Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Google Photos નું આ નવું ફીચર બદલી દેશે તમારો App નો Experience, જાણો શું છે આ ફીચરમાં

ગૂગલની અવનવી અને ઉપયોગ સર્વિસિસના કારણે લોકોનું જીવન સરળ બનાવતુ હોય છે. ગૂગલના ટૂલ્સ જેવા કે; google maps, google play store, google lens જેવા તો અનેક એપસ્ છે કે જે લોકોને ઘણા ઉપયોગ લાગે છે. તેમ જ ગૂગલ photos એપ...
google photos નું આ નવું ફીચર બદલી દેશે તમારો app નો experience  જાણો શું છે આ ફીચરમાં

ગૂગલની અવનવી અને ઉપયોગ સર્વિસિસના કારણે લોકોનું જીવન સરળ બનાવતુ હોય છે. ગૂગલના ટૂલ્સ જેવા કે; google maps, google play store, google lens જેવા તો અનેક એપસ્ છે કે જે લોકોને ઘણા ઉપયોગ લાગે છે. તેમ જ ગૂગલ photos એપ પણ છે કે જે લોકોને તેમના photos ને સ્ટોર કરવા અને સાચવવામાં ઉપયોગી છે. હવે Google Photos એપ્લિકેશન માટે એક મુખ્ય અપડેટ બહાર પાડ્યું છે. Google Photos ના આ અપડેટ પછી, તમે એવા લોકોના ચહેરા છુપાવી શકશો જેમને તમે મેમરીમાં જોવાનું પસંદ નથી કરતા. ગૂગલ ફોટોઝમાં "Hide People and pets" નો વિકલ્પ આવ્યો છે.

Advertisement

શું છે આ નવું feature ?

ગૂગલ દ્વારા મૂકવામાં આવેલા આ ફીચર વિષે વાત કરીએ તો આ નવા ફીચરનો ઉપયોગ કરીને જો તમે કોઈનો ફોટો મેમરીમાંથી છુપાવો છો, તો તે ફોટોમાંથી ગાયબ નહીં થાય, પરંતુ માત્ર છુપાવવામાં આવશે. આવી સ્થિતિમાં, મોટો ફાયદો એ છે કે તમે કોઈનો ફોટો ડિલીટ કર્યા વિના તેને દૂર કરી શકશો.આ ફીચર ગૂગલ ફોટોઝના વર્ઝન v6.81.0.628906483 પર જોવામાં આવ્યું છે. અગાઉ, ગૂગલ ફોટોઝમાં બ્લોક ફેસનો વિકલ્પ હતો અને આ નવું ફીચર તેનું અપગ્રેડેડ વર્ઝન છે.

કેવી રીતે કરશો તેનો ઉપયોગ ?

આ નવા ફીચરનો ઉપયોગ કરવા માટે તમારે સેટિંગ્સમાં જઈને તેને ઓન કરવું પડશે. આ માટે તમારે Settings > Preferences > Memories > Hide People and Pets પર જવું પડશે. હાલમાં આ ફીચરનું બીટા ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે અને તે થોડા અઠવાડિયામાં દરેક માટે રિલીઝ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ગૂગલ તેની ગૂગલ ફોન એપ માટે એક નવા ફીચર પર પણ કામ કરી રહ્યું છે, જેના પછી યુઝર્સ કોલિંગ દરમિયાન ઓડિયો ઈમોજીનો ઉપયોગ કરી શકશે.

Advertisement

આ પણ વાંચો : ઇલેક્ટ્રિક કાર સેગમેન્ટમાં Tata નો પંચ, માર્કેટમાં વેચી અધધ કાર

Advertisement
Tags :
Advertisement

.