Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IND vs AFG 1st T20 : અફઘાનિસ્તાનની શાનદાર બેટિંગ, ભારતને આપ્યો આ ટાર્ગેટ

IND vs AFG 1st T20 : ટીમ ઈન્ડિયા અફઘાનિસ્તાન સામે 3 મેચની T20 સિરીઝ રમી રહી છે. બંને ટીમ તેમની પ્રથમ મેચ મોહાલીના PCA સ્ટેડિયમમાં રમી રહી છે. આ સિરીઝ 11 થી 17 જાન્યુઆરી દરમિયાન યોજાશે. રોહિત શર્મા (Rohit Sharma)...
ind vs afg 1st t20   અફઘાનિસ્તાનની શાનદાર બેટિંગ  ભારતને આપ્યો આ ટાર્ગેટ

IND vs AFG 1st T20 : ટીમ ઈન્ડિયા અફઘાનિસ્તાન સામે 3 મેચની T20 સિરીઝ રમી રહી છે. બંને ટીમ તેમની પ્રથમ મેચ મોહાલીના PCA સ્ટેડિયમમાં રમી રહી છે. આ સિરીઝ 11 થી 17 જાન્યુઆરી દરમિયાન યોજાશે. રોહિત શર્મા (Rohit Sharma) લગભગ 14 મહિના પછી T20માં કેપ્ટન તરીકે પરત ફર્યો છે. વિરાટ કોહલી (Virat Kohli) અંગત કારણોસર પ્રથમ T20 રમી રહ્યો નથી. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાન (Afghanistan) ની ટીમે 20 ઓવરમાં 158  રન બનાવ્યા છે.

Advertisement

મોહાલીમાં (IND vs AFG 1st T20) મેચમાં અફઘાનિસ્તાને ભારતને 159 રનનો આપ્યો ટાર્ગેટ

ભારત અને અફઘાનિસ્તાન (IND vs AFG) વચ્ચે ત્રણ મેચોની T20 શ્રેણીની પ્રથમ મેચ મોહાલીના IS બિન્દ્રા PCA સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પહેલા બેટિંગ કરતા અફઘાનિસ્તાનની ટીમે 158 રન બનાવી ટીમ ઈન્ડિયાને ઠંડીમાં પરસેવો લાઇ દીધો છે. ટીમ ઈન્ડિયાને મેચ જીતવા માટે 159 રન કરવાની જરૂર છે. T20 વર્લ્ડ કપ 2024 પહેલા ભારતની આ છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી છે. આવી સ્થિતિમાં આ શ્રેણી ભારત માટે પોતાના ખેલાડીઓને ઓળખવા માટે મહત્વપૂર્ણ શ્રેણી છે. અફઘાનિસ્તાન માટે આ શ્રેણી મહત્વપૂર્ણ છે કારણ કે ટીમ ભારત સામે ક્યારેય એક પણ T20 આંતરરાષ્ટ્રીય મેચ જીતી શકી નથી.

Advertisement

આ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા હતા. ભારત તરફથી મોહમ્મદ નબીએ 42 રનની તોફાની ઇનિંગ રમી હતી, જ્યારે મુકેશ કુમાર અને અક્ષર પટેલે બે-બે વિકેટ લીધી હતી.

રોહિત શર્મા શૂન્ય પર આઉટ

Advertisement

ભારતીય કેપ્ટન રોહિત શર્મા ખાતુ ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો છે. રોહિત મિડ-ઓફ જેવો શોટ ફટકારીને રન ચોરી કરવા દોડ્યો પરંતુ નોન-સ્ટ્રાઈક પર ઊભો રહેલો ગિલ પોતાની જગ્યાએથી ખસ્યો નહીં અને તેના કારણે બંને બેટ્સમેન એક જ છેડે પહોંચી ગયા. રોહિત બે બોલ રમીને રનઆઉટ થયો હતો.

બંને ટીમના પ્લેઇંગ ઇલેવન

ભારત (પ્લેઈંગ ઈલેવન): રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, તિલક વર્મા, શિવમ દુબે, જીતેશ શર્મા (વિકેટકીપર), રિંકુ સિંહ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર.

અફઘાનિસ્તાન (પ્લેઇંગ ઇલેવન): રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટમાં), ઇબ્રાહિમ ઝદરાન (કેપ્ટન), રહમત શાહ, અઝમતુલ્લા ઓમરઝાઇ, મોહમ્મદ નબી, નજીબુલ્લાહ ઝદરાન, કરીમ જનાત, ગુલબદ્દીન નાયબ, ફઝલહક ફારૂકી, નવીન-ઉલ-હક, મુજીબ ઉર રહેમાન.

આ પણ વાંચો - India vs Afghanistan, 1st T20I : આજે સીરિઝનો પ્રથમ મુકાબલો, મેચ પહેલા મુખ્ય કોચ રાહુલ દ્રવિડે કહી આ વાત

આ પણ વાંચો - IND vs AFG : ટીમ ઈન્ડિયાને લાગ્યો વિરાટ ઝટકો, કોહલી ટીમમાંથી બહાર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.