Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Asian Champions Trophy : જાપાનને હરાવીને ફાઈનલમાં પહોંચી ભારતીય હોકી ટીમ

ભારતીય હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે શુક્રવારે ચેન્નઈમાં રમાયેલી સેમીફાઈનલ મેચમાં ભારતે જાપાનને 5-0 થી હરાવીને ભારત તરફથી આકાશદીપ સિંહ, હરમનપ્રીત સિંહ, મનદીપ સિંહ, સુમિત અને સોલ્વમ કાર્થીએ ગોલ કર્યાં. હવે ફાઈનલ મેચમાં ભારતનો સામનો...
asian champions trophy   જાપાનને હરાવીને ફાઈનલમાં પહોંચી ભારતીય હોકી ટીમ

ભારતીય હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે શુક્રવારે ચેન્નઈમાં રમાયેલી સેમીફાઈનલ મેચમાં ભારતે જાપાનને 5-0 થી હરાવીને ભારત તરફથી આકાશદીપ સિંહ, હરમનપ્રીત સિંહ, મનદીપ સિંહ, સુમિત અને સોલ્વમ કાર્થીએ ગોલ કર્યાં. હવે ફાઈનલ મેચમાં ભારતનો સામનો મલેશિયા સામે થવાનો છે. મલેશિયાએ પહેલા સેમીફાઈનલમાં કોરિયાને 6-2 થી પરાજય આપ્યો હતો.

Advertisement

ચોથીવાર ખિતાબ જીતવાનો મોકો

ભારતીય ટીમ જો ફાઈનલમાં મલેશિયા સામે જીત મેળવશે તો ભારત ચોથી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતી લેશે. ભારત હવે ત્રણ ખિતાબ જીતીને પાકિસ્તાન સાથે સંયુક્ત રૂપથી પહેલા સ્થાન પર છે. આ ખિતાબ જીતીને ભારત પાસે પાકિસ્તાનને પછાડવાનો મોકો છે. ભારત-પાકિસ્તાન સિવાય કોરિયા જ એક તકે આ ટૂર્નામેન્ટને જીતી શક્યું હતું.

ભારતીય ખેલાડીઓના દે ધનાધન ગોલ

પહેલા ક્વાર્ટરમાં જાપાને ભારતને જબરદસ્ત ટક્કર આપી અને કોઈ ગોલ કરવા દીધો નહી. તે બાદ ભારતે બીજા ક્વાર્ટરમાં શાનદાર કમબેક કરતા ત્રણ ગોલ કર્યાં. પહેલા આકાશદીપ સિંહે શાનદાર ફીલ્ડ ગોલ કર્યો, બાદમાં કપ્તાન હરમનપ્રિત સિંહે શાનદાર ફોર્મ જાળવી રાખતા પેનલ્ટી કોર્નર પર ગોલ કર્યાં. મનદીપ સિંહે પણ ક્વાર્ટરના આખરી મિનિટમાં ફિલ્ડ ગોલ કરીને ટીમ ઈન્ડિયાને 3-0 થી આગળ કરી દીધુ. સુમિતે ત્રીજા ક્વાર્ટર અને સેલ્વમે ચોથા ક્વાર્ટરમાં સ્કોર કરી ભારતને મોટી જીત અપાવવામાં મદદ કરી.

Advertisement

પોઈન્ટ ટેબલની સ્થિતિ

ઉલ્લેખનિય છે કે, આ ટૂર્નામેન્ટમાં ભારત-પાકિસ્તાન સહિત 6 ટીમોએ ભાગ લીધો તેમાંથી પાકિસ્તાન અને ચીનની ટીમો નોકઆઉટમાં પહોંચી શકી નહી. ગ્રુપ સ્ટેજમાં દરેક ટીમોએ પાંચ-પાંચ મેચો રમી. ભારતીય ટીમ 13 પોઈન્ટ સાથે ટોપ પર રહેતા સેમીફાઈનલમાં પહોંચી. આ દરમિયાન ભારતે પાકિસ્તાનને પણ 4-0થી હરાવ્યું હતું. બીજા ક્રમે મલેશિયા રહી જેના 12 પોઈન્ટ રહ્યાં. જ્યારે કોરિયા, જાપાન અને પાકિસ્તાનના 5-5 પોઈન્ટ હતા. જ્યારે ચીન એક પોઈન્ટ મેળવ્યો હતો.

આ પણ વાંચો : કોહલી અને ખુદ પોતે ટી-20માં ન રમવા પર રોહીત શર્માએ તોડ્યુ મૌન, જાણો શું આપ્યો જવાબ

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.