Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IPL 2024 પહેલા Mumbai Indians Franchise એ ટીમનો બદલ્યો કેપ્ટન

IPL 2024 ની હરાજી પહેલા, મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝી (Mumbai Indians Franchise) એ તેના સૌથી સફળ કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ને સુકાનીપદેથી હટાવી દીધો હતો. ગુજરાત ટાઇટન્સમાંથી ટ્રેડ થઇને મુંબઈ ઈન્ડિયન્સમાં પાછા ફરેલા ટીમ ઈન્ડિયા (Team India) ના સ્ટાર ઓલરાઉન્ડર...
ipl 2024 પહેલા mumbai indians franchise એ ટીમનો બદલ્યો કેપ્ટન

IPL 2024 ની હરાજી પહેલા, મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝી (Mumbai Indians Franchise) એ તેના સૌથી સફળ કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ને સુકાનીપદેથી હટાવી દીધો હતો. ગુજરાત ટાઇટન્સમાંથી ટ્રેડ થઇને મુંબઈ ઈન્ડિયન્સમાં પાછા ફરેલા ટીમ ઈન્ડિયા (Team India) ના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) ને IPL 2024 માટે કેપ્ટન તરીકે જાહેર કર્યો હતો. જે બાદ MI ના ફેન્સે સોશિયલ મીડિયા પર ટીમ મેનેજમેન્ટની ખૂબ ટીકા કરી હતી. હવે સમાચાર મળી રહ્યા છે કે, મુંબઈ ઈન્ડિન્સ ફ્રેન્ચાઈઝી ટીમનો કેપ્ટન બદલશે.

Advertisement

MI Cape Town ના નવ કેપ્ટનની જાહેરાત

મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝી કેપ્ટનોની અદલાબદલીના કારણે છેલ્લા ઘણા સમયથી સમાચારોમાં છે. IPL 2024 માટે, પ્રથમ મુંબઈ ઈન્ડિયન્સે (Mumbai Indians) રોહિત શર્માની જગ્યા લીધી અને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો. હવે દક્ષિણ આફ્રિકા T20 લીગમાં ફ્રેન્ચાઈઝીએ મુંબઈ ઈન્ડિયન્સ કેપટાઉન (MI Cape Town) ના નવા કેપ્ટનની જાહેરાત કરી છે. MI કેપટાઉનનો પહેલો કેપ્ટન રાશિદ ખાન (Rashid Khan) હાલમાં ઈજાગ્રસ્ત છે અને તેની હાલમાં જ સર્જરી થઈ છે. આવી સ્થિતિમાં રાશિદ ખાન દક્ષિણ આફ્રિકા T20 લીગ (South Africa T20 League) ની નવી સીઝન માટે ઉપલબ્ધ રહેશે નહીં. આ વખતે ઈજાના કારણે અફઘાનિસ્તાનનો સ્ટાર સ્પિન બોલર રાશિદ ખાન બિગ બેશ લીગ પણ રમી શક્યો નથી. ભારત સાથેની T20 સિરીઝ માટે અફઘાનિસ્તાન ટીમમાં રાશિદ ખાનની પણ પસંદગી કરવામાં આવી છે, પરંતુ આ સિરીઝમાં તેના રમવા અંગે સસ્પેન્સ છે.

Advertisement

કિરોન પોલાર્ડ MI કેપટાઉનના નવા કેપ્ટન બન્યા

દક્ષિણ આફ્રિકા T20 લીગની નવી સીઝન માટે, ફ્રેન્ચાઇઝીએ વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડ (Kieron Pollard) ને મુંબઈ ઈન્ડિયન્સ કેપટાઉનના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. અગાઉ, MI ફ્રેન્ચાઇઝીએ કિરોન પોલાર્ડને ILT20 માટે MI અમીરાતનો કેપ્ટન પણ બનાવ્યો હતો. હવે, SA20 અને ILT20ની લગભગ એક સાથે તારીખોને કારણે, વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન નિકોલસ પૂરનને પોલાર્ડની જગ્યાએ ILT20માં MI અમીરાતનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. કિરોન પોલાર્ડ ILT20 ના છેલ્લા તબક્કામાં MI અમીરાતમાં જોડાઈ શકશે કે કેમ તે અંગે હજુ પણ સસ્પેન્સ છે. પોલાર્ડ તાજેતરમાં અબુ ધાબી T10 લીગમાં ન્યૂયોર્ક સ્ટ્રાઈકર્સ (New York Strikers) તરફથી રમી રહ્યો હતો, જ્યાં તેની ટીમ ડેક્કન ગ્લેડીયેટર્સ (Deccan Gladiators) સામે ફાઇનલમાં હારી ગઈ હતી.

MI ફ્રેન્ચાઇઝીએ ત્રણ અલગ-અલગ લીગમાં પોાની ટીમના કેપ્ટન બદલ્યા

મુંબઈ ઈન્ડિયન્સે ત્રણ અલગ-અલગ લીગમાં પોતાની ટીમના કેપ્ટન બદલ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સે IPLમાં હાર્દિક પંડ્યાને ટીમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે. MIએ દક્ષિણ આફ્રિકા T20 લીગમાં કિરોન પોલાર્ડને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે. ફ્રેન્ચાઇઝીએ નિકોલસ પૂરનને ILT20 માટે MI અમીરાતનો કેપ્ટન બનાવ્યો છે.

Advertisement

આ પણ વાંચો - IND vs AFG : ટીમ ઈન્ડિયા નવા વર્ષની શરૂઆત અફઘાનિસ્તાન વિરુદ્ધ T20I શ્રેણીથી કરશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.