IND vs PAK Asia Cup 2023 : ભારતીય ટીમે પાકિસ્તાન સામે ટોસ જીત્યો, પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો
એશિયા કપ 2023 ની ત્રીજી મેચમાં ભારત અને પાકિસ્તાનની ટીમો સામસામે છે. આ મેચ કેન્ડીના પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાની કમાન મજબૂત ઓપનર રોહિત શર્મા પાસે છે જ્યારે પાકિસ્તાનની કમાન બાબર આઝમ સંભાળી રહ્યો છે. પાકિસ્તાને એશિયા કપ 2023ની શરૂઆત જીત સાથે કરી છે. તે જ સમયે, ટીમ ઇન્ડિયાની આ પ્રથમ મેચ છે. રોહિત શર્માએ ટોસ જીત્યો, ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન સામે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
India win toss, opt to bat against Pakistan in the Asia Cup 2023 match pic.twitter.com/utgjSymXz6
— ANI (@ANI) September 2, 2023
એશિયા કપ 2023માં, ભારત અને પાકિસ્તાનને નેપાળની સાથે ગ્રુપ Aમાં મૂકવામાં આવ્યા છે. બાબર આઝમની કેપ્ટન્સીમાં પાકિસ્તાને નેપાળને હરાવીને પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરી હતી. ભારતીય ટીમ આજે પોતાની પ્રથમ મેચ રમવા જઈ રહી છે. ભારત સામેની આ શાનદાર મેચ માટે પાકિસ્તાને ગઈકાલે જ પોતાના પ્લેઈંગ 11ની જાહેરાત કરી હતી. બીજી તરફ, ભારતીય ટીમ ટોસ સમયે તેની અગિયારનો ખુલાસો કરશે. વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્મા આ શાનદાર મેચમાં જોરદાર પ્રદર્શન કરવા ઈચ્છશે.
🚨 Toss & Team Update 🚨
Captain @ImRo45 has won the toss & #TeamIndia have elected to bat against Pakistan. #INDvPAK
A look at our Playing XI 🔽
Follow the match ▶️ https://t.co/hPVV0wT83S#AsiaCup2023 pic.twitter.com/onUyEVBwvA
— BCCI (@BCCI) September 2, 2023
પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન, શમી આઉટ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ.
આ પાકિસ્તાનનું પ્લેઇંગ-11 છે
આ પણ વાંચો : Aditya L1 નો ચોથો તબક્કો પણ સફળ, PM મોદી સહિત અનેક નેતાઓએ ISRO ને શુભકામનાઓ પાઠવ્યા