Ayodhya Mandir: પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે કેવા વસ્ત્રો પહેરશે શ્રી રામ? આ રહીં વિગતો...
Ayodhya Mandir: અયોધ્યામાં રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ થવાની છે. આ સમારોહ પહેલા રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્ર દાસને નવા કપડા અને ધ્વજ આપવામાં આવ્યો છે. નોંધનીય છે કે, પ્રાણ પ્રતિષ્ઠા પછી રામ લલ્લાના નવા કપડાં પહેરાવામાં આવશે.
વસ્ત્રે મુખ્ય પુજારીને સમર્પિત કરાયા
મીડિયા રિપોર્ટ પ્રમાણે આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું કે આ વસ્ત્રો તે દિવસ માટે છે જ્યારે પ્રભુ શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા બાદ મુખ્ય ગર્ભગૃહમાં વિરાજમાન થશે. આ વસ્ત્ર રામ દળ અયોધ્યાના અધ્યક્ષ કલ્કિ રામ દાસ મહારાજે સમર્પિત કર્યા છે. તેમણે એક ધ્વજ પણ આપ્યો છે જેને ત્યાં સ્થાપિત કરવામાં આવશે. આ વસ્ત્રો શ્રી રામ લલ્લા માટે છે. જેમની 23 ડિસેમ્બર 1949થી અહીં પૂજા કરવામાં આવી રહી છે.
રામ લલ્લાને સમર્પિત કરાઈ આ ભેટ
ઉલ્લેખનીય છે કે, 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે જેને લઈને અનેક ભક્તો મંદિરના કોઈકને કોઈક પ્રકારની ભેટ આપી રહ્યા છે. ત્યારે આ સમારોહ પહેલા બાંકે બિહારી મંદિરના ભક્તો દ્વારા શ્રી રામને સમર્પિત કરવા માટે રામ લલ્લાના મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્ર દાસને એક ચાંદીને શંખ, એક બાસુરી અને કેટલાય આભૂષણો આપ્યા છે.
આ પણ વાંચો: આ માસૂમ બાળકના સપનામાં ભગવાન શ્રી રામ દેખાયા! પછી કર્યું ચોંકાવનારું કામ…
સમય સાથે મૂર્તિનું આયુષ્ય પણ વધતું જશે
નોંધનીય છે કે, અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, તો તેમાં જે ભગવાન શ્રી રામની મૂર્તિ છે તે 51 ઇંચ લાંબી છે, તેનો વજન 1.5 ટન છે. આ મૂર્તિની 16 જાન્યુઆરીથી પૂજા શરૂ કરી દેવામાં આવશે અને 18 જાન્યુઆરીએ તેને ગર્ભગૃહમાં સ્થાપીત કરવામાં આવશે. મળતી વિગતો પ્રમાણે આ રામની આ મૂર્તિમાં લોખંડનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. કારણ કે, લોખંડની મૂર્તિ કમજોર થઈ જતી હોય છે. ખાસ વાત એ છે કે, જેમ જેમ આ મૂર્તિની ઉંમર વધશે તેમ જમીન નીચે એક મજબૂત થડક બની જશે. જેથી તેની મજબૂતાઈમાં વધારે થશે અને વર્ષો સુધી મૂર્તિને કઈ પણ નહીં થાય.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ