IPL 2024 : Dhoni ના બેટ પર આ સ્ટીકરને જોઇ તમે પણ કહેશો કે દોસ્ત હોય તો આવો જ
IPL 2024 : મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) ને કેમ દુનિયાભરના લોકો મહાન ખેલાડી અને એક સારો માણસ માને છે તેનું એક ઉત્તમ ઉદાહરણ તાજેતરમાં જોવા મળ્યું છે. તાજેતરમાં મહેન્દ્ર સિંહ ધોની તેના બેટ પર પ્રાઇમ સ્પોર્ટ્સ સ્ટીકર (Prime Sports Sticker) સાથે પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. પ્રાઇમ સ્પોર્ટ્સ (Prime Sports) ધોની માટે ખાસ છે કારણ કે તેની માલિકી તેના બાળપણના મિત્ર પરમજીત સિંહ (Paramjit Singh) ની છે.
ધોનીએ નિભાવી મિત્રતા
ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ હવે IPL 2024ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દરમિયાન ધોનીના બેટની તસવીર સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. વાસ્તવમાં, ધોનીના બેટની તસવીર વાયરલ થવા પાછળનું કારણ તેના બેટ પર લાગેલું સ્ટીકર છે. બુધવાર, 7 ફેબ્રુઆરીએ, ટીમ ઈન્ડિયા (Team India) ના ભૂતપૂર્વ મહાન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) ની એક તસવીર સોશિયલ મીડિયા (Social Media) પર શેર કરવામાં આવી હતી. આ તસવીરમાં માહી નેટ પર પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. ધોનીની આ તસવીર સામે આવ્યા બાદ ચાહકોના ચહેરા પર ચમક આવી ગઈ છે કારણ કે હવે ધોની ફરી એકવાર IPL રમતો જોવા મળશે. વાસ્તવમાં મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) ના બેટ પર જે દુકાનનું સ્ટીકર છે તે તેના બાળપણના મિત્ર પરમજીત સિંહ (Paramjit Singh) ની છે. પરમજીત સિંહે નાનપણથી જ એમએસ ધોની (MS Dhoni) ને ક્રિકેટ રમવામાં ઘણો સપોર્ટ કર્યો છે. આવી સ્થિતિમાં ધોની પણ પોતાના ખાસ મિત્ર દ્વારા આપવામાં આવેલ સપોર્ટને ક્યારેય ભૂલતો નથી.
PRIME SPORTS striker on Dhoni's bat.
Prime Sports is the name of store owned by Paramjit Singh, a childhood friend MS Dhoni who helped to get Dhoni's first bat sponsorship. ❤️@MSDhoni #MSDhoni #WhistlePodu pic.twitter.com/Sfk8btLYSu
— MSDian™ (@ItzThanesh) February 7, 2024
20 વર્ષ પછી ફરી ધોની લાંબા વાળના લુક સાથે પાછો ફર્યો
વર્ષ 2004-05માં ધોની તેના લાંબા વાળ અને ક્રિકેટ રમવાની અલગ રીતને કારણે ચર્ચામાં આવ્યો હતો. અને હવે 20 વર્ષ પછી તે ફરીથી લાંબા વાળના લુક સાથે પાછો ફર્યો છે. આ સિવાય IPLની 2024 સીઝનમાં ધોની પાસે તેના બેટ માટે નવો સ્પોન્સર હશે. ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલી તસવીરમાં ધોની પ્રાઇમ સ્પોર્ટ્સનું સ્ટીકર ધરાવતા બેટ સાથે શોટ્સ રમતો જોઈ શકાય છે. જણાવી દઈએ કે ધોનીએ માન્ચેસ્ટરમાં ODI વર્લ્ડ કપ 2019 ની પ્રથમ સેમિફાઇનલ દરમિયાન 10 જુલાઈ, 2019 ના રોજ ન્યૂઝીલેન્ડ સામે ભારત માટે તેની છેલ્લી મેચ રમ્યા પછી 15 ઓગસ્ટ, 2020 ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. જોકે, ધોની હજુ પણ ક્રિકેટ રમી રહ્યો છે અને તેણે 2021 અને 2023માં તેની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે IPL નો ખિતાબ જીત્યો છે.
આ પણ વાંચો - IPL 2024 માં રિષભ પંત મેદાનમાં પરત ફરશે ? જાણો રિકી પોન્ટિંગે શું અપડેટ આપી
આ પણ વાંચો - પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં એકવાર ફરી ફેરફાર, જાણો કોને મળી PCB અધ્યક્ષની ખુરશી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ