ODI World Cup 2023 ની ટિકિટોનું વેચાણ શરૂ થતા જ વેબસાઈટ થઇ ક્રેશ
ODI World Cup 2023 ટૂર્નામેન્ટ આ વર્ષના અંતમાં રમાવાની છે. જેને લઇને ક્રિકેટ ફેન્સમાં ઘણી ઉત્સુકતા જોવા મળી રહી છે. ભારત પાસે આ વિશાળ ઈવેન્ટનું આયોજન કરવાની મોટી તક છે. શુક્રવારે ODI વર્લ્ડ કપની ટિકિટનું વેચાણ શરૂ થયું હતું, પરંતુ સત્તાવાર વેબસાઇટ 35 થી 40 મિનિટ સુધી ડાઉન રહેવાને કારણે ક્રિકેટ ચાહકોને ટિકિટ બુક કરવામાં સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.
પહેલા જ દિવસે વેબસાઈટ ક્રેશ
આ વખતે ભારતમાં ODI વર્લ્ડ કપનું આયોજન થવા જઈ રહ્યું છે અને તેની શરૂઆત 5 ઓક્ટોબરથી થશે. ભારત આ મોટી ટૂર્નામેન્ટની યજમાની કરશે. આવી સ્થિતિમાં, જો તમે પણ વર્લ્ડ કપની મેચો જોવા માંગતા હો, તો તમારે મોડું ન કરવું જોઈએ અને તમારી ટિકિટ બુક કરાવવી જોઈએ. કારણ કે ટિકિટોનું વેચાણ શરૂ થઈ ગયું છે. ભારતીય ક્રિકેટ ચાહકો માટે આ એક મોટી ભેટ છે કે આ વખતે ક્રિકેટના મહાકુંભની તમામ મેચો માત્ર ભારતમાં જ યોજાશે. આ માટે દિલ્હી, લખનૌ, ચેન્નઈ, બેંગલુરુ, મુંબઈ, અમદાવાદ, હૈદરાબાદ, ધર્મશાલા, પુણે અને કોલકાતા જેવા ટોચના સ્થળોની પસંદગી કરવામાં આવી છે. ભારતીય ટીમ હૈદરાબાદને છોડીને તમામ 9 સ્થળોએ મેચ રમશે. આવી સ્થિતિમાં ભારતીય ચાહકોમાં ટિકિટ માટે ઉત્સાહ જોવા મળશે. ટૂર્નામેન્ટની ટિકિટોનું વેચાણ શરૂ થઈ ગયું છે. બીજી તરફ, વેબસાઇટ ક્રેશ થવાના સમાચાર પહેલા દિવસે જ શુક્રવારે સામે આવ્યા હતા.
ભારતની મેચોની ટિકિટ ક્યારે મળશે ?
જોકે, તમને અત્યારે ભારતની મેચોની ટિકિટ નહીં મળે. આ માટે 30 ઓગસ્ટ સુધી રાહ જોવી પડશે. તેમજ ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ 3 સપ્ટેમ્બરથી ઉપલબ્ધ થશે. સેમિફાઇનલ અને ફાઇનલની ટિકિટ 15 સપ્ટેમ્બરથી ઉપલબ્ધ થશે. તમને જણાવી દઈએ કે ટૂર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થશે અને પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. ભારતીય ટીમ તેની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં રમશે. તેમજ ફાઈનલ 19 નવેમ્બરે અને તે પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે.
વર્લ્ડ કપ ટિકિટ વેચાણનું સંપૂર્ણ શેડ્યૂલ
- 25 ઓગસ્ટ રાત્રે 8 વાગ્યાથી: બિન-ભારતીય વોર્મ-અપ મેચો અને તમામ બિન-ભારતીય ઇવેન્ટ મેચો
- 30 ઓગસ્ટ રાત્રે 8 વાગ્યાથી: ભારતમાં ગુવાહાટી અને તિરુવનંતપુરમમાં યોજાનારી મેચ માટે ટિકિટનું વેચાણ શરૂ થશે
- 31 ઓગસ્ટના રોજ રાત્રે 8 વાગ્યાથી: ભારતમાં ચેન્નાઈ, દિલ્હી અને પૂણેમાં યોજાનારી મેચ માટે ટિકિટનું વેચાણ શરૂ થશે
- 1 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8 વાગ્યાથી: ભારતમાં ધર્મશાલા, લખનૌ અને મુંબઈમાં યોજાનારી મેચની ટિકિટોનું વેચાણ શરૂ થશે
- 2 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8 વાગ્યાથી: ભારતમાં બેંગલુરુ અને કોલકાતામાં યોજાનારી મેચની ટિકિટોનું વેચાણ શરૂ થશે
- 3 સપ્ટેમ્બર રાત્રે 8 વાગ્યાથી: ભારતની અમદાવાદ મેચની ટિકિટ (IND vs PAK ઓક્ટોબર 14)
- 15 સપ્ટેમ્બર રાત્રે 8 વાગ્યાથી: સેમી-ફાઇનલ અને ફાઇનલ ટિકિટનું વેચાણ શરૂ થશે
ટિકિટ ક્યાં અને કેવી રીતે બુક કરવી
5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી યોજાનાર ક્રિકેટ વર્લ્ડ કપની યજમાની ભારત કરી રહ્યું છે. જેની મેચોની ટિકિટ Bookmyshow પર ઓનલાઈન મળશે. વર્લ્ડ કપ માટેની ટિકિટ સત્તાવાર વેબસાઇટ https://tickets.cricketworldcup.com પર ઉપલબ્ધ છે. આ ટિકિટોનું વેચાણ પ્રેક્ટિસ મેચથી શરૂ થશે. ઉપરાંત, તે મેચોની ટિકિટ ઉપલબ્ધ હશે જેમાં ભારતીય ટીમ ભાગ લઈ રહી નથી.
આ પણ વાંચો - Yuvraj Singh Blessed With Baby Girl: પૂર્વ ક્રિકેટર યુવરાજ બીજીવાર બન્યો પિતા, હેઝલ કીચે દીકરીને જન્મ આપ્યો
આ પણ વાંચો - World Championships : નીરજ ચોપરાએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ફાઈનલમાં એન્ટ્રી, પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.