Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Apple iPad: આવતા વર્ષે લોન્ચ થઈ શકે છે સૌથી સસ્તું iPad!

શું તમે પણ એપલ આઈપેડ ખરીદવા ઈચ્છો છો પરંતુ તમારું બજેટ ઓછું છે, તો હવે એપલ પણ ઓછા બજેટવાળા ગ્રાહકો માટે એફોર્ડેબલ આઈપેડ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. તાજેતરના અહેવાલમાં જાણવા મળ્યું છે કે નવા આઈપેડ મોડલ આવતા વર્ષે...
apple ipad  આવતા વર્ષે લોન્ચ થઈ શકે છે સૌથી સસ્તું ipad

શું તમે પણ એપલ આઈપેડ ખરીદવા ઈચ્છો છો પરંતુ તમારું બજેટ ઓછું છે, તો હવે એપલ પણ ઓછા બજેટવાળા ગ્રાહકો માટે એફોર્ડેબલ આઈપેડ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. તાજેતરના અહેવાલમાં જાણવા મળ્યું છે કે નવા આઈપેડ મોડલ આવતા વર્ષે ગ્રાહકો માટે લોન્ચ થઈ શકે છે.

Advertisement

બ્લૂમબર્ગના માર્ક ગુરમેને તાજેતરમાં ખુલાસો કર્યો

બ્લૂમબર્ગના માર્ક ગુરમેને તાજેતરમાં ખુલાસો કર્યો છે કે Apple iPad અને MacBookના વેચાણમાં ઘટાડો થયો છે. આનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે એપલ હવે ઘટી રહેલા વેચાણના આંકડાને વધારવા માટે લો બજેટ રેન્જના મોડલ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.

Advertisement

નવા આઈપેડ મોડલ લોન્ચ કરવાની તૈયારી

એપલ કંપનીના આગામી આઈપેડ મોડલમાં સ્પીડ અને મલ્ટીટાસ્કિંગ માટે M3 ચિપસેટનો ઉપયોગ કરી શકાય છે. તમને યાદ અપાવી દઈએ કે આ ચિપસેટનો ઉપયોગ લેટેસ્ટ Apple MacBookમાં પણ કરવામાં આવ્યો છે. નિક્કી એશિયાના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે એપલ 2024માં ઓછી કિંમતે નવા આઈપેડ મોડલ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આટલું જ નહીં, એપલ તેના ઉત્પાદન સંસાધનો વિયેતનામમાં શિફ્ટ કરી રહી છે.

Advertisement

BYD કંપની આઈપેડ ઉત્પાદકોમાંની એક

BYD કંપની આઈપેડ ઉત્પાદકોમાંની એક છે અને આ કંપની એપલના ઉત્પાદન સંસાધનોને વિયેતનામમાં શિફ્ટ કરવા માટે કામ કરી રહી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ કંપની એપલ માટે આવનારી ઓછી કિંમતના આઈપેડના ઉત્પાદન માટે કામ કરશે.

ઓછી કિંમતના આઈપે ડ મોડલ લોન્ચ કરી શકે

એપલ આગામી વર્ષ 2024ના બીજા છ મહિનામાં નવા અને ઓછી કિંમતના આઈપે ડ મોડલ લોન્ચ કરી શકે છે. આગામી મૉડલ્સનું એન્જિનિયરિંગ વેરિફિકેશન કામ આવતા વર્ષે ફેબ્રુઆરીના મધ્યથી શરૂ થઈ શકે છે અને એ પણ બહાર આવ્યું છે કે નવા ઓછા ખર્ચે આઈપેડ 11મી પેઢીના મૉડલ હશે.

આઈપેડ મોડલ્સમાં રિયર કેમેરા સેન્સરને સુધારી શકે છે

Apple આવતા વર્ષે લોન્ચ થનારા આઈપેડ મોડલ્સમાં રિયર કેમેરા સેન્સરને સુધારી શકે છે. આ ઉપરાંત, હાલના મોડલ્સની જેમ, ફિંગરપ્રિન્ટ સેન્સરને નવા અને આગામી મોડલ્સના પાવર બટનમાં પણ સંકલિત કરી શકાય છે

આ પણ વાંચો - દાહોદ: માણેકચોક વિસ્તારમાં નશામાં ધૂત કાર ચાલકે 4 લોકોને કચડી નાખ્યા

Tags :
Advertisement

.