Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાકિસ્તાનના કોચના અવસાનથી લઈ ભારતના બ્લૅક ડે સુધી, આ છે વર્લ્ડ કપના ચર્ચિત કોન્ટ્રોવર્સીયલ મોમેન્ટસ

વિશ્વકપ એ એવી વિશ્વસ્તરીય ટુર્નામેન્ટ છે જેને ખેલાડીઓની પ્રતિભા, ખેલદિલીની ભાવના અને જીતની યાદગાર ક્ષણોની સાથે સાથે ઘણા ચર્ચાસ્પદ વિવાદો માટે પણ યાદ રાખવામાં આવે છે. મેચ ફિક્સિંગથી લઈને વિવાદોથી ભર્યા અમ્પાયરના નિર્ણયો સુધી વિશ્વકપના 13 સંસ્કરણોમાં આ બધુ જ...
પાકિસ્તાનના કોચના અવસાનથી લઈ ભારતના બ્લૅક ડે સુધી  આ છે વર્લ્ડ કપના ચર્ચિત કોન્ટ્રોવર્સીયલ મોમેન્ટસ

વિશ્વકપ એ એવી વિશ્વસ્તરીય ટુર્નામેન્ટ છે જેને ખેલાડીઓની પ્રતિભા, ખેલદિલીની ભાવના અને જીતની યાદગાર ક્ષણોની સાથે સાથે ઘણા ચર્ચાસ્પદ વિવાદો માટે પણ યાદ રાખવામાં આવે છે. મેચ ફિક્સિંગથી લઈને વિવાદોથી ભર્યા અમ્પાયરના નિર્ણયો સુધી વિશ્વકપના 13 સંસ્કરણોમાં આ બધુ જ થઈ ચૂક્યું છે. વર્ષ 2023 નો વિશ્વકપ તેના અંતિમ ચરણમાં પહોંચ્યો છે, ત્યારે આપણે વિશ્વકપના કેટલાક ખૂબ બહુ ચર્ચિત વિવાદિત ક્ષણો વિષે જાણીશું.

Advertisement

જ્યારે વરસાદના કારણે તૂટયું સાઉથ આફ્રિકાનું સપનું 

The silly semi-final | ESPNcricinfo

Advertisement

વર્ષ 1970 માં ICC દ્વારા સાઉથ આફ્રિકાની ટીમને રંગભેદની નીતિના કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બેન કરવામાં આવી હતી. 21 વર્ષ બાદ સાઉથ આફ્રિકાની ટીમે વર્ષ 1991 માં આંતરરાષ્ટ્રીય ક્રિકકેટમાં પોતાનું ધમાકેદાર પુનરાગમન કર્યું હતું. 1992 ના વિશ્વકપના સંસ્કરણમાં તેઓ ખિતાબ જીતવા માટે ફેવરિટ મનાતા હતા. પરંતુ વરસાદે સાઉથ આફ્રિકના જીતના આરમાનો ઉપર પાણી ફેરવ્યું હતું.

Advertisement

વાત એમ છે કે સાઉથ આફ્રિકાએ તેમની  સેમિફાઇનલ ઇંગ્લૈંડના સામે રમી રહ્યું હતું અને તે  ફાઇનલમાં પહોંચવા માટે સુસજ્જ જણાતું હતું પરંતુ, હકીકતમાં તેમ થઈ ન શક્યું. ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતાં સ્કોરબોર્ડ પર 6  વિકેટે 245 રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકા લક્ષ્યનો પીછો કરવા જ્યારે મેદાન ઉપર ઉતર્યું ત્યારે એક સમયે તેઓ સારી સ્થિતિમાં હતા અને લાગતું હતું કે તેઓ મેચ જીતીને ફાઇનલમાં પ્રવેશ કરશે.

આફ્રિકાને 13 બોલમાં 22 રનની જરૂર હતી, એ સમયે લાગતું હતું આફ્રિકા માટે મેચ જીતવાની સંભાવના ખૂબ જ સારી છે પરંતુ ત્યાર બાદ વરસાદ પડ્યો અને મેચની પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ. જે ટીમને 13 બોલમાં 22 રનની જરૂર હતી તેને હવે વરસાદ બાદ 7 બોલમાં 22 રનની જરૂર પડી. પરંતુ, ક્ષણો પછી તે સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે 22 રનનો પીછો માત્ર એક જ બોલમાં એક નિયમ અનુસાર કરવો પડ્યો હતો. આમ આફ્રિકા કમનસીબે વરસાદના કારણે વર્લ્ડ કપની બહાર ફેંકાયું હતું.

ભારતીય ક્રિકેટનો BLACK DAY 

1996 Cricket world cup. We will talk about some unique facts… | by Newslase | Medium

13 માર્ચ 1996 એ  ક્રિકેટના ઇતિહાસમાં એક કાળો અધ્યાય ચિહ્નિત કરે છે અને મોટાભાગના ચાહકો વર્ષો પહેલાં કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં થયેલી હારને ભૂલી શક્યા નથી.

વર્ષ 1996 વિશ્વકપની યજમાની ભારત  અને પાકિસ્તાન  કરી રહ્યું હતું અને દરેકને આશા હતી કે ભારત ઘરઆંગણે મેચ જીતને દેશવાસીઓને વિશ્વકપની ભેટ આપશે. ટુર્નામેન્ટની શરૂઆતમાં, ભારતે બેંગલુરુમાં પાકિસ્તાન સામે વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઈનલ જીતી હતી અને ઈડન ગાર્ડન્સમાં ભારત હવે સેમિફાઈનલમાં શ્રીલંકા સામે રમવા માટે તૈયાર હતું. શ્રીલંકા સામે વિજય માટે ભારત 252 રનનો પીછો કરતા, માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની શાનદાર ઇનિંગના કારણે  98/1 સુધી પહોંચ્યું. પરંતુ સનથ જયસૂર્યાએ સચિનને 65 રને આઉટ કર્યો ત્યાર બાદ ભારતીય બેટિંગ ક્રમની કમર તૂટી ગઈ હતી.

સચિનના આઉટ થાય બાદ ભારતીય બેટિંગ ક્રમ એવો પડી ભાંગ્યો  કે ભારતે માત્ર 22 રનમાં આગલી છ વિકેટ ગુમાવી દીધી હતી. ભારત જે જીતની ખૂબ જ નજીક પહોંચ્યું હતું તે અચાનક જ હારની સામે આવીને ઊભું હતું.  ભારતની હાર જ્યારે નિકટવર્તી બની ત્યારે એકાએક  ભીડ હિંસક બનવા લાગી અને લોકોએ બોટલો સ્ટેડિયમ પર ફેંકવાની શૂરું કરી દીધી હતી. કેટલાક લોકો એ તો પોતાની સીટ પર આગ લગાવી દીધી. ભીડને શાંત કરવાના તમામ પ્રયાસો નિરર્થક ગયા હોવાથી, મેચ રેફરી ક્લાઇવ લોયડના હસ્તક્ષેપ પછી મેચમાં શ્રીલંકાને વિજેતા ઘોષિત કરવામાં આવી હતી.

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખિલાડીને કરાયો વિશ્વકપમાંથી BAN  

I broke down in front of the team

વર્ષ 2003 ના વિશ્વકપ સંસ્કરણમાં ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન બન્યું હતું એ વાત તો જગ જાહેર છે , પરંતુ શું તમને ખબર છે કે તે જ વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયાના એક મહાન ખેલાડી ઉપર બેન મૂકાયો હતો.  દિગ્ગજ શેન વોર્ન 2003 વર્લ્ડ કપમાં ડ્રગ્સ ટેસ્ટમાં પોઝિટિવ સાબિત થયો હતો. વાસ્તવમાં જ્યારે ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સામેની મેચ પહેલા તેનો ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે સાબિત થયું કે તેણે પ્રતિબંધિત દવાઓનું સેવન કર્યું હતું. જોકે, તેણે કોઈ નશીલા પદાર્થનું સેવન કર્યું હોવાનો ઈન્કાર કર્યો હતો. પરંતુ પોઝિટિવ આવ્યા બાદ તેણે ટૂર્નામેન્ટ અધવચ્ચે જ છોડી દેવી પડી હતી.

જ્યારે ચાલુ વિશ્વકપમાં પાકિસ્તાનના કોચનું થયું અવસાન  

Wife sees no conspiracy in Woolmer death - ABC News

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કોચ બોબ વુલ્મરનું 14 વર્ષ પહેલા રહસ્યમય રીતે અવસાન થયું હતું. 18 માર્ચ 2007ના રોજ, વર્લ્ડ કપ દરમિયાન, બોબ વુલ્મર કિંગ્સટનની એક હોટલમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેના રહસ્યમય મૃત્યુથી ક્રિકેટ જગત સહિત સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો હતો. વુલ્મરનું મૃત્યુ કયા સંજોગોમાં થયું તેનું રહસ્ય આજ સુધી ઉકેલાયું નથી. ક્રિકેટ વર્લ્ડ કપ 2007 દરમિયાન બોબ વુલ્મર પાકિસ્તાન ક્રિકેટ ટીમના મુખ્ય કોચ હતા. આ વર્લ્ડ કપ 2007માં પાકિસ્તાનની ટીમ કંઈ ખાસ કરી શકી ન હતી અને તેને પહેલા રાઉન્ડમાં જ બહાર થવું પડ્યું હતું. જેના કારણે કોચ બોબ વુલ્મર સહિત પાકિસ્તાનના ઘણા સિનિયર ખેલાડીઓની આકરી ટીકા થઈ હતી.

વર્લ્ડ કપ 2011 ની ફાઇનલમાં બે વખત ટોસ ઉછાળાયો 

2011 World Cup: फाइनल मैच में क्यों करना पड़ा था 2 बार टॉस, धोनी से हुई थी गलती | ICC Cricket World Cup 2011 Why Coin toss held twice in the final

વર્લ્ડ કપ 2011ની ફાઈનલ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી. શું તમને ખબર છે આ મેચમાં ટોસ એક વખત નહીં પરંતુ બે વખત યોજાયો હતો. આ ઘટના વિષે શ્રીલંકાના ભૂતપૂર્વ કપ્તાન સંગકારાએ કહ્યું હતું  કે  “તે મેચ વખતે ભારે ભીડ હતી, શ્રીલંકામાં આવું ક્યારેય થતું નથી. આવું માત્ર ભારતમાં જ બને છે.  મને યાદ છે કે ટોસ બોલાવ્યા પછી, માહીને ખાતરી ન હતી કે મેં શું કોલ કર્યો હતો." સંગાકારાએ આગળ કહ્યું, "તેણે મને પૂછ્યું, "શું તમે ટેલ્સ બોલ્યા છો?" અને મેં કહ્યું, "ના હું હેડ્સ બોલ્યો"  તેથી જ ત્યાં થોડી મૂંઝવણ થઈ અને પછી માહીએ કહ્યું કે ચાલો બીજી વખત જ ટોસ ઊછાળીએ.આ રીતે વર્લ્ડ કપ 2011ની ફાઈનલ મેચમાં બે ટોસ થયા હતા.

આ પણ વાંચો -- Biography : Dhoni ના એક નિર્ણયે Rohit Sharma ની બદલી નાખી કારકિર્દી, જાણો કેવી રીતે

Tags :
Advertisement

.