રામ લલ્લાના કપાળ પર ચમકે આ Surya Tilak! દર રામ નવમીએ થશે ચમત્કાર
Surya Tilak: સરકારી સંસ્થા સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના કુશલ વૈજ્ઞાનિકો દ્વાર રામ લલ્લાની મૂર્તિ માટે તિલક તૈયાર કરવામાં આવ્યું છે. આ તિલકને ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યું છે. આ તિલકની ખાસિયત એ છે કે, દર રામનવમી દિવસે બપોરે સૂર્યની કારણો રામ લલ્લાની મૂર્તિ પર પડશે. જેના કારણ રામ લલ્લાની મૂર્તિ દિવ્ય સ્વરૂપે દેખાશે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે, રામનવમીના દિવસે અચૂક રીતે સૂર્ચના કિરણો રામ લલ્લાની મૂર્તિ પર પડશે. જેથી મૂર્તિ દિવ્ય દેખાશે અને મંદિરના ગર્ભગૃહમાં પણ તેનો દિવ્યપ્રકાશ જોઈ શકાશે. એટલા માટે જ તેને Surya Tilak કહેવામાં આવે છે.
આ રીતે તૈયાર કરવામાં આવ્યું સૂર્ય તિલક
સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ રૂડકીના નિર્દેશક ડો.પ્રદિર કુમાર રામંચરલાએ જણાવ્યું કે, મંદિર સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે ત્યારે સૂર્ય તિલક તંત્ર પૂર્ણ રીતે શરૂ થઈ જશે. તેમના જણાવ્યા પ્રમાણે તેને સૂર્ય તિલક તંત્ર કહેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, તેને સારી રીતે બનાવવાનું કામ વૈજ્ઞાનિકો માટે પડકારરૂપ હતું. CBRI એ ભારતની સર્વોચ્ચ સંસ્થા છે, જે વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (CSIR) નો પણ એક ભાગ છે. મળતી વિગતો પ્રમાણે અત્યારે આ ફક્ત પ્રથમ માળ સુધીના ઢાંચાને જ તૈયાર કરવામાં આવ્યો છે. ગર્ભ ગૃહ અને ગ્રાઉન્ડ પર લગાવવાના તમામ ઉપકરણો તૈયાર કરી દેવામાં આવ્યા છે.
આટલી મિનિટ સુધી રહેશે સૂર્યના કિરણો
મળતી વિગતો પ્રમાણે CSIR ના વૈજ્ઞાનિકોની એક ટીમ દ્વારા આ સૂર્ય તિલકને ખાસ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે, રામ નવમીના બપોરે 12 વાગ્યાથી 6 મિનિટ સુધી સૂર્યના કિરણો રામ લલ્લાની મૂર્તિ પર રહેશે. આ તિલકને તૈયાર કરવા માટે ગિયરબોક્સ અને પ્રતિબિંબીત મિરર સહિતના લેન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્રીજા માળેથી સૂર્યના કિરણોને સૂર્યના પથના સિદ્ધાંતોની મદદથી ગર્ભ ગૃહમાં લાવવામાં આવશે.
આ પણ વાંચો: શ્રી રામની 'પ્રાણ પ્રતિષ્ઠા' ના દિવસે PM Modi શું કરશે? આ રહી સંપૂર્ણ વિગત
રામ લલ્લાની મૂર્તિના કપાળ થશે અભિષેક
CSIR બેગ્લોરે સૂર્ય પથ પર ટેક્નોલોજીકલ સહાય કરી છે અને બેગ્લોરમાં આવેલી ઓપ્ટિકા લેંસ અને પીતળ ટ્યુબ કંપરનીએ પણ સહાયતા કરી છે. આ તંત્રને ઈન્સ્ટોલેશન ઓપ્ટિકાના એમડી રાજેન્દ્ર કોટારિયા દ્વારા કરવામાં આવ્યું છે. રામ મંદિરની ડિઝાઇનમાં મદદ કરનાર CBRI વૈજ્ઞાનિક ડૉ. પ્રદીપ ચૌહાણનું કહેવું છે કે, 100 ટકા સૂર્ય તિલક દ્વારા રામ લલ્લાની મૂર્તિના કપાળ અભિષેક કરવામાં આવશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ