Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આજે INDIA અને PAKISTAN આવશે આમને-સામને, યુવરાજ અને આફ્રિદીની ટક્કરમાં કોનો થશે વિજય?

INDIA VS PAKISTAN : ભારત અને પાકિસ્તાનનો (INDIA VS PAKISTAN) મુકાબલો હમેંશા જોવામાં રોમાંચક હોય છે. વિશ્વકપ 2024 માં પણ ભારત અને પાકિસ્તાનની મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. ભારત અને પાકિસ્તાનના મેચના સમયમાં દરેકનો ઉત્સાહ ચરમસીમા ઉપર હોય છે....
આજે india અને pakistan આવશે આમને સામને  યુવરાજ અને આફ્રિદીની ટક્કરમાં કોનો થશે વિજય

INDIA VS PAKISTAN : ભારત અને પાકિસ્તાનનો (INDIA VS PAKISTAN) મુકાબલો હમેંશા જોવામાં રોમાંચક હોય છે. વિશ્વકપ 2024 માં પણ ભારત અને પાકિસ્તાનની મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. ભારત અને પાકિસ્તાનના મેચના સમયમાં દરેકનો ઉત્સાહ ચરમસીમા ઉપર હોય છે. આજે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2024માં ભારતીય ચેમ્પિયન ક્રિકેટ ટીમનો મુકાબલો પાકિસ્તાન ચેમ્પિયન ટીમ (INDIA VS PAKISTAN) સાથે થશે. આ મેચમાં અનુભવી ખેલાડીઓની ટીમ ભાગ લેશે. આ મેચ એજબેસ્ટન, બર્મિંગહામ ખાતે રમાશે. ભારત અને પાકિસ્તાનના ઘણા સુપરસ્ટાર અને લેજેન્ડ ખેલાડીઑ આ મેચમાં જોવા મળવાના છે. ભારતના કપ્તાન આ મેચમાં યુવરાજ સિંહ રહેવાના છે. ભારત ચેમ્પિયનના કેપ્ટન યુવરાજ સિંહ અને પાકિસ્તાન ચેમ્પિયનના કેપ્ટન શાહિદ આફ્રિદી વચ્ચે સીધો મુકાબલો થશે. બંને ટીમોના કેપ્ટન સંપૂર્ણ લયમાં જોવા મળી રહ્યા છે. આ મેચ જોવી ખૂબ જ રોમાંચક રહેશે તે નિશ્ચિત છે.

Advertisement

ટુર્નામેન્ટમાં INDIA નો દેખાવ રહ્યો છે મજબૂત

આ ટુર્નામેન્ટમાં ભારતની ટીમ ખૂબ જ સારો દેખાવ કરી રહી છે. ભારતની ચેમ્પિયન ક્રિકેટ ટીમે પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડ અને બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું છે. જ્યારે પાકિસ્તાનની ચેમ્પિયન ટીમે ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું છે. બંને ટીમો હજી સુધી અપરાજિત છે. આજે કોઈ પણ એક ટીમને ચોક્કસપણે હારનો સ્વાદ ચાખવો પડશે, તેમાં કોઈ શંકા નથી.

Advertisement

આ મોટા ખેલાડીઓ આજે દેખાશે એક્શનમાં

ભારત અને પાકિસ્તાનના આ મહામુકાબલામાં ઘણા ખેલાડીઓ આજે નજર રહેવાની છે. મુખ્ય તો યુવરાજ સિંહ આજે ફરી એક વખત પાકિસ્તાન સામે જોવા મળશે. યુવરાજે છેલ્લી મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામે શાનદાર ઈનિંગ રમી હતી. તે જ સમયે, સુરેશ રૈના, રોબિન ઉથપ્પા, ઈરફાન પઠાણ, યુસુફ પઠાણ અને નમન ઓઝા જેવા ખેલાડીઓ પાસેથી ટીમ માટે સારા સ્કોર બનાવવાની અપેક્ષા રાખવામાં આવશે. પાકિસ્તાનમાં મિસબાહ, શાહિદ આફ્રિદી, અને યુનિસ ખાન ઉપર ખાસ નજર રહેશે.

Advertisement

ભારત ચેમ્પિયન્સની સંપૂર્ણ ટીમ

યુવરાજ સિંહ (કેપ્ટન), રોબિન ઉથપ્પા, નમન ઓઝા (વિકેટકીપર), સુરેશ રૈના, ગુરકીરત સિંહ માન, ઈરફાન પઠાણ, યુસુફ પઠાણ, વિનય કુમાર, હરભજન સિંહ, ધવલ કુલકર્ણી, રાહુલ શુક્લા, આરપી સિંહ, સૌરભ તિવારી, અનુરીત સિંહ, રાહુલ. શર્મા, અંબાતી રાયડુ અને પવન નેગી

પાકિસ્તાન ચેમ્પિયનની સંપૂર્ણ ટીમ

યુનિસ ખાન (કેપ્ટન), કામરાન અકમલ (વિકેટકીપર), શરજીલ ખાન, સોહેબ મકસૂદ, શોએબ મલિક, મિસ્બાહ-ઉલ-હક, શાહિદ આફ્રિદી, અબ્દુલ રઝાક, આમિર યામીન, વહાબ રિયાઝ, સઈદ અજમલ, તૌફીક ઉમર, મોહમ્મદ હફીઝ, યાસિર અરાફત , સોહેલ તનવીર, સોહેલ ખાન, ઉમર અકમલ અને તનવીર અહેમદ

આ પણ વાંચો : PM મોદી સાથે ટીમ ઈન્ડિયાની વિશિષ્ટ મુલાકાતનો સંપૂર્ણ વીડિયો વાયરલ, જાણો શું બોલ્યા ખેલાડીઓ

Tags :
Advertisement

.