ન તો પત્ની અનુષ્કા શર્મા, ન વામિકા કે ન તો અકાય; પરંતુ આ ખાસ વ્યક્તિની તસવીર છે VIRAT KOHLI ના ફોન વૉલપેપર પર
VIRAT KOHLI ક્રિકેટના મેદાનની બહાર પણ ઘણા જ લોકપ્રિય છે. વિરાટ કોહલીની લાઈફ સ્ટાઇલ, ડાયટ અને પહેરવેશ બધુ જ લોકોમાં ખૂબ ચર્ચાતું હોય છે. વિરાટ જેટલો સારો ખેલાડી છે તેટલો જ સારો પતિ અને પિતા પણ છે. આપણે ક્રિકેટના મેદાનમાં પણ અનેક પ્રસંગોએ આના દાખલા જોયા છે. તાજેતરમાં, જ્યારે ભારતે 'ટી-20 વર્લ્ડ કપ' જીત્યો હતો, ત્યારે વિરાટ વિજય પછી તરત જ મેદાનમાં તેના પરિવાર સાથે ફોન પર વાત કરતો જોવા મળ્યો હતો. આ જોઈને એ સ્પષ્ટ થઈ જાય છે કે VIRAT KOHLI પોતાની પ્રોફેશનલ લાઈફ અને પર્સનલ લાઈફને કેવી રીતે બેલેન્સ રાખે છે. વિરાટ કોહલીના આટલા ફેમેલી મેન હોવા છત્તા પણ તેમના ફોનના વોલપેપર ઉપર ન તો અનુષ્કા, ન તો વામીકા તો કે ના તો પછી અકાયનો ફોટો છે. તેમના ફોનના વોલપેપર ઉપર તેમના પરિવાર કરતા પણ અગત્યના વ્યક્તિએ કોણ છે જેમને વિરાટ કોહલી આટલું મહત્વ આપે છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત
Virat Kohli having wallpaper of Neem Karoli Baba on his phone. 🙌❤️ pic.twitter.com/M96ag5xH3L
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 5, 2024
VIRAT KOHLI ભારતીય ટીમ સાથે 'T20 વર્લ્ડ કપ'ની જીતની ઉજવણી કરીને મુંબઈથી લંડન જવા રવાના થયો હતો. આ દરમિયાન ક્રિકેટર એરપોર્ટ પર જોવા મળ્યો હતો. દરમિયાન, ચાહકોએ તેમનું વૉલપેપર જોયું, જેમાં અનુષ્કા અથવા તેના બાળકો વામિકા કોહલી અને અકાય કોહલી ત્યાં ન હતા. હા, VIRAT KOHLI ના વૉલપેપરની તસવીર તેના પરિવારના કોઈ સભ્યની નહીં પરંતુ કોઈ ખાસ વ્યક્તિની હતી. વિરાટ કોહલીના વોલપેપર ઉપર બીજું કોઈ નહીં પરંતુ નીંમ કરોલી બાબા છે. વિરાટ કોહલી નીંમ કરોલી બાબાને ખૂબ જ માને છે.
VIRAT KOHLI ના વોલપેપરમાં જેમની તસવીર છે, તે નીમ કરોલી બાબા વિશ્વભરમાં ખૂબ જ લોકપ્રિય છે. નીમ કરોલી બાબા હનુમાનજી અને મહારાજ-જીના ભક્ત તરીકે ઓળખાય છે. વિરાટ અને અનુષ્કા બંને નીમ કરોલી બાબાના ભક્ત છે.
આ બંને બાબાના આશ્રમમાં પણ ઘણી વખત જોવા મળ્યા છે. આવી સ્થિતિમાં બાબાજીના વોલપેપર પર નીમ કરોલી બાબાની તસવીરે દરેકનું દિલ જીતી લીધું છે. ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ઘણી વખત નીમ કરોલી બાબાના આશ્રમ કૈંચી ધામ જઈ ચૂક્યા છે.
આ પણ વાંચો : ભારતીય ટીમ ઉપર થયો પૈસાનો વરસાદ, હવે આ રાજ્યએ કરી 11 કરોડના ઈનામની જાહેરાત