Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઓસ્ટ્રેલિયાને હરાવી ટીમ ઈન્ડિયા 27 વર્ષ બાદ ત્રણેય ફોર્મેટમાં બન્યું નંબર 1

ભારતીય ક્રિકેટ ટીમે મોહાલીમાં ત્રણ મેચની શ્રેણીની પ્રથમ વનડેમાં ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવીને ઈતિહાસ રચ્યો છે. આ મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા ICC રેન્કિંગમાં ત્રણેય ફોર્મેટમાં નંબર વન ટીમ બની ગઈ છે. જણાવી દઇએ કે, ટીમ ઈન્ડિયા 27 વર્ષ બાદ...
ઓસ્ટ્રેલિયાને હરાવી ટીમ ઈન્ડિયા 27 વર્ષ બાદ ત્રણેય ફોર્મેટમાં બન્યું નંબર 1

ભારતીય ક્રિકેટ ટીમે મોહાલીમાં ત્રણ મેચની શ્રેણીની પ્રથમ વનડેમાં ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવીને ઈતિહાસ રચ્યો છે. આ મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા ICC રેન્કિંગમાં ત્રણેય ફોર્મેટમાં નંબર વન ટીમ બની ગઈ છે. જણાવી દઇએ કે, ટીમ ઈન્ડિયા 27 વર્ષ બાદ ત્રણેય ફોર્મેટમાં નંબર 1 બની ગયું છે.

Advertisement

ભારત વનડે, ટેસ્ટ અને T20 ક્રિકેટમાં બન્યું બાદશાહ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની ODI શ્રેણીની પ્રથમ મેચ આજે મોહાલીમાં રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાને 5 વિકેટે આસાનીથી હરાવ્યું હતું. આ મેચમાં જીત બાદ ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ, વનડે અને T20 આમ ત્રણેય ફોર્મેટમાં પોતાની બાદશાહત બનાવી લીધી છે. એશિયા કપ દરમિયાન ટીમ ઈન્ડિયા પાસે આ માઈલસ્ટોન સુધી પહોંચવાની શાનદાર તક હતી પરંતુ શ્રીલંકા સામે સુપર ફોર રાઉન્ડની મેચમાં મળેલી હારને કારણે તે થઈ શક્યું નહીં. વળી, ઑસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા સામે 2-3ના માર્જિનથી હારી જતાં પાકિસ્તાન વન-ડેમાં નંબર વન ટીમ બની ગયું હતું. એશિયા કપ 2023નો ખિતાબ જીત્યા બાદ ભારતીય ટીમે પાકિસ્તાની ટીમ પાસેથી નંબર વન વનડે ટીમનો તાજ પણ છીનવી લીધો છે.

Advertisement

ટીમ ઈન્ડિયાની સર્વશ્રેષ્ઠ જીત

Advertisement

આ મેચમાં મોહમ્મદ શમીએ પ્રથમ બેટિંગ કરવા આવેલી ઓસ્ટ્રેલિયન ટીમ સામે 5 વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાની ટીમને 276 રન સુધી રોકી દીધી હતી. શમીએ મિચેલ માર્શ (4), સ્ટીવ સ્મિથ (41), માર્કસ સ્ટોઇનિસ (29), મેથ્યુ શોર્ટ (2) અને શોન એબોટ (2)ની વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નરે 52 રન બનાવ્યા હતા. જ્યારે જોશ ઈંગ્લિશ 45 રનની ઈનિંગ રમ્યો હતો. જવાબમાં ટીમ ઈન્ડિયા માટે ઈનિંગની શરૂઆત કરવા આવેલા શુભમન ગિલ (74) અને ઋતુરાજ ગાયકવાડે (71) શાનદાર અડધી સદી ફટકારી હતી. આ સિવાય કેએલ રાહુલે અણનમ 58 રન બનાવ્યા હતા. આ સિવાય સૂર્યકુમાર યાદવે 50 રનની ઇનિંગ રમી હતી.

એક જ સમયે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં નંબર વન બનનાર ભારત બીજા દેશ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો દબદબો જોવા મળી રહ્યો છે. રવિવારે 19 ફેબ્રુઆરીએ ભારતીય ટીમે ઈતિહાસ રચ્યો હતો. ભારતીય ક્રિકેટ ટીમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં નંબર વન ટીમ બની ગઈ છે. ભારતીય ટીમ આ સિદ્ધિ મેળવનારી વિશ્વની બીજી ટીમ છે. થોડા સમય માટે, આ સિદ્ધિ દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમના નામે નોંધાયેલી હતી. T20 અને ટેસ્ટ બાદ હવે વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પણ ભારત ICC રેન્કિંગમાં ટોચ પર પહોંચી ગયું છે. ભારત એવો બીજો દેશ છે જે એક જ સમયે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં નંબર વન છે. ભારતે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ બે ટેસ્ટ મેચ જીતીને આ સિદ્ધિ મેળવી છે. આ શ્રેણી પહેલા ભારત બીજા સ્થાને હતું, પરંતુ હવે પ્રથમ સ્થાને છે.

ત્રણેય ફોર્મેટમાં ભારતના કેટલા રેટિંગ પોઈન્ટ

ICC ODI રેન્કિંગમાં હાલમાં ભારતીય ટીમના ખાતામાં 116 રેટિંગ પોઈન્ટ છે જ્યારે ઓસ્ટ્રેલિયાના ખાતામાં 111 રેટિંગ પોઈન્ટ છે. વળી જો T20I ની વાત કરીએ તો તેમા ટીમ ઈન્ડિયાના 264 રેટિંગ પોઈન્ટ છે જ્યારે તે પછી ઈંગ્લેન્ડ 261 રેટિંગ પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. ટેસ્ટ ક્રિકેટમાં 118 રેટિંગ પોઈન્ટ સાથે પ્રથમ ક્રમે છે. જ્યારે ઓસ્ટ્રેલિયા પણ 118 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. અહીં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા કરતા 1 મેચ ઓછી રમી છે જેના કારણે તે નંબર વન પર છે.

આ પણ વાંચો - IND vs AUS : ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું, ઓપનિંગ જોડીએ કાગારુંઓને ધોઇ નાખ્યા

આ પણ વાંચો - IND vs AUS : ડેવિડ વોર્નરે વનડે ક્રિકેટમાં ફટકારી 100 સિક્સ, જાણો ટોપ 10માં કોણ છે

આ પણ વાંચો - ICC એ જાહેર કર્યું Under-19 World Cup 2024 નું Schedule, જાણો ભારતની પ્રથમ મેચ ક્યારે રમાશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.