Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તમારા ફોનમાંથી ડિલીટ કરી દો આ 7 એપ, નહીં તો બેન્કનું ખાતું થઇ જશે ખાલી..

ગૂગલ દ્વારા થોડા સમય પહેલા જ ગૂગલ પ્લે સ્ટોર પરથી 7 એપ્સ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. આ એન્ડ્રોઇડ એપ્સ જોકર માલવેર લાવે છે , જેમાં તમારા  પૈસા  પણ  ચોરાઈ  શકે છે.એવુ  કહેવામાં આવી રહ્યું છે કે એકવાર જ્યારે એપ Google Play Store માંથી ડાઉનલૉડ કરી લેવામાં આવે છે, તો માલવેર સબ્સક્રિપ્શન પેમેન્ટના નામ પર એન્ડ્રોઇડ યૂઝર્સના બેન્ક એકાઉન્ટમાંથી પૈસા ચોરી કરવાનુ કામ કરે છે. સાથે જ માલવેર યૂઝર્
તમારા ફોનમાંથી ડિલીટ કરી દો આ 7 એપ  નહીં તો બેન્કનું ખાતું થઇ જશે ખાલી
ગૂગલ દ્વારા થોડા સમય પહેલા જ ગૂગલ પ્લે સ્ટોર પરથી 7 એપ્સ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. આ એન્ડ્રોઇડ એપ્સ જોકર માલવેર લાવે છે , જેમાં તમારા  પૈસા  પણ  ચોરાઈ  શકે છે.
એવુ  કહેવામાં આવી રહ્યું છે કે એકવાર જ્યારે એપ Google Play Store માંથી ડાઉનલૉડ કરી લેવામાં આવે છે, તો માલવેર સબ્સક્રિપ્શન પેમેન્ટના નામ પર એન્ડ્રોઇડ યૂઝર્સના બેન્ક એકાઉન્ટમાંથી પૈસા ચોરી કરવાનુ કામ કરે છે. સાથે જ માલવેર યૂઝર્સ પાસેથી Facebookમાં લૉગીનની પરમીશન માંગે છે, અને પછી ખોટો કૉડ નાંખીને યૂઝર્સના ફ્રેડેનશલ ચોરી કરી લે છે. જે પછી બેન્ક ફ્રૉડની ઘટનાને અંજામ આપવામાં આવે છે.  
 
આ એપને ફોનમાંથી તરત જ ડિલીટ કરો 
જોકે ગૂગલે આ એપ્સને પ્લે સ્ટોર પરથી હટાવી દીધી છે. પરંતુ જો તમારા સ્માર્ટફોનમાં એપ્સ હજુ પણ હોય તો તમે તરત જ ડિલીટ કરી દો. નહીં તો તમારે ભારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે. Googleની પ્રતિબંધિત એપ્લિકેશનો તમારા એકાઉન્ટમાંથી છેતરપિંડીની ઘટનાઓ પણ બની શકે છે.
આ એપ્સને તરત જ  ડિલીટ કરો 
Enjoy Photo Editor
Daily Fitness OL
Photo Gaming Puzzle
Panorama Camera
Business Meta Manager
Swarm Photo
Cryptomining Farm Your own Coin 
 
Advertisement
Tags :
Advertisement

.