Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતીય ટીમના HEAD COACH તરીકે GAUTAM GAMBHIR ના નામની કરાઇ જાહેરાત

હવે આખરે લાંબી રાહ જોયા બાદ ભારતીય ટીમના હેડ કોચના નામની  જાહેરાત કરી દેવામાં આવી છે. પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરની ભારતીય ટીમના હેડ કોચ તરીકે પસંદગી કરવામાં આવી છે. રાહુલ દ્રવિડએ વિશ્વકપ જીત્યા બાદ ભારતના હેડ કોચ તરીકેના પોતાના...
ભારતીય ટીમના head coach તરીકે gautam gambhir ના નામની કરાઇ જાહેરાત

હવે આખરે લાંબી રાહ જોયા બાદ ભારતીય ટીમના હેડ કોચના નામની  જાહેરાત કરી દેવામાં આવી છે. પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરની ભારતીય ટીમના હેડ કોચ તરીકે પસંદગી કરવામાં આવી છે. રાહુલ દ્રવિડએ વિશ્વકપ જીત્યા બાદ ભારતના હેડ કોચ તરીકેના પોતાના કાર્યકાળની સમાપ્તિ બાદ હેડ કોચ તરીકેની પોતાની ફરજમાંથી નિવૃતિ જાહેર કરી હતી. હવે તેમના સ્થાને GAUTAM GAMBHIR ની પસંદગી કરવામાં આવી છે.  BCCI ના સચિવ જય શાહ દ્વારા સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી આ વાતની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

Advertisement

GAUTAM GAMBHIR ભારતીય ક્રિકેટને આગળ લઈ જવા માટે આદર્શ વ્યક્તિ - જય શાહ

BCCI સેક્રેટરી જય શાહે ટ્વિટર પર લખ્યું - હું ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરનું ખુશીથી સ્વાગત કરું છું. આધુનિક સમયમાં ક્રિકેટનો વિકાસ ખૂબ જ ઝડપથી થયો છે. ગૌતમ ગંભીરે આ બદલાતા માહોલને નજીકથી જોયો છે. વિવિધ ભૂમિકાઓમાં સારું પ્રદર્શન કર્યા પછી, મને વિશ્વાસ છે કે ગૌતમ ગંભીર ભારતીય ક્રિકેટને આગળ લઈ જવા માટે આદર્શ વ્યક્તિ છે. ભારતીય ટીમ માટે તેની સ્પષ્ટ દ્રષ્ટિ અને તેનો અનુભવ તેને આ રોમાંચક ભૂમિકા સંભાળવા માટે સંપૂર્ણ રીતે તૈયાર કરે છે. BCCI તેમને આ નવી સફર શરૂ કરવામાં સંપૂર્ણ સમર્થન આપે છે.

Advertisement

IPL 2024 માં KKR ને બનાવી ચૂક્યા છે CHAMPION

ઉલ્લેખનીય છે કે, ગૌતમ ગંભીરનું નામ લાંબા સમયથી ભારતીય ટીમમાં હેડ કોચ બનવા માટે ચર્ચાઇ રહ્યું હતું. ગૌતમ ગંભીર વર્ષ 2024 ની IPL માં KOLKATA KNIGHT RIDERS ટીમના MENTOR હતા અને તેમના જ આ નેતૃત્વ હેઠળ KKR ની યુવા ટીમ ચેમ્પિયન બની હતી. વધુમાં ગૌતમ ગંભીર આ પહેલા LSG ના ટીમના MENTOR હતા, તેમના કાર્યકાળ હેઠળ LSG ની ટીમ પણ સતત બે વર્ષ સુધી PLAY OFF માં પહોંચી હતી. ગૌતમ ગંભીર એક ખેલાડી અને કેપ્ટનના રૂપમાં પણ KKR ની ટીમને વર્ષ 2012 અને વર્ષ 2014 માં CHAMPION બનાવી ચૂક્યા છે.

ટીમ સામે હશે નવા લક્ષ્યો

Advertisement

ગૌતમ ગંભીરના આ નવા કાર્યકાળમાં હવે ભારતીય ટીમ સામે નવા લક્ષ્યો અને નવી મુશ્કેલીઓ હશે. આ વર્ષે WEST INDIES માં ચેમ્પિયન બન્યા બાદ ભારતના 13 વર્ષનો ટ્રોફીનો દુકાળ પૂરો થયો હતો. પરંતુ હવે ગૌતમના કાર્યકાળમાં આગામી સમયમાં ટીમનો દેખાવ સુધરે અને આગમી સમયમાં આવતી ICC ટુર્નામેન્ટમાં ટીમ આગળ આવે તેવો લક્ષ્યાંક હશે. ટીમ ઈન્ડિયાને વર્ષ 2025ની શરૂઆતમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવાનું છે, જો ભારતીય ટીમ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવામાં સફળ રહે છે તો તેની પાસે ટાઈટલ મેચ જીતવાનું લક્ષ્ય પણ હશે જે હશે.

આ પણ વાંચો : હવે ICC એ JASPRIT BUMRAH ને આપી આ ખાસ ભેટ, વાંચો અહેવાલ

Tags :
Advertisement

.