આવતા 24 કલાકમાં India- Pakistan વચ્ચે ખેલાશે જંગ...
World Championship of Legends League : ક્રિકેટ લવર્સની આતુરતાનો અંત આવી ગયો છે. આગામી 24 કલાકમાં ભારત અને પાકિસ્તાનની ટીમો ક્રિકેટના મેદાન પર ટકરાતી જોવા મળી શકે છે.જો મેચ થશે તો તે વર્તમાન ટીમો વચ્ચે નહીં, પરંતુ ભૂતપૂર્વ ક્રિકેટરો વચ્ચે રમાતી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ લીગ (World Championship of Legends League) ની ટીમો વચ્ચે હશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ખેલાશે જંગ
ક્રિકેટના મેદાન પર ભારત-પાકિસ્તાન વચ્ચેની ટક્કર અંગે દરેકને ઉત્સુકતા છે. તાજેતરમાં યોજાયેલા T20 વર્લ્ડ કપ 2024માં બંને ટીમો સામસામે આવી હતી, જેમાં ભારતનો વિજય થયો હતો. ચાહકોના મનમાં હશે કે હવે ભારત અને પાકિસ્તાન આવતા વર્ષે યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટકરાશે, પરંતુ એવું નથી. આગામી 24 કલાકમાં ભારત અને પાકિસ્તાનની ટીમો ક્રિકેટના મેદાન પર ટકરાતી જોવા મળી શકે છે. જો કે, જો મેચ થશે તો તે વર્તમાન ટીમો વચ્ચે નહીં, પરંતુ ભૂતપૂર્વ ક્રિકેટરો વચ્ચે રમાતી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ લીગની ટીમો વચ્ચે હશે.
સેમિફાઇનલમાં 4 ટીમો
વાસ્તવમાં, ભારત ચેમ્પિયન, ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન, પાકિસ્તાન ચેમ્પિયન અને વેસ્ટ ઈન્ડિઝ ચેમ્પિયનની ટીમો વર્લ્ડ ચેમ્પિયનશીપ ઓફ લિજેન્ડ્સ 2024ની સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. તેની પ્રથમ સેમી ફાઈનલ પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે અને બીજી સેમીફાઈનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નક્કી થઈ ગઈ છે. આ બંને મેચો 12 જુલાઈ (આજે) ભારતીય સમય અનુસાર અનુક્રમે સાંજે 5 વાગ્યે અને રાત્રે 9 વાગ્યે રમાશે.
It's all about bragging rights! India vs Australia in the World Championship of Legends! 🔥
A new semi-final but the same old faces in this fixture! #WCLOnStar | #INDCvAUSC | SEMI FINAL 2 | FRI, 12 JUL, 9 PM | Star Sports Network pic.twitter.com/2Go86VQUw6
— Star Sports (@StarSportsIndia) July 12, 2024
ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર થઈ શકે છે
જો ભારત સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવશે અને પાકિસ્તાનની ટીમ સેમીફાઈનલમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવવામાં સફળ થશે તો અનુભવી ભારત-પાકિસ્તાન ટીમો વચ્ચે હાઈવોલ્ટેજ મેચ જોવા મળી શકે છે. આ બંને ટીમો વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2024ની ફાઇનલમાં એકબીજા સાથે ટક્કર કરતી જોવા મળશે. આ મેચ 13 જુલાઈએ ભારતીય સમય અનુસાર રાત્રે 9.30 કલાકે શરૂ થશે.
ભારત માટે સેમિફાઇનલ જીતવું એટલું સરળ નથી
ભારતે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 5 મેચ રમી છે, જેમાં તેને માત્ર 2માં જ જીત મળી છે. ભારતે વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડને હરાવ્યું હતું જ્યારે તેને પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાથી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત માટે સેમિફાઇનલ જીતવું એટલું સરળ નથી કારણ કે આ જ સિઝનમાં ઓસ્ટ્રેલિયાએ તેને 23 રને હરાવ્યું હતું.
આ રીતે તમે ભારત-ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલ મેચ જોઈ શકો છો
ભારત ચેમ્પિયન અને ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન વચ્ચેની વર્લ્ડ ચેમ્પિયનશીપ ઓફ લિજેન્ડ્સની સેમી ફાઈનલ મેચ ભારતમાં Star Sports 1 અને Star Sports 1 HD ચેનલો પર લાઈવ જોઈ શકાશે.