Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રિષભ પંતે 9 મહિના બાદ રમી ક્રિકેટ મેચ, આગળ આવીને લગાવ્યા લાંબા છક્કા

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર વિકેટ-કીપર બેટ્સમેન રિષભ પંત ડિસેમ્બર 2022ના અંતમાં એક ભયાનક માર્ગ અકસ્માતનો ભોગ બન્યા હતા. જે બાદ તેણે મુંબઈમાં ઘૂંટણની સર્જરી પણ કરાવી હતી. ત્યારથી તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. હવે સ્વસ્થ થયા બાદ તેણે ફરી એકવાર...
રિષભ પંતે 9 મહિના બાદ રમી ક્રિકેટ મેચ  આગળ આવીને લગાવ્યા લાંબા છક્કા

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર વિકેટ-કીપર બેટ્સમેન રિષભ પંત ડિસેમ્બર 2022ના અંતમાં એક ભયાનક માર્ગ અકસ્માતનો ભોગ બન્યા હતા. જે બાદ તેણે મુંબઈમાં ઘૂંટણની સર્જરી પણ કરાવી હતી. ત્યારથી તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. હવે સ્વસ્થ થયા બાદ તેણે ફરી એકવાર પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ખાસ વાત એ છે કે, બુધવારે એક વીડિયો સામે આવ્યો હતો જે 15 ઓગસ્ટ 2023 એટલે કે એક દિવસ પહેલાનો હોવાનું કહેવાય છે. આમાં પંત સ્થાનિક મેચ રમતા જોવા મળી રહ્યો છે જેમાં તેની બેટિંગ ફરી જોવા મળી રહી છે. આ વીડિયોમાં તે આગળ જતા અને શાનદાર શોટ મારતો પણ જોઈ શકાય છે.

Advertisement

કાર અકસ્માત બાદ મેદાનમાં કરી વાપસી

ભારતીય વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત હાલમાં ટીમની બહાર છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં તેનો કાર અકસ્માત થયો હતો, જેના કારણે તેણે ઘણા મહિનાઓ સુધી ક્રિકેટથી દૂર રહેવું પડ્યું હતું. પરંતુ હવે તેની હાલત સુધરી રહી છે અને તેણે ધીમે ધીમે ક્રિકેટ રમવાનું પણ શરૂ કરી દીધું છે. આ દરમિયાન રિષભ પંતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે બેટિંગ કરતો જોવા મળી રહ્યો છે. તેનો આ વીડિયો જોઈને ભારતીય ફેન્સ ખૂબ જ ખુશ છે. જે ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર છે. કાર અકસ્માત બાદ આ પ્રથમ વખત છે જ્યારે તે મેદાન પર બેટિંગ કરવા આવ્યો હતો. JSW vs Vjnr મેચમાં, પંતે બેટિંગ કરી અને મોટા શોટ ફટકાર્યા હતા. તેનો વીડિયો પણ આવી ગયો છે.

Advertisement

ઈંગ્લેન્ડ શ્રેણીમાં ટીમ ઈન્ડિયામાં મળી શકે છે એન્ટ્રી

Advertisement

રિષભ પંત લાંબા સમયથી NCAમાં છે. તે ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે. અગાઉ તેના ઘૂંટણની સર્જરી થઈ હતી. મંગળવારે JSW અને VJNR વચ્ચે ફ્રેન્ડલી મેચ રમાઈ હતી, જેમાં રિષભ પંત પણ બેટિંગ કરવા આવ્યો હતો. પંતનો વીડિયો આવી ગયો છે. જેમાં તમે જોઈ શકો છો કે પંત જ્યારે બેટિંગ કરવા આવે છે ત્યારેબાદ તે મેદાન પર મોટા શોટ મારતો જોવા મળે છે. જે રીતે તે બેટિંગ કરતો જોવા મળ્યો તે જોઇને કહી શકાય છે કે, તે આવતા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી શકે છે. એવા સમાચાર છે કે ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં પંતનું નામ સામેલ થઈ શકે છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ફેબ્રુઆરી 2024થી ટેસ્ટ શ્રેણી શરૂ થશે. પંતને જે રીતે ક્રિકેટ રમતા જોવામાં આવ્યો છે, તેનાથી લાગે છે કે પંતના ઘૂંટણમાં હવે કોઈ સમસ્યા નથી. જો તે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં પુનરાગમન કરે તો નવાઈ નહીં.

રિષભ પંતની કારકિર્દીનો રેકોર્ડ

અકસ્માત બાદ રિષભ પંત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી, આઈપીએલ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જેવી મોટી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. તે ભારતમાં યોજાનાર એશિયા કપ અને વનડે વર્લ્ડ કપ પણ ચૂકી જવાનો છે. આ તેની કારકિર્દી માટે મોટી ખામી હોઈ શકે છે. હાલમાં, પંતે ભારત માટે 33 ટેસ્ટ રમી છે અને 43.67ની સરેરાશથી 2271 રન બનાવ્યા છે, જેમાં પાંચ સદીનો સમાવેશ થાય છે. આ 33 ટેસ્ટ મેચોમાં તેણે ટીમ માટે કેટલીક યાદગાર ઇનિંગ્સ રમી છે. ODI ફોર્મેટમાં તેણે 30 મેચ રમી છે અને 34ની એવરેજથી 965 રન બનાવ્યા છે. આ સિવાય તેણે ભારત માટે 66 T20 ઈન્ટરનેશનલ મેચ પણ રમી છે, જેમાં તેણે 56 ઈનિંગ્સમાં 3 અડધી સદી સાથે 987 રન બનાવ્યા છે.

નોંધનીય છે કે પંતને વર્લ્ડ કપ માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે અને BCCI એ સુનિશ્ચિત કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યું છે કે વિકેટકીપર-બેટ્સમેન તેની ફિટનેસ પાછી મેળવે. જોકે, પંતની તબિયતમાં કેટલો સુધારો થયો છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જણાવી દઈએ કે ગયા વર્ષે 30 ડિસેમ્બરે પંતનો કાર અકસ્માત થયો હતો જેમાં તે ખરાબ રીતે ઘાયલ થયો હતો.

આ પણ વાંચો - ભારત-પાકિસ્તાનની મેચનો રોમાંચ તો જુઓ, અમદાવાદમાં હોટલના રૂમના ભાવ આસમાને પહોંચતા ફેન્સે બુક કરાવ્યા હોસ્પિટલના બેડ

આ પણ વાંચો - શ્રીલંકાના આ ઓલરાઉન્ડરે ટેસ્ટ ક્રિકેટમાંથી અચાનક જ સન્યાસ લેવાની કરી જાહેરાત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.