Ram Mandir: રામ મંદિરના ધ્વજ પર હશે આ વૃક્ષ, રામાયણ કાળ સાથે છે સંબંધ
Ram Mandir Flag: રામ મંદિરને લઈને અત્યારે ઘણી નવી વાતો જાણવા મળી રહી છે. અયોધ્યાના રામ મંદિર પર ફરકાવવા માટે ખાસ ધ્વજ બનાવવામાં આવ્યો છે. આ ધ્વજમાં ભગવાન સૂર્યની સાથે એક ખાસ કોવિદાર વૃક્ષનું ચિત્ર રાખવામાં આવ્યું છે. કારણ કે, તે વૃક્ષનો સંબંધ સીધો રામાયણ કાળ સાથે જોયાયેલો છે. ઉલ્લેખનીય છે કે, કોવિદાર વૃક્ષ શ્રીરામના સમયમાં અયોધ્યાનું રાજવૃક્ષ હતું. જેથી સૂર્ય શ્રીરામના વંશનું અને કોવિદાર વૃક્ષ અયોધ્યાના વિશાળ સામ્રાજ્ય, શક્તિ અને સાર્વભૌમત્વનું પ્રતિક છે.
વૃક્ષનો સંબંધ સીધો રામાયણ કાળ સાથે છે
રીવાના હરદુવા ગામમા રહેતા લલિત મિશ્રાને ram Mandir માટે ધ્વજ બનાવવાની જવાબદારી આપવામાં આવી હતી. લલિલ મિશ્રાએ જણાવ્યું કે, કોવિદાર વૃક્ષ શ્રી રામના સમયમાં અયોધ્યાના રામધ્વજમાં અંકિત હતું. એક રીતે તેને અયોધ્યાનું રાજવૃક્ષ કહેવામાં આવતું હતું. જેમ અત્યારે વડના વૃક્ષને ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ માનવામાં આવે છે.
લલિત મિશ્રાએ કર્યું છે ધાર્મિક ગ્રંથોનું અધ્યયન
તમને જણાવી દઈએ કે, લલિત મિશ્રા ઉત્તર પ્રદેશ સંસ્કૃત વિભાગના અયોધ્યા શોધ સંસ્થાન સાથે જોડાયેલા છે. તેની સાથે તેમણે આ સંસ્થાનના ડાયરેક્ટરના નિર્દેશાનુસાર રામચરિતમાનસ સહિત કેટલાય ધાર્મિક ગ્રંથોનું અધ્યયન કર્યું છે. ત્યાર બાદ તથ્યોને ધ્યાનમાં રાખી અને તેનો આધાર રાખીને ધ્વજનું નિર્માણ કરવામાં આવ્યું છે. એનો મતલબ એ થયો કે, આ ધ્વજ બનાવવા માટે સંપૂર્ણ રીતે અભ્યાસ કરવામાં આવ્યો છે.
રામાયણમાં વાલ્મીકિએ તેનો ઉલ્લેખ કર્યો છે
વાલ્મીકિએ રામાયણમાં ધ્વજ સાથે સંકાળાયેલા કેટલીય બાબતોનો ઉલ્લેખ કર્યો છે. રામાયણમાં લખેલા આ કથન મુજબ, જ્યારે ભરત ભગવાન શ્રી રામને અયોધ્યા પાછા ફરવાની વિનંતી કરવા માટે ચિત્રકૂટ ગયો, ત્યારે પોતાના રથ પર ધ્વજમાં કોવિદરનું ઝાડ જોઈને લક્ષ્મણે દૂરથી ઓળખી લીધું કે અયોધ્યાની સેના આવી છે.
આ પણ વાંચો: તમે જાણો છો Ayodhya પર ચૂકાદો આપનાર પાંચ ન્યાયધીશો અત્યારે શું કરે છે?
આયુર્વેદ ગ્રંથમાં પણ તેનો ઉલ્લેખ મળે છે
આ ધ્વજમાં અંકિત એવા કોવિદાર વૃક્ષ વિશે વાત કરતા લલિત મિશ્રાએ જણાવ્યું કે, માન્યતા પ્રમાણે આ વૃક્ષની કહાણી ત્રેતા યુગ સાથે જોડાયેલી છે. જેનો ઉલ્લેખ હરિવંશ પુરાણમાં પણ કરેલો છે. પૌરાણિક માન્યતાઓ એવી પણ આ વૃક્ષને કશ્યપ ઋષિએ બનાવ્યું હતું. આ વૃક્ષ પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે ખુબ જ સારુ માનવામાં આવે છે. એટલું જ નહીં આયુર્વેદમાં એવું પણ લખેલું છે કે, આ વૃક્ષના ઘણા ઔષધિય ગુણ પણ રહેલા છે.