Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

20 વર્ષીય આ ક્રિકેટરનું અચાનક થયું મોત, અંતિમ વિડીયો જોઈ સૌ થયા ભાવુક

Josh baker death : જીવન કેટલું અનિશ્ચિત છે તતેના વિષે તો સૌ જાણે જ છે. પરંતુ હવે જે કિસ્સો સામે આવી રહ્યો છે તેના વિશે જાણીને તમને ચોક્કસથી ઝટકો લાગશે. ઇંગ્લૈંડમાં એક 20  વર્ષીય ક્રિકેટરનું મૃત્યુ થયું છે. અહી નોંધનીય...
20 વર્ષીય આ ક્રિકેટરનું અચાનક થયું મોત  અંતિમ વિડીયો જોઈ સૌ થયા ભાવુક

Josh baker death : જીવન કેટલું અનિશ્ચિત છે તતેના વિષે તો સૌ જાણે જ છે. પરંતુ હવે જે કિસ્સો સામે આવી રહ્યો છે તેના વિશે જાણીને તમને ચોક્કસથી ઝટકો લાગશે. ઇંગ્લૈંડમાં એક 20  વર્ષીય ક્રિકેટરનું મૃત્યુ થયું છે. અહી નોંધનીય વાત એ છે કે, આ યુવા ક્રિકેટરે મૃત્યુના એક દિવસ પહેલા જ ત્રણ વિકેટ ઝડપી હતી. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત..

Advertisement

17 વર્ષની ઉંમરે કરી કારકિર્દીની શરૂઆત

ઇંગ્લૈંડના કાઉન્ટી ક્રિકેટ રમતા પ્રતિભાશાળી ક્રિકેટર Josh baker નું 2 મેના રોજ માત્ર 20 વર્ષની વયે અવસાન થયું હતું. જોશ લેફ્ટ આર્મ સ્પિન બોલિંગ કરતો હતો. તેમના મૃત્યુ પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.Josh baker વર્સેસ્ટરશાયર ક્રિકેટ ક્લબ તરફથી રમતો હતો.બેકરે ફક્ત 17 વર્ષની ઉંમરે 2021 માં ક્લબ સાથે તેનો પ્રથમ કરાર કર્યો હતો. તેણે 22 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 43 વિકેટ અને 25 વ્હાઇટ બોલ મેચમાં (લિસ્ટ-એ અને ટી20) 27 વિકેટ લીધી હતી.તેણે જુલાઈ 2023માં ગ્લુસેસ્ટરશાયર સામે કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ 75 રન બનાવ્યા અને બે અડધી સદી ફટકારી. તે ઈંગ્લેન્ડની અંડર-19 ટીમ તરફથી પણ રમી ચૂક્યો છે.

Advertisement

અંતિમ વિડીયો થઈ રહ્યો છે વાયરલ

આપણે આગળ જોયું તેમ બેકરે તેના અંતિમ મેચમાં ત્રણ વિકેટ ઝડપી હતી. આ વિડીયોમાં જોઈ શકાય છે તેમ તે ખૂબ જ ખુમારીથી બોલિંગ કરી રહ્યો છે અને પોતાની વિકેટ લીધા બાદ તેની ઉજવણી પણ તે કરી રહ્યો છે. તેણે પણ વિચાર્યું નહીં હોય કે તેની આ અંતિમ મેચ બનશે.

Advertisement

મૃત્યુનું કારણ અકબંધ

જોશ બેકરના મૃત્યુના સમાચાર સામે આવ્યા બાદ તેના મૃત્યુ પાછળના કારણને લઈને કોઈ માહિતી હજી સુધી બહાર આવી નથી. વોર્સેસ્ટરશાયર ક્લબે જોશ બેકરના મૃત્યુ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. ક્લબે તેના નિવેદનમાં કહ્યું કે બેકરના પરિવારની ગોપનીયતાનું સન્માન કરવું જોઈએ. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ એશ્લે ગાઈલ્સે કહ્યું કે તેમના મૃત્યુથી ક્લબને આઘાત લાગ્યો છે.

આ પણ વાંચો : Olympic Games Paris 2024 : પીવી સિંધુના નેતૃત્વ હેઠળ ભારતે 5 બેડમિન્ટન ક્વોટા હાંસલ કર્યા

Tags :
Advertisement

.