Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતમાં લાખોની સંખ્યામાં YouTube વીડિયો કરાયા Delete, જાણો શું છે કારણ

YouTube પર રોજ લાખો-કરોડોની સંખ્યામાં વીડિયો અપલોડ કરવામાં આવે છે. YouTube  એ વિશ્વનું સૌથી વધુ ઉપયોગમાં લેવાતું વીડિયો શેરિંગ પ્લેટફોર્મ છે, આ સાથે, યુટ્યુબ એ વિશ્વનું સૌથી વધુ ઉપયોગમાં લેવાતું વીડિયો સર્ચ એન્જિન છે. હાલમાં મળી રહેલી માહિતી અનુસાર, YouTube એ...
ભારતમાં લાખોની સંખ્યામાં youtube વીડિયો કરાયા delete  જાણો શું છે કારણ

YouTube પર રોજ લાખો-કરોડોની સંખ્યામાં વીડિયો અપલોડ કરવામાં આવે છે. YouTube  એ વિશ્વનું સૌથી વધુ ઉપયોગમાં લેવાતું વીડિયો શેરિંગ પ્લેટફોર્મ છે, આ સાથે, યુટ્યુબ એ વિશ્વનું સૌથી વધુ ઉપયોગમાં લેવાતું વીડિયો સર્ચ એન્જિન છે. હાલમાં મળી રહેલી માહિતી અનુસાર, YouTube એ ભારતમાં તેના પ્લેટફોર્મ પરથી લાખો વીડિયો હટાવી દીધા છે.

Advertisement

જાન્યુઆરી અને માર્ચ 2023 વચ્ચે YouTube પરથી 19 લાખ વીડિયો દૂર કરાયા

લોકપ્રિય વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ YouTube દ્વારા બહાર પાડવામાં આવેલા એક અહેવાલ મુજબ, કંપનીએ પ્લેટફોર્મના કોમ્યુનિટી ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરવા બદલ જાન્યુઆરી અને માર્ચ 2023 વચ્ચે ભારતમાં 1.9 મિલિયન (લગભગ 19 લાખ) થી વધુ વીડિયો હટાવી દીધા છે, જે રાષ્ટ્રોમાં સૌથી વધુ છે. જણાવી દઈએ કે, આ જ સમયગાળા દરમિયાન, કંપનીએ YouTube ના કોમ્યુનિટી ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરવા બદલ વૈશ્વિક સ્તરે 6.48 મિલિયન (64.8 લાખ) થી વધુ વીડિયો હટાવ્યા હતા. YouTube માં એવા ઘણા વીડિયો અપલોડ કરવામાં આવે છે, જે સંપૂર્ણપણે નકલી છે અને છેતરપિંડી ફેલાવે છે.

Advertisement

વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મને કઈ પ્રકારની ફરિયાદો મળી

YouTube આવા વીડિયો પર સતત કાર્યવાહી કરે છે. આ જ કારણ છે કે, આ વર્ષે, YouTube એ જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર દરમિયાન ભારતમાં કોમ્યુનિટી ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરવા બદલ 1.9 મિલિયનથી વધુ વીડિયો દૂર કર્યા છે. આ આંકડો અન્ય કોઈપણ દેશમાં દૂર કરવામાં આવેલા વીડિયોની સંખ્યા કરતા વધુ છે. આ રીતે આ ત્રિમાસિક ગાળા દરમિયાન વીડિયો હટાવવાના મામલે પણ એક રેકોર્ડ સર્જાયો છે. યુટ્યુબ પર એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. YouTube નો 'કમ્યુનિટી ગાઈડલાઈન્સ એન્ફોર્સમેન્ટ' રિપોર્ટ વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મને કઈ પ્રકારની ફરિયાદો મળી છે અને તેના પર તેણે શું પગલાં લીધાં છે તેની માહિતી આપે છે.

Advertisement

વૈશ્વિક સ્તરે 64.8 લાખથી વધુ વીડિયો હટાવ્યા

YouTube એ ભારતમાં ફરિયાદો પર કાર્યવાહી કરીને જાન્યુઆરી-માર્ચ 2023 દરમિયાન 19 લાખથી વધુ વીડિયો દૂર કર્યા છે. આ જ સમયગાળા દરમિયાન, કંપનીએ YouTube ના કોમ્યુનિટી ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરવા બદલ વૈશ્વિક સ્તરે 6.48 મિલિયન (64.8 લાખ) થી વધુ વીડિયો હટાવ્યા હતા. આ સાથે અમેરિકામાં 6.54 લાખ વીડિયો, રશિયામાં 4.91 લાખ વીડિયો અને બ્રાઝિલમાં 4.49 લાખ વીડિયો દૂર કરવામાં આવ્યા છે. YouTubeએ જણાવ્યું હતું કે, એક કંપની તરીકેના અમારા શરૂઆતના દિવસોથી, અમારા કોમ્યુનિટી ગાઈડલાઈન્સે YouTube સમુદાયને હાનિકારક કન્ટેન્ટથી સુરક્ષિત રાખ્યો છે. અમે મશીન લર્નિંગ અને સમીક્ષકો બંનેનો ઉપયોગ કરીને અમારી કોમ્યુનિટી ગાઈડલાઈન લાગુ કરીએ છીએ.

YouTube પર 1 કલાકમાં કેટલા વીડિયો અપલોડ થાય છે?

ચોક્કસ અંદાજ મેળવવો મુશ્કેલ છે. 2021 ના એક આંકડાની માનીએ તો "દર 1 કલાકે 30,000 નવા વીડિયો અપલોડ થાય છે" અને 2020માં દર મિનિટે YouTube પર 500 કલાકથી વધુ વીડિયો અપલોડ કરવામાં આવ્યા હતા. આનો અર્થ એ છે કે 1 કલાકમાં 30,000 કલાકનો વીડિયો અપલોડ થાય છે, તમે કલ્પના કરી શકો છો કે યુટ્યુબ આખી દુનિયામાં કેટલું પ્રખ્યાત થઈ ગયું છે, તે કેટલું લોકપ્રિય બન્યું છે અને અહીં તે એક એવું પ્લેટફોર્મ છે જ્યાં સર્જક અને પ્રેક્ષક બંને સાથે રહે છે.

આ પણ વાંચો - Elon Musk કરવા જઇ રહ્યા છે X માં ફેરફાર, Users ને મળશે આ ખાસ સુવિધા

આ પણ વાંચો - Google એ ભારતીયો માટે લોન્ચ કર્યું AI Search Tool, જાણો કેવી રીતે કરશે કામ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.