TEAM INDIA ના હેડ કોચ માટે નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ધોનીના નામની અરજીઓ આવી...
TEAM INDIA HEAD COACH : IPL 2024 નો હવે અંત આવ્યો છે. પરંતુ હવે તરત જ T20 વર્લ્ડ કપની શરૂઆત થશે. આ વિશ્વકપ બાદ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થઈ જશે. રાહુલ દ્રવિડ બાદ ટીમ ઈન્ડિયાના હેડ કોચ માટે BCCI દ્વારા અરજી મંગાવવામાં આવી હતી. આ અરજીઓને લઈને હવે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઘટના એમ છે કે, ટીમ ઈન્ડિયાના હેડ કોચના પદ માટે નરેન્દ્ર મોદી, અમિત શાહથી લઈને સચિન તેંડુલકર અને એમ એસ ધોનીએ પણ આ પદ માટે અરજી કરી છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત..
નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ધોનીના નામની અરજીઓ આવી
KE
રાહુલ દ્રવિડ બાદ ટીમ ઈન્ડિયાના ( TEAM INDIA ) હેડ કોચનું પદ જે ખાલી થવાનું છે તેના સ્થાને BCCI એ મુખ્ય કોચ માટે અરજીઓ મંગાવી હતી. પ્રાપ્ત અહેવાલ અનુસાર, આ અરજીઓમાં નરેન્દ્ર મોદી, અમિત શાહ, સચિન તેંડુલકર, એમએસ ધોનીના નામ પર નકલી અરજીઓ આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ને મુખ્ય કોચના પદ માટે 3,000 થી વધુ અરજદારો મળ્યા છે. અહી નોંધનીય છે કે, ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ માટે 27 મે સુધી અરજી કરી શકાશે. રિપોર્ટ અનુસાર, BCCIને તેંડુલકર, ધોની, હરભજન સિંહ, વીરેન્દ્ર સેહવાગ અને અન્ય પૂર્વ ક્રિકેટરોના નામની અરજી પણ મળી છે.
પહેલા પણ બની છે આ ઘટના
🚨 News 🚨
The Board of Control for Cricket in India (BCCI) invites applications for the position of Head Coach (Senior Men)
Read More 🔽 #TeamIndiahttps://t.co/5GNlQwgWu0 pic.twitter.com/KY0WKXnrsK
— BCCI (@BCCI) May 13, 2024
આવી ફેક અરજીઓ મળવાની ઘટના BCCI સાથે પહેલા પણ બની ચૂકી છે. આ પહેલા પણ જ્યારે મુખ્ય કોચના પદ માટે અરજીઓ મંગાવવામાં આવી હતી, ત્યારે મોટી સંખ્યામાં નકલી અરજીઓ મળી હતી અને તેને ફિલ્ટર કરવામાં BCCIને ઘણો સમય લાગ્યો હતો.હવે આ વખતે પણ આ અરજીઓમાંથી સાચી અરજી કાઢવામાં BCCI ને સમય લાગી શકે એમ છે. નોંધનીય છે કે, વાસ્તવિક યાદી બહાર આવશે ત્યારે હવે આગળની પ્રક્રિયા કરવામાં આવશે.
આ પણ વાંચો : HARDIK PANDYA – NATASA STANKOVIC : છૂટાછેડાની ચર્ચાઓ વચ્ચે હાર્દિક અને નતાશા વિદેશ પ્રવાસે?