હવે ICC એ JASPRIT BUMRAH ને આપી આ ખાસ ભેટ, વાંચો અહેવાલ
ભારતની ટીમ વિશ્વવિજેતા બન્યા બાદ સમગ્ર દેશમાં હજી પણ લોકો તેનો ઉત્સવ મનાવી રહ્યા છે. BCCI એ ભારતની વિજેતા ટીમને 125 કરોડ રૂપિયાનું ઈનામ આપ્યું હતું. વધુમાં મહારાષ્ટ્રની સરકાર દ્વારા પણ ભારતની ટીમને 11 કરોડનું ઈનામ આપવામાં આવ્યું હતું. ભારતની ટીમને આ ફાઇનલ મેચમાં સફળતા અપાવવામાં ટીમમાં ઘણા લોકોનું ખૂબ જ મોટું યોગદાન રહ્યું છે. તેમાં જસપ્રિત બૂમરાહને કેવી રીતે ભૂલી શકાય. જસપ્રિતનો દેખાવ સમગ્ર વિશ્વકપમાં ખૂબ જ પ્રભાવશાળી રહ્યો છે. બૂમરાહે ફાઇનલ મેચમાં પણ અગત્યની ઓવર્સ નાખીને મેચ ભારતની તરફેણમાં કરી હતી. હવે બૂમરાહને ICC તરફથી તેના આ શ્રેષ્ઠ દેખાવનું વળતર મળ્યું છે.
જસપ્રીત બુમરાહ - ICC પ્લેયર ઓફ ધ મન્થ
Yet another remarkable achievement for the #T20WorldCup Champion! 🏆@Jaspritbumrah93 is named as the ICC Men's Player of the Month for June 👏👏#TeamIndia pic.twitter.com/ANwByOgKOq
— BCCI (@BCCI) July 9, 2024
જસપ્રીત બુમરાહને ICC દ્વારા વિશેષ સન્માન આપવામાં આવ્યું છે. ICC એ જસપ્રીત બુમરાહને જૂન મહિના માટે પ્લેયર ઓફ ધ મન્થ તરીકે પસંદ કર્યો છે. આ એવાર્ડ માટે રેસમાં રોહિત શર્મા અને રહેમાનુલ્લા ગુરબાઝને આ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા પરંતુ જસપ્રિત બુમરાહે સૌથી વધુ વોટ મેળવીને આ એવોર્ડ જીત્યો હતો. ઉકલ્લેખનીય છે કે જસપ્રિત બૂમરાહએ આખી ટુર્નામેન્ટમાં કુલ 8 મેચ રમી હતી, જેમાં તેણે 4.17ની ઈકોનોમી સાથે 15 વિકેટ ઝડપી હતી. આ પ્રદર્શનના કારણે જસપ્રીત બુમરાહને ટુર્નામેન્ટનો સર્વશ્રેષ્ઠ ખેલાડી પણ પસંદ કરવામાં આવ્યો હતો.
બૂમરાહે જીત્યા બાદ કહ્યું કે..
જસપ્રિત બૂમરાહે આ એવાર્ડ જીત્યા બાદ પોતાની ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે - 'હું જૂન માટે ICC મેન્સ પ્લેયર ઓફ ધ મન્થ પસંદ કરીને ખૂબ જ ખુશ છું. યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝમાં કેટલાક યાદગાર સપ્તાહો પછી આ મારા માટે વિશેષ સન્માનની વાત છે. એક ટીમ તરીકે અમારી પાસે ઉજવણી કરવા માટે ઘણું બધું છે અને હું આ વ્યક્તિગત સન્માન મેળવીને નમ્ર છું. ટૂર્નામેન્ટમાં અમારું સારું પ્રદર્શન અને અંતે ટ્રોફી ઉપાડવી એ અતિ વિશેષ છે. હું આ યાદોને હંમેશા યાદ રાખીશ. હું અમારા કેપ્ટન રોહિત શર્મા અને રહેમાનુલ્લા ગુરબાઝને જૂન મહિનામાં તેમના શાનદાર પ્રદર્શન માટે અભિનંદન આપવા માંગુ છું. અંતે, હું મારા પરિવાર, મારા તમામ સાથી ખેલાડીઓ અને કોચ તેમજ મને મત આપનારા ચાહકોનો આભાર માનું છું'
આ પણ વાંચો : Reliance Foundation ની જ્યોતિ યારાજી Olympics માં 100 મીટર દોડમાં ક્વોલિફાય થનાર પહેલી ભારતીય મહિલા બની