Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

FREE FREE મળશે એકદમ FREE! BSNL આ પ્લાનમાં આપી રહ્યું છે 1000 GB DATA અને UNLIMITED CALLS

JIO, AIRTEL અને VI ના ડેટા પ્લાન્સ મોંઘા થયા બાદ હવે લોકો હેરાન પરેશાન થયા છે. અચાનક ભાવ વધારો થતાં તે હવે લોકોના બજેટ ઉપર અસર કરી રહ્યું છે. હવે આ બધી ટેલિકોમ કંપનીઓ સાથે સ્પર્ધા કરવા માટે BSNL એ...
free free મળશે એકદમ free  bsnl આ પ્લાનમાં આપી રહ્યું છે 1000 gb data અને unlimited calls

JIO, AIRTEL અને VI ના ડેટા પ્લાન્સ મોંઘા થયા બાદ હવે લોકો હેરાન પરેશાન થયા છે. અચાનક ભાવ વધારો થતાં તે હવે લોકોના બજેટ ઉપર અસર કરી રહ્યું છે. હવે આ બધી ટેલિકોમ કંપનીઓ સાથે સ્પર્ધા કરવા માટે BSNL એ પૂરી તૈયારી લીધી છે. હવે BSNL તેના ગ્રાહકો માટે ધમાકેદાર ઓફર્સ લઈને આવી છે. BSNL તેના વપરાશકર્તાઓને ઓછી કિંમતે અમર્યાદિત વૉઇસ કૉલિંગ અને હાઇ સ્પીડ ઇન્ટરનેટ ઓફર કરી રહી છે. હવે વપરાશકર્તાઓ માટે BSNL એક યોગ્ય અને સસ્તા વિકલ્પ તરીકે સામે આવ્યું છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત

Advertisement

BSNL આપી રહ્યું છે આકર્ષક ઓફર્સ

ભારત સંચાર નિગમ લિમિટેડ હવે તેના વપરાશકર્તાઓ માટે ખૂબ જ આકર્ષક ઓફર લઈને આવ્યું છે. હવે BSNL દ્વારા સુપરફાસ્ટ સ્પીડ પર 1000GB ડેટા આપવામાં આવી રહ્યા છે. BSNLના 329 રૂપિયાના ફાઈબર બ્રોડબેન્ડ પ્લાનમાં યુઝર્સને 25Mbpsની ઝડપે 1000GB ડેટા આપવામાં આવી રહ્યો છે. આ પ્લાનની વેલિડિટી આખા મહિના માટે છે. અન્ય બીજી એક ઓફરના અનુસાર કંપનીના 399 રૂપિયાના ભારત ફાઈબર બ્રોડબેન્ડ પ્લાનમાં 30Mbpsની સ્પીડ પર 1400GB ડેટા આપવામાં આવી રહ્યો છે. આ બંને બ્રોડબેન્ડ પ્લાન ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં વપરાશકર્તાઓ માટે છે. તે જ સમયે, ભારત સંચાર નિગમ લિમિટેડે બેઝિક બ્રોડબેન્ડ વપરાશકર્તાઓ માટે બે પ્લાન પણ રજૂ કર્યા છે, જે રૂ. 249 અને રૂ. 299માં આવે છે.

Advertisement

અનલિમિટેડ કોલ્સ પણ મળશે ફ્રી

વધુમાં BSNL 249 રૂપિયામાં પણ આકર્ષક ઓફર લઈને આવી છે. જેના અંતર્ગત 25Mbpsની સ્પીડ પર 10GB ડેટા આપવામાં આવે છે. આ પછી યુઝર્સને 2Mbpsની સ્પીડ પર અનલિમિટેડ ઈન્ટરનેટ આપવામાં આવે છે. તે જ સમયે, 299 રૂપિયાના પ્લાનમાં 25Mbpsની સ્પીડ પર 20GB ડેટા આપવામાં આવે છે. આ પછી યુઝર્સને 2Mbpsની સ્પીડ પર અનલિમિટેડ ડેટા મળશે. વધુમાં BSNL બ્રોડબેન્ડ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કોલ્સની પણ સુવિધા મળે છે.

આ પણ વાંચો : Redmi એ 108MP કેમેરા વાળો સૌથી સસ્તો ફોન કર્યો લોન્ચ

Advertisement

Tags :
Advertisement

.