Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IPL 2024 Final : ત્રીજી વખત KKR બન્યું ચેમ્પિયન, ફાઇનલમાં જીત સાથે બનાવ્યા આ Record

IPL 2024 Final : રવિવારે ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં કોલકતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ (Kolkata Knight Riders and Sunrisers Hyderabad) વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી. જેમા કોલકતાની ટીમે હૈદરાબાદને 8 વિકેટે હરાવી IPL 2024 ટ્રોફી પોતાના નામે કરી છે. IPLમાં...
ipl 2024 final   ત્રીજી વખત kkr બન્યું ચેમ્પિયન  ફાઇનલમાં જીત સાથે બનાવ્યા આ record

IPL 2024 Final : રવિવારે ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં કોલકતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ (Kolkata Knight Riders and Sunrisers Hyderabad) વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી. જેમા કોલકતાની ટીમે હૈદરાબાદને 8 વિકેટે હરાવી IPL 2024 ટ્રોફી પોતાના નામે કરી છે. IPLમાં આ ત્રીજી વખત છે જ્યારે KKR ટીમે IPL ટ્રોફી જીતી છે. આ વખતે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) નું પ્રદર્શન ઘણું શાનદાર રહ્યું હતું. સનરાઇઝર્સ હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 18.3 ઓવરમાં 113 રન બનાવ્યા હતા. જેનો પીછો કરતા KKRએ 10.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને જીત મેળવી હતી. ફાઇનલ (Final) માં આટલી મોટી જીત સાથે KKRએ 5 મોટા રેકોર્ડ (Record) પણ પોતાના નામે કર્યા છે.

Advertisement

IPL ફાઈનલમાં ચેઝ કરતા સૌથી મોટી જીતનો રેકોર્ડ

IPLની 17મી સિઝનનું ટાઇટલ કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમે જીત્યું હતું. વળી આ જીતની સાથે KKR એ IPL ફાઈનલમાં ચેઝ કરતા સૌથી મોટી જીતનો રેકોર્ડ બનાવ્યો હતો. આ સાથે ટીમે IPL પ્લેઓફ/નોકઆઉટમાં સૌથી મોટી જીતનો રેકોર્ડ પણ બનાવ્યો છે. ટીમે 57 બોલ બાકી રહેતા જીતીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

Advertisement

IPL 2024 માં સૌથી ઓછી હારનો રેકોર્ડ

કોલકાતા નાઈટ રાઈડર્સ આ વખતે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. તેણે લીગ તબક્કામાં 14માંથી 9 મેચ જીતી હતી અને માત્ર 3 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. વળી, વરસાદને કારણે 2 મેચ રદ કરવામાં આવી હતી. આ પછી કોલકાતા નાઈટ રાઈડર્સે ક્વોલિફાયર-1 મેચ જીતીને ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવ્યું અને હવે તે SRHને હરાવીને ત્રીજી વખત ચેમ્પિયન બની ગઈ છે. એટલે કે કોલકાતા નાઈટ રાઈડર્સને આ સિઝનમાં કુલ 3 હારનો સામનો કરવો પડ્યો હતો.

વિક્ષેપ વિના ટૂંકી મેચ

રવિવારની ફાઇનલ મેચ માત્ર 29 ઓવર ચાલી હતી. તે અત્યાર સુધીની સૌથી ટૂંકી અને અવિરત IPL પ્લેઓફ/નોકઆઉટ મેચ પણ બની છે. અગાઉની સૌથી ટૂંકી મેચ 2010માં નવી મુંબઈમાં રમાઈ હતી. RCB અને ડેક્કન ચાર્જર્સ વચ્ચે 32.2 ઓવરની મેચ રમાઈ હતી.

Advertisement

KKR ની એકતરફી જીત

ફાઈનલ મેચમાં KKR ટીમ તરફથી શાનદાર બોલિંગ પ્રદર્શન જોવા મળ્યું હતું જેમાં તેણે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમને 18.3 ઓવરમાં 113 રનના સ્કોર પર રોકી દીધી હતી. આ પછી તેણે આ લક્ષ્ય માત્ર 10.3 ઓવરમાં હાંસલ કરી લીધું હતું. KKR માટે લક્ષ્યનો પીછો કરતી વખતે વેંકટેશ અય્યરના બેટમાંથી શાનદાર ઇનિંગ જોવા મળી હતી. તેણે અણનમ અડધી સદી ફટકારી હતી.

KKR ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું

ફાઈનલ મેચમાં મિચેલ સ્ટાર્કની આગેવાની હેઠળની કોલકાતા નાઈટ રાઈડર્સની શાનદાર બોલિંગ સામે સનરાઈઝર્સ હૈદરાબાદનો કોઈ બેટ્સમેન ટકી શક્યો નહોતો. આ મેચમાં પણ તમામ બોલરોએ પોતાની તાકાત બતાવી હતી. મિચેલ સ્ટાર્કે 2, વૈભવ અરોરાએ 1, હર્ષિત રાણાએ 2, સુનીલ નારાયણે 1, આન્દ્રે રસેલે 3 અને વરુણ ચક્રવર્તીએ પણ 1 વિકેટ લીધી હતી. KKRના બોલરો એટલા સચોટ હતા કે SRH ટીમનો કોઈ બેટ્સમેન અડધી સદી પણ ફટકારી શક્યો નહોતો.

આ પણ વાંચો - IPL Final 2024 : ફાઇનલમાં કોલકાતાએ હૈદરાબાદને 8 વિકેટ હરાવી, ટ્રોફી નામે કરી

આ પણ વાંચો - એવું શું થયું કે સોશિયલ મીડિયામાં પાકિસ્તાની ક્રિકેટ ટીમની ઉડવા લાગી મજાક?

Tags :
Advertisement

.