Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ક્રિકેટ જગતને લાગ્યો મોટો આંચકો, IND vs PAK મેચ બાદ આવ્યા આ ખરાબ સમાચાર

T20 World Cup 2024 ની સૌથી મોટી મેચ 9 જૂન રવિવારના રોજ ભારત અને પાકિસ્તાન (India and Pakistan) વચ્ચે ખૂબ જ રોમાંચક મેચ રમાઈ હતી. બંને ટીમો વચ્ચેની આ મેચ ન્યૂયોર્કના નાસાઉ ક્રિકેટ સ્ટેડિયમ (Nassau Cricket Stadium) માં રમાઈ હતી,...
ક્રિકેટ જગતને લાગ્યો મોટો આંચકો  ind vs pak મેચ બાદ આવ્યા આ ખરાબ સમાચાર

T20 World Cup 2024 ની સૌથી મોટી મેચ 9 જૂન રવિવારના રોજ ભારત અને પાકિસ્તાન (India and Pakistan) વચ્ચે ખૂબ જ રોમાંચક મેચ રમાઈ હતી. બંને ટીમો વચ્ચેની આ મેચ ન્યૂયોર્કના નાસાઉ ક્રિકેટ સ્ટેડિયમ (Nassau Cricket Stadium) માં રમાઈ હતી, જેમાં રોહિત શર્મા (Rohit Sharma) ની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે 6 રનથી મજબૂત વિજય નોંધાવ્યો હતો. આ દરમિયાન ક્રિકેટ જગતને મોટો આંચકો લાગ્યો છે. મુંબઈ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ અમોલ કાલે (Mumbai Cricket Association President Amol Kale) નું નિધન થયું છે. મળતી માહિતી મુજબ, અમોલ કાલે રવિવારે ભારત અને પાકિસ્તાન (India and Pakistan) વચ્ચે T-20 વર્લ્ડ કપ (T20 World Cup) ની મેચ જોવા ન્યૂયોર્ક (New York) ગયા હતા. મેચ જોયા બાદ તે પોતાના સાથીઓ સાથે સ્ટેડિયમની બહાર નીકળી ગયા હતા. ત્યારબાદ તેમને હાર્ટ એટેક (Heart Attack) આવ્યો હતો. તેમની સાથે MCA સેક્રેટરી અજિંક્ય નાઈક અને સર્વોચ્ચ કાઉન્સિલના સભ્ય સૂરજ સામત પણ હતા.

Advertisement

MCA ના અધ્યક્ષ અમોલ કાલેનું હાર્ટ એટેકથી મોત

રવિવારે ભારતીય ટીમે પાકિસ્તાનની ટીમને હરાવી કરોડો લોકોને ખુશ કર્યા હતા. પણ આ મેચ પછી કઇંક એવું બન્યું જેના કારણે ક્રિકેટ જગતને મોટો આંચકો લાગ્યો છે. ભારત અને પાકિસ્તાનની મેચ જોવા અમેરિકા આવેલા મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA)ના અધ્યક્ષ અમોલ કાલેનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. તે સ્ટેડિયમમાં બેસીને આ મેચ જોઈ રહ્યા હતા. મેચ બાદ તેમની તબિયત લથડી હતી અને હાર્ટ એટેકથી તેમનું મૃત્યુ થયું હતું. અમોલ કાલે સંદીપ પાટિલના સ્થાને MCAના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. તેમણે ઓક્ટોબર 2022માં આ જવાબદારી સંભાળી હતી. તેમને મુંબઈ ક્રિકેટ એસોસિએશનમાં અનેક પહેલ માટે ઓળખ મળી. જેમાં આગામી સત્રથી મુંબઈ સિનિયર મેન્સ ટીમના ખેલાડીઓની મેચ ફી બમણી કરવાનો નિર્ણય સામેલ છે. એટલે કે, મુંબઈના ખેલાડીઓને BCCI દ્વારા પુરૂષ ટીમના ખેલાડીઓને આપવામાં આવતી મેચ ફીની બરાબર મેચ ફી મળશે. અમોલ કાલેના આ નિર્ણયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. જણાવી દઇએ કે, અમોલ કાલે દેવેન્દ્ર ફડણવીસના નજીકના ગણાતા હતા. જણાવી દઈએ કે અમોલ MCA અધિકારીઓ સાથે ભારત-પાકિસ્તાન મેચ જોવા માટે ન્યૂયોર્ક પહોંચ્યા હતા. આ શાનદાર મેચ નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી.

Advertisement

મુંબઈ ક્રિકેટનો મહત્વનો ભાગ

નાગપુરના વતની કાલે એક દાયકા કરતાં વધુ સમયથી મુંબઈમાં રહેતા હતા. તેમના કાર્યકાળ દરમિયાન, વાનખેડેએ સેમિ-ફાઇનલ સહિત વર્લ્ડ કપ 2023 મેચોનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. જેમા સેમિ-ફાઈનલ પણ સામેલ હતી. જ્યા ભારતનો સામનો ન્યુઝીલેન્ડ સામે થયો હતો. તેમના નેતૃત્વ હેઠળ સ્થાનિક ક્રિકેટ સર્કિટને પણ મોટી સફળતા મળી, કારણ કે મુંબઈએ તાજેતરમાં સમાપ્ત થયેલી 2023-24 સિઝનમાં રણજી ટ્રોફી જીતી હતી. જણાવી દઇએ કે, મહારાષ્ટ્રમાં વિપક્ષના ઉપનેતા જીતેન્દ્ર આહ્વાડે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. આહ્વાડે X પર લખ્યું કે, મુંબઈ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અમોલ કાલેના નિધનના દુઃખદ સમાચાર સાંભળ્યા. તેઓ એક સારા આયોજક અને ક્રિકેટ પ્રેમી હતા. દુનિયાને અલવિદા કહેવાની આ તમારી ઉંમર નહોતી. આ મારા માટે વ્યક્તિગત નુકસાન છે.

Advertisement

આ પણ વાંચો - IND VS PAK: પાકિસ્તાનની હાર બાદ ધ્રૂસકે-ધ્રૂસકે રડવા લાગ્યો ખેલાડી, જુઓ VIDEO

આ પણ વાંચો - IND VS PAK MATCH: ઇતિહાસનું થયું પુનરાવર્તન, ફરી એકવાર ભારતે પાકિસ્તાને હારનો સ્વાદ ચખાડ્યો

Tags :
Advertisement

.