Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

24 કલાકમાં જ ઝીરોથી હીરો બન્યો ABHISHEK SHARMA, શાનદાર શતક બનાવી બનાવ્યો આ રેકોર્ડ

ભારતની ટીમ વિશ્વકપ જીત્યા બાદ હવે ZIMBABWE ના પ્રવાસે ગઈ છે. ભારતની ટીમ આ પ્રવાસમાં પ્રથમ મુકાબલો ખૂબ જ શરમજનક રીતે હારી હતી. હવે આ બીજા મુકાબલામાં ભારતની ટીમ શાનદાર દેખાવ કરી રહી છે. ભારતની ટીમે પોતાની પ્રથમ ઇનિંગ્સમાં 20...
24 કલાકમાં જ ઝીરોથી હીરો બન્યો abhishek sharma  શાનદાર શતક બનાવી બનાવ્યો આ રેકોર્ડ

ભારતની ટીમ વિશ્વકપ જીત્યા બાદ હવે ZIMBABWE ના પ્રવાસે ગઈ છે. ભારતની ટીમ આ પ્રવાસમાં પ્રથમ મુકાબલો ખૂબ જ શરમજનક રીતે હારી હતી. હવે આ બીજા મુકાબલામાં ભારતની ટીમ શાનદાર દેખાવ કરી રહી છે. ભારતની ટીમે પોતાની પ્રથમ ઇનિંગ્સમાં 20 ઓવરમાં 234 રન બનાવ્યા છે. આ મેચમાં ભારત માટે ABHISHEK SHARMA માત્ર 24 કલાકમાં જ ઝીરોથી હીરો બની ગયો છે. પ્રથમ T20 મેચમાં શૂન્ય પર આઉટ થયેલા બેટ્સમેન ABHISHEK SHARMA એ બીજી મેચમાં ધમાલ મચાવી હતી. તેણે શરૂઆતથી જ શાનદાર બેટિંગ કરી હતી અને માત્ર 46 બોલમાં 7 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકારીને સદી ફટકારી હતી. અભિષેક શર્માએ આ વિસ્ફોટક સદી સાથે ઈતિહાસ રચ્યો હતો.

Advertisement

ABHISHEK SHARMA ની શાનદાર સદી

ZIMBWAWE સામેના બીજા મુકાબલામાં ભારતની ટીમે પ્રથમ બેટિંગ કરી છે. જેમાં ભારતના ઓપનર શુભમન ગિલ અને અભિષેક શર્માએ ઇનિંગની શરૂઆત કરી હતી, જ્યાં તેમની શરૂઆત સારી રહી ન હતી અને ટીમ ઇન્ડિયાએ માત્ર 10 રનના સ્કોર પર શુભમન ગિલના રૂપમાં પોતાની પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. ખરાબ શરૂઆત બાદ યુવા બેટ્સમેન અભિષેક શર્માએ દાવ સંભાળ્યો અને પોતાની બીજી આંતરરાષ્ટ્રીય મેચમાં સદી ફટકારી. તમને જણાવી દઈએ કે આ મેદાન પર તેની છેલ્લી મેચમાં અભિષેક શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું અને તે મેચના બીજા જ દિવસે તેણે જોરદાર સદી ફટકારી હતી.

Advertisement

એક જ સદીમાં બનાવ્યા બે રેકોર્ડ્સ

ABHISHEK SHARMA એ આ મેચમાં શતક મારીને એક નવો કીર્તિમાન પોતાના નામે કર્યો છે. આ શતક ફટકારતાની સાથે જ અભિષેક ભારત માટે સદી ફટકારનાર ચોથો સૌથી યુવા બેટ્સમેન બન્યો છે. તેણે આ સદી 23 વર્ષ 307 દિવસમાં ફટકારી હતી. યશસ્વી જયસ્વાલ સૌથી નાની ઉંમરમાં સદી ફટકારવાના મામલે ટોપ પર છે. તેણે ગત વર્ષે નેપાળ સામે 21 વર્ષ અને 279 દિવસમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. આ સાથે જ તેને બીજો એક રેકોર્ડ પણ પણ પોતાના નામે કર્યો છે. તેને ઇન્ટરનેશનલમાં તેના ડેબ્યૂ પછી, ભારત માટે સૌથી ઓછી ઇનિંગ્સમાં સદી ફટકારવાનો રેકોર્ડ પણ તેના નામે કર્યો છે. આ પહેલા આ રેકોર્ડ દીપક હુડ્ડાના નામે હતો. તેણે T20 ઈન્ટરનેશનલમાં ડેબ્યૂ કર્યા બાદ ત્રીજી ઈનિંગમાં સદી ફટકારી હતી.

Advertisement

આ પણ વાંચો : ROHIT SHARMA ની કપ્તાનીને લઈને મોટા સમાચાર આવ્યા સામે, વાંચો અહેવાલ

Tags :
Advertisement

.