Ramcharitmanas: પ્રતિષ્ઠા પહેલા રામચરિતમાનસની માંગ વધી, ગીતા પ્રેસનો તૂટ્યો રેકોર્ડ
રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસો નજીક આવી રહ્યા છે. અત્યારે પ્રતિષ્ઠાને લઈ ભારત સહિત વિશ્વભરમાં ભારે તૈયારીઓ ચાલી રહી છે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ગીતા પ્રેસ ગોરખપુરનો 50 વર્ષનો રેકોર્ડ તુટી ગયો છે. છેલ્લા 50 વર્ષમાં પહેલી વખત શ્રીરામચરિતમાનસની નકલોની અછત સર્જાઈ છે. ગીતા પ્રેસને પણ અત્યારે ઓર્ડર પૂરા કરવામાં ભારે મુશ્કેલીઓ આવી રહી છે. વાસ્તવમાં અત્યારે Shri Ramcharitmanas, હનુમાન ચાલિસા અને શ્રીમદ્ ભગવત ગીતાની દેશમાં ભારે માંગ થઈ છે. હવે આની વધતી માંગને પહોચી વળવા માટે ગીતા પ્રેસ પણ અસમર્થ થઈ ગયું છે. કારણ કે, માંગમાં આવલો વધારો છેલ્લા 50 વર્ષમાં પહેલી વાર સર્જાયો છે.
ગુજરાત સરકારે આપ્યો 50 લાખ નકલોનો ઓર્ડર
દેશમાં અત્યારે Shri Ramcharitmanas પુસ્તકની માંગ અત્યારે એટલી વધી ગઈ છે કે, ગીતા પ્રેસ પાસે સ્ટોક ખતમ થઈ ગયો છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે વાત કરીએ તો, ગુજરાત સરકારે શ્રીમદ્ ભગવત ગીતાની 50 લાક નકલોની માંગ કરી છે. આ સાથે 50 વર્ષ પહેલા પણ એક વખત એવું થયું કે, યુપીમાં ગોરખપુરમાં ગીતા પ્રેસને શ્રીરામચરિતમાનસનો ઓર્ડર પુરો કરવામાં તકલીફ થઈ હતી.
શ્રીરામચરિતમાનસનો આખો સ્ટોક થયા ખતમ
મળતી વિગતો પ્રમાણે ગીતા પ્રેસ હાલના સમયમાં શ્રી રામચરિત માનસ સહિત ધાર્મિક પુસ્તકોની વધેલી માંગને પહોંચી વળવા સક્ષમ નથી. ગીતા પ્રેસના એક ટ્રસ્ટીએ જણાવ્યું કે, દેશના કેટલાય રાજ્યોમાં મોટા પ્રમાણ પુસ્તકોની થઈ રહી છે. તેમણે વધુમાં કહ્યું કે, શ્રીરામચરિતમાનસનો આખો સ્ટોક ખતમ થઈ ગયો છે. કહ્યું કે, ‘વધુમાં વધુ પુસ્તકો પ્રકાશિત કરવામાં આવે તે માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ.’
VIDEO | For the first time in 50 years, Gita Press in UP's Gorakhpur is facing shortage of Ramcharitmanas in its stock amid rise in demand ahead of the Ram Mandir Pran Pratishtha ceremony in Ayodhya on January 22. pic.twitter.com/twZYGgU05c
— Press Trust of India (@PTI_News) January 12, 2024
આ પણ વાંચો: પ્રાણ પ્રતિષ્ઠામાં આવનાર મહેમાનોને આ ભેટ આપવામાં આવશે
અનેલ લોકોને અપાયું છે આમંત્રણ
ઉલ્લેખનીય છે કે, અયોધ્યામાં 22 જાન્યુઆપીએ રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. પ્રધાનમંત્રી સહિત દેશ-વિદેશના એક લોકોને આ સમારોહ માટે આમંત્રીત કરવામાં આવ્યા છે. દેશની પ્રતિષ્ઠિત વ્યક્તિઓને પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ