Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગોલ્ડન બોય નીરજ ચોપરાનું વધુ એક શાનદાર પ્રદર્શન, ડાયમંડ લીગમાં મેળવ્યો સિલ્વર મેડલ

વિશ્વ ચેમ્પિયન અને ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા Neeraj Chopra શુક્રવારે સવારે Zurich Diamond League માં પોતાનો તે જાદુ જાળવી રાખવામાં સફળ ન રહી શક્યો. નીરજ ચોપરા 85.71 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે બીજા સ્થાને રહ્યો હતો. આ વખતે ચેક રિપબ્લિકના જેકબ વાડલેચે તેનાથી...
ગોલ્ડન બોય નીરજ ચોપરાનું વધુ એક શાનદાર પ્રદર્શન  ડાયમંડ લીગમાં મેળવ્યો સિલ્વર મેડલ

વિશ્વ ચેમ્પિયન અને ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા Neeraj Chopra શુક્રવારે સવારે Zurich Diamond League માં પોતાનો તે જાદુ જાળવી રાખવામાં સફળ ન રહી શક્યો. નીરજ ચોપરા 85.71 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે બીજા સ્થાને રહ્યો હતો. આ વખતે ચેક રિપબ્લિકના જેકબ વાડલેચે તેનાથી માત્ર 15 સેમી દૂર ભાલા ફેંકીને ગોલ્ડ કબજે કર્યો. જેકબે 85.86 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જર્મનીના જુલિયન વેબર 85.04 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે ત્રીજા સ્થાને રહ્યો હતો.

Advertisement

નીરજ ગોલ્ડ જીતવામાં 15 સેમીથી ચૂકી ગયો

Advertisement

નીરજ ચોપરાએ ગુરુવારે ધીમી શરૂઆત કરી અને પ્રથમ પ્રયાસમાં તે માત્ર 80.79 મીટરનું અંતર જ પાર કરી શક્યો. આ પછી, તેના પછીના બે પ્રયાસો ફાઉલ રહ્યા હતા. ચોપરાએ ચોથા પ્રયાસમાં 85.82 મીટરનું અંતર હાંસલ કર્યું હતું. તેણે છેલ્લા પ્રયાસમાં 85.71નું સર્વશ્રેષ્ઠ અંતર હાંસલ કર્યું હતું. ચેક રિપબ્લિકનો વાડલેચે 85.86 મીટરના અંતર સાથે ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યો હતો. જર્મનીના વેબર 85.04 મીટરના થ્રો સાથે ત્રીજા સ્થાને રહ્યો હતો. સિલ્વર મેડલ જીત્યા બાદ નીરજ ચોપરાએ કહ્યું, 'સ્વસ્થ રહેવું મહત્વપૂર્ણ હતું, તેથી મેં વધારે મહેનત કરી ન હોતી. હું માત્ર થોડા સેન્ટિમીટરથી ચૂકી ગયો, હું તે જાણું છું. આપણે રમતમાં પરિણામ સ્વીકારવું પડશે. નીરજે ઈવેન્ટની શરૂઆત 80.79 મીટરના થ્રોથી કરી હતી. લિથુઆનિયાના એડિસ માતુસેવિસિયસે 81.62 મીટરના થ્રો સાથે લીડ મેળવી હતી. બીજા પ્રયાસમાં, ચેક રિપબ્લિકના જેકબ વાડલેચે 83.46 મીટરનો નક્કર થ્રો કર્યો અને એડિસ અને નીરજને એક-એક સ્થાન નીચે સરકાવી દીધા.

Advertisement

ડાયમંડ લીગમાં સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો

નીરજનો બીજો પ્રયાસ ફાઉલ હતો અને તેને ત્રીજા નંબરે છોડી દીધો હતો. ત્યારબાદ જર્મનીના જુલિયન વેબરે 84.75 મીટરનો થ્રો કર્યો હતો. પરિણામ એ આવ્યું કે નીરજ 5માં નંબરે સરકી ગયો. બીજા રાઉન્ડના અંત પછી વેબર ટોચ પર રહ્યો, જ્યારે નીરજ 5માં સ્થાને રહ્યો. નીરજનો ત્રીજો પ્રયાસ પણ ફાઉલ થયો અને તેને પાંચમા સ્થાને છોડી દીધો. ત્રીજા રાઉન્ડના અંતે વેબરે પોતાની લીડ જાળવી રાખી હતી. ચોથા પ્રયાસમાં ચેક રિપબ્લિકના જેકુબે 85.86 મીટરના થ્રો સાથે લીડ મેળવી હતી. નીરજે આ વખતે પણ શ્રેષ્ઠ પ્રયાસ કર્યો અને ચોથા પ્રયાસમાં 85.22 મીટરનું અંતર કાપીને બીજું સ્થાન હાંસલ કર્યું. નીરજનો આ પાંચમો થ્રો ફાઉલ હતો અને આ સ્પર્ધામાં તેનો ત્રીજો ફાઉલ હતો. આ હોવા છતાં, તે ટોપ-2માં રહ્યો, જ્યારે જેકબે પ્રથમ સ્થાન પર પોતાની પકડ જાળવી રાખી. છેલ્લા થ્રોમાં, નીરજ ચોપરા 85.71 મીટરનું અંતર કાપવામાં સફળ રહ્યો, પરંતુ તે થોડા અંતરથી સુવર્ણ ચંદ્રકનો બચાવ કરવાનું ચૂકી ગયો. આ વખતે ડાયમંડ લીગમાં તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.

ગોલ્ડન હેટ્રિક પૂર્ણ ન થઇ, ફાઇનલમાં સ્થાન નિશ્ચિત

જો નીરજ ચોપરાએ Zurichમાં ગોલ્ડ મેડલ જીત્યો હોત તો તે ડાયમંડ લીગમાં ગોલ્ડન હેટ્રિક પુરી કરી શક્યો હોત પરંતુ તેમ થઈ શક્યું નહીં. અગાઉ તેણે ડાયમંડ લીગમાં સતત બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. પરંતુ આ વખતે તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. આ જ વર્ષે નીરજે મે મહિનામાં દોહામાં અને જૂનમાં લુઝેન ડાયમંડ લીગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીરજ ભલે ગોલ્ડ મેડલ જીતી શક્યો ન હતો, પરંતુ તેણે 16 અને 17 સપ્ટેમ્બરના રોજ યુજેનમાં યોજાનારી ડાયમંડ લીગ ફાઇનલમાં પોતાનું સ્થાન બુક કર્યું હતું.

આ પણ વાંચો - World Athletics Championship : ગોલ્ડન બોય Neeraj Chopra એ રચ્યો ઈતિહાસ, સુવર્ણ અક્ષરે લખાયું નામ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.