Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચેન્નાઈએ 6 વિકેટથી મુંબઈ સામે મેળવ્યો વિજય

PL 2023 ની 49મી મેચ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઈ હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ટક્કર થઈ હતી. ચેન્નાઈના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સ ટીમે...
ચેન્નાઈએ 6 વિકેટથી મુંબઈ સામે મેળવ્યો વિજય

PL 2023 ની 49મી મેચ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઈ હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ટક્કર થઈ હતી. ચેન્નાઈના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સ ટીમે 8 વિકેટના નુક્શાન પર માત્ર 139 રનનો આસાન સ્કોર નોંધાવ્યો હતો. રોહિત શર્મા 16મી વાર આઈપીએલમાં શૂન્ય રન પર વિકેટ ગુમાવી ચુક્યો હતો. જ્યારે નેહલ વઢેરાએ અડધી સદી નોંધાવી હતી. ચેન્નાઈએ આસાનીથી મુંબઈને પોતાના હોમગ્રાઉન્ડ પર હરાવ્યુ હતુ

Advertisement

ચેન્નાઈ હવે પોઈન્ટ્સ ટેબલમાં પ્લેઓફની રેસમાં પોતાનુ સ્થાન વધારે મજબૂત કરી ચુક્યુ છે. જ્યારે મુંબઈ માટે હવે પ્લેઓફની રેસ વધારે મુશ્કેલ બની શકે છે. મુંબઈએ પોતાની 10મી અને ચેન્નાઈએ પોતાની 11મી મેચ શનિવારે રમી હતી. મુંબઈ સામે જીત મેળવવા સાથે જ ચેન્નાઈ હવે લખનૌને પાછળ છોડીને બીજા સ્થાન પર પહોંચ્યુ છે.

Advertisement

પાવરપ્લેમાં ચેન્નાઈની શાનદાર શરૂઆત
ચેન્નાઈએ શાનદાર શરૂઆત કરી હતી. પાવરપ્લેમાં ટીમે 55 રન બનાવ્યા હતા અને માત્ર 1 વિકેટ ગુમાવી હતી. આ દરમિયાન રૂતુરાજ ગાયકવાડ પેવેલિયન પરત ફર્યો હતો. તેને પીયુષ ચાવલાએ આઉટ કર્યો હતો.

Advertisement

પાવરપ્લેમાં મુંબઈના ટૉપ-3 બેટર્સ આઉટ
મુંબઈની શરૂઆત સારી રહી નહોતી. ટીમના ટૉપ-3 બેટર્સ પેવેલિયન પરત ફર્યા હતા. ટીમે 6 ઓવરમાં 34 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્મા ઝીરો પર આઉટ થયો હતો જ્યારે ઓપનર કેમરૂન ગ્રીન 6 અને ઈશાન કિશન 7 રન બનાવીને આઉટ થયો હતો. ચેન્નાઈ તરફથી દીપક ચહરને બે અને તુષાર દેશપાંડેને એક વિકેટ મળી હતી.

આ પણ  વાંચો- વિરાટ કોહલી પાસે IPLમાં ઈતિહાસ રચવાની તક

Tags :
Advertisement

.