Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વર્લ્ડ કપ પહેલા ઈંગ્લેન્ડની ટીમને મોટો ઝટકો, આ ખેલાડીએ અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સન્યાસ

ઓક્ટોબરમાં ક્રિકેટની સૌથી મોટી ટૂર્નામેન્ટ (ODI World Cup 2023) શરૂ થવા જઇ રહી છે, તે પહેલા ઈંગ્લેન્ડની ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર Steven Finn એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લઇ લીધો છે. ફિને લગભગ એક વર્ષ...
વર્લ્ડ કપ પહેલા ઈંગ્લેન્ડની ટીમને મોટો ઝટકો  આ ખેલાડીએ અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સન્યાસ

ઓક્ટોબરમાં ક્રિકેટની સૌથી મોટી ટૂર્નામેન્ટ (ODI World Cup 2023) શરૂ થવા જઇ રહી છે, તે પહેલા ઈંગ્લેન્ડની ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર Steven Finn એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લઇ લીધો છે. ફિને લગભગ એક વર્ષ પહેલા ઘૂંટણની ઈજાને કારણે ક્રિકેટથી દૂર રહેવું પડ્યું હતું. ઈજામાંથી સાજા થવામાં નિષ્ફળ જતાં, ફિને તેની 18 વર્ષની લાંબી કારકિર્દીના અંતની જાહેરાત કરી છે.

Advertisement

18 વર્ષની કારકિર્દીને કહ્યું અલવિદા

ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમને બોલિંગ ડિપાર્ટમેન્ટમાં એક મોટો ઝટકો લાગ્યો છે. તેમનો સ્ટારો બોલર સ્ટીવન ફિને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. 34 વર્ષીય ખેલાડીને ઘૂંટણની ઈજા થઈ હતી અને તે વર્ષ 2023ના મોટા ભાગના સમય માટે મેદાનની બહાર હતો. વળી, તેણે વર્ષ 2017 માં ઈંગ્લેન્ડ માટે તેની છેલ્લી મેચ રમી હતી. હવે તેણે તેની 18 વર્ષની કારકિર્દીને અલવિદા કહી દીધું છે. ફિને એક નિવેદનમાં કહ્યું, 'આજે હું તાત્કાલિક અસરથી ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. હું છેલ્લા 12 મહિનાથી મારા શરીર સાથે લડાઈ લડી રહ્યો છું અને હવે મેં હાર માની લીધી છે. 2005માં મિડલસેક્સ માટે ડેબ્યૂ કર્યા બાદ હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે હું ક્રિકેટ રમું છું. મારી સફર સરળ નથી રહી, પરંતુ તેમ છતાં મને તે ગમે છે.

Advertisement

એશિઝ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું

Advertisement

ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટીવન ફિને તેની ટીમ તરફથી 2010માં બાંગ્લાદેશ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેણે તેની કારકિર્દીની શરૂઆતમાં જ તે કેમ ખાસ છે તે બતાવ્યું હતું. તેણે 2010-11 એશિઝ શ્રેણીમાં ઈંગ્લેન્ડની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને 14 વિકેટો લીધી હતી. આ સિવાય તેણે 2015ની એશિઝ સિરીઝમાં પણ 12 વિકેટ ઝડપી હતી.

સસેક્સ ક્રિકેટનો માન્યો આભાર

સ્ટીવન ફિને કહ્યું કે ઈંગ્લેન્ડ માટે 36 ટેસ્ટ સહિત 125 મેચ રમવી મારા સપનાની બહાર છે. હું છેલ્લા 12 મહિનામાં સસેક્સ ક્રિકેટનો તેમના સમર્થન માટે આભાર માનું છું, ખાસ કરીને છેલ્લી સિઝનની શરૂઆતમાં ક્લબમાં મારું દિલથી સ્વાગત કરવા બદલ. ક્રિકેટ રમવા માટે આ ખરેખર એક સરસ જગ્યા છે અને મને અફસોસ છે કે હું ક્લબમાં જોડાયો ત્યારથી હું વધારે રમ્યો નથી. ફિન મોટાભાગે ઘરેલું ક્રિકેટમાં મિડલસેક્સ માટે ક્રિકેટ રમ્યો હતો, પરંતુ તે વર્ષ 2022માં સસેક્સ ચાલ્યો ગયો હતો. ફિને ફર્સ્ટ ક્લાસ મેચોમાં 570 વિકેટ લીધી છે.

બાંગ્લાદેશ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું

ફિને 2010માં બાંગ્લાદેશ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો ત્યારથી અત્યાર સુધીમાં 36 ટેસ્ટ, 69 ODI અને 21 T20I રમી છે. તેણે 2010-11 મેન્સ એશિઝમાં ઈંગ્લેન્ડની જીતમાં 14 વિકેટ લઈને તેની કારકિર્દીની શરૂઆતમાં જ પોતાનું પરાક્રમ દર્શાવ્યું હતું.

સ્ટીવન ફિનની ક્રિકેટ કારકિર્દી

સ્ટીવન ફિન ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર છે. 4 એપ્રિલ 1989ના રોજ જન્મેલા આ ખેલાડીએ ઈંગ્લેન્ડ માટે 36 ટેસ્ટ મેચમાં 125 વિકેટ ઝડપી છે. તેણે બેટથી 279 રન પણ બનાવ્યા હતા. તેનો હાઈ સ્કોર 56 હતો.

વનડે અને T20માં સ્ટીવન ફિનનો રેકોર્ડ

સ્ટીવન ફિને ઈંગ્લેન્ડ માટે 69 વનડે રમી હતી. આ દરમિયાન તેણે 102 વિકેટ ઝડપી હતી. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 33 રનમાં 5 વિકેટ હતું. ફાસ્ટ બોલર ફિને ઈંગ્લેન્ડ માટે 21 ટી20 મેચમાં 27 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો - યશસ્વી જયસ્વાલ બન્યો સૌથી નાની વયે T20 ઇન્ટરનેશનલ ફોર્મેટમાં અડધી સદી ફટકાનાર ભારતીય ઓપનર

આ પણ વાંચો - World cup 2023 : વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાના ટોપ 3 ખેલાડીઓનું સ્થાન કન્ફર્મ!, 4 અને 5 નંબર પર સસ્પેન્સ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.