Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સૌરવ ગાંગુલીએ કરી નાખી આ મોટી ભવિષ્યવાણી, ભારત સાથે આ ટીમ ટકરાશે સેમી ફાઇનલમાં

વર્લ્ડ કપ 2023 નો રોમાંચ હવે દિવસે દિવસે વધતો જાય છે. ટૂર્નામેન્ટની 39 મેચો બાદ, કઈ ત્રણ ટીમો સેમીફાઈનલ રમશે તેના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે. ચોથી ટીમ તરીકે ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન રેસમાં યથાવત છે. આ દરમિયાન ભારતીય...
સૌરવ ગાંગુલીએ કરી નાખી આ મોટી ભવિષ્યવાણી  ભારત સાથે આ ટીમ ટકરાશે સેમી ફાઇનલમાં

વર્લ્ડ કપ 2023 નો રોમાંચ હવે દિવસે દિવસે વધતો જાય છે. ટૂર્નામેન્ટની 39 મેચો બાદ, કઈ ત્રણ ટીમો સેમીફાઈનલ રમશે તેના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે. ચોથી ટીમ તરીકે ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન રેસમાં યથાવત છે. આ દરમિયાન ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ મોટું નિવેદન આપ્યું છે.

Advertisement

"ભારત-પાકિસ્તાનની મેચ વર્લ્ડ કપની સૌથી મોટી મેચ હશે" - ગાંગુલી 

Advertisement

51 વર્ષીય ભારતીય ક્રિકેટરે વાતચીત દરમિયાન કહ્યું, 'હું આશા રાખું છું કે પાકિસ્તાન વર્લ્ડ કપ 2023 ની સેમિફાઇનલ મેચમાં જગ્યા બનાવશે. કારણ કે ભારત-પાકિસ્તાનની મેચ વર્લ્ડ કપની સૌથી મોટી મેચ હશે. પૂર્વ કેપ્ટને ટીમના વર્તમાન સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની પણ પ્રશંસા કરી છે. તે કહે છે, 'કોહલી મહાન ખેલાડીઓમાંથી એક છે, ઈડન ગાર્ડન્સ ખાતે તેની 49મી સદી ખૂબ જ સારી હતી '

Advertisement

પાકિસ્તાન કેવી રીતે સેમીફાઈનલમાં પહોંચી શકે છે

હવે વાત કરીએ તો પાકિસ્તાન ટીમને સેમિફાઇનલની ટિકિટ કેવી રીતે મળી શકે છે, પહેલી શરત એ છે કે ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમો તેમની આગામી મેચમાં હારે અને પાકિસ્તાને તેની આગામી મેચ જીતવી જોઈએ. ત્યારબાદ તે 10 પોઈન્ટ સાથે સરળતાથી સેમીફાઈનલમાં પ્રવેશ કરશે.

બીજી શરત એ છે કે જો ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમો પોતાની આગામી મેચ જીતે છે તો પાકિસ્તાન ટીમે ઈંગ્લેન્ડ સામે મોટી જીત મેળવવી પડશે. આ જીત એટલી મોટી હોવી જોઈએ કે તે પોઈન્ટ ટેબલમાં ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાનને પાછળ છોડી દે,ત્યાર બાદ તે સેમિફાઇનલમાં પ્રવેશ કરશે.

આ પણ વાંચો -- ભારતની જમીન પર જ બન્યો આ મહારેકોર્ડ, વર્લ્ડ કપ ઈતિહાસમાં પહેલી વખત થયું આવું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.