંમત 8.14 લાખ રૂપિયા (VXI વેરિઅન્ટ) નક્કી કરવામાં આવી છે. ZXI વેરિઅન્ટની કિંમત 8.82 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ ઈન્ડિયા) રાખવામાં આવી છે. જણાવી દઈએ કે, ડિઝાયર CNG ડિઝાયર પેટ્રોલ કરતા લગભગ 95,000 રૂપિયા મોંઘું છે. કંપની દાવો કરી રહી છે કે તે 31 km/kg ની માઈલેજ આપશે, જે તેના હ્યુન્ડાઈ Aura અને Tata Tigor CNG કરતાં વધુ છે. 31 ઓક્ટોબર 2023 સુધી કાર પર 10,000 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે.

Advertisement

કારમાં ચાર વેરિઅન્ટ

આ ડેશિંગ કાર છ મોનોટોન કલર વિકલ્પોમાં આવે છે. આ કાર ચાર વેરિઅન્ટમાં આવે છે. કારનું ટોપ મોડલ રૂ. 9.39 લાખ એક્સ-શોરૂમમાં ઉપલબ્ધ છે. કારના મિડ સેગમેન્ટ VXi અને ZXiમાં CNG વિકલ્પ ઉપલબ્ધ છે. કારમાં ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ અને હિલ-હોલ્ડ આસિસ્ટ જેવા ફીચર્સ છે.

Advertisement

કારમાં 378 લિટરની મોટી બૂટ સ્પેસ

મારુતિ ડિઝાયરમાં એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લેની સુવિધા છે. કારમાં ક્રુઝ કંટ્રોલ અને ઓટો-એલઈડી હેડલાઈટ જેવી અદ્યતન સુવિધાઓ છે. કારમાં 378 લિટરની મોટી બૂટ સ્પેસ છે. કારમાં 7 ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે.

કારમાં 5-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન છે

કારને પુશ-બટન સ્ટાર્ટ/સ્ટોપ અને રીઅર વેન્ટ મળે છે. આ કાર 1.2 લીટર પેટ્રોલ એન્જિન સાથે આવે છે. કારમાં 90 PS પાવર અને 113 Nm ટોર્ક મળે છે. કારમાં 5-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન છે. આ કાર માર્કેટમાં Honda Amaze, Hyundai Aura અને Tata Tigor સાથે ટક્કર આપે છે.

કારની સુરક્ષા માટે ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ

મારુતિની આ કારમાં 77 PSનો પાવર અને CNG પર 98.5 Nmનો ટોર્ક છે. કારનું પેટ્રોલ ઓટોમેટિક વેરિઅન્ટ 22.61 kmplની માઈલેજ આપે છે. સલામતી માટે, કારમાં ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, ISOFIX ચાઇલ્ડ-સીટ એન્કર અને પાછળના પાર્કિંગ સેન્સર જેવા ફીચર્સ છે.

આ પણ વાંચો - ગૂગલે હટાવી નાખી 3500 નકલી એપ, યુઝર્સના બચ્યા 12 હજાર કરોડ રૂપિયા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.