Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ayodhya: કેવી રીતે જશો અયોધ્યા? કેવી છે ત્યાંની વ્યવસ્થા? જાણો સંપૂર્ણ વિગત

Ayodhya: અયોધ્યા રામ મંદિરની કાલે ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. ત્યારે મંદિરના દર્શન કરવા માટે અત્યારે ઘણા લોકો Ayodhya જવાનું વિચારી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે, અયોધ્યા કેવી રીતે જવાશું? રેલ્વે સ્ટેશન અને એરપોર્ટથી કેટલું થાય છે...
ayodhya  કેવી રીતે જશો અયોધ્યા  કેવી છે ત્યાંની વ્યવસ્થા  જાણો સંપૂર્ણ વિગત
Advertisement

Ayodhya: અયોધ્યા રામ મંદિરની કાલે ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. ત્યારે મંદિરના દર્શન કરવા માટે અત્યારે ઘણા લોકો Ayodhya જવાનું વિચારી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે, અયોધ્યા કેવી રીતે જવાશું? રેલ્વે સ્ટેશન અને એરપોર્ટથી કેટલું થાય છે રામ મંદિર? ચાલો તો આ તમામ વિગતો વિશે તમને જણાવીએ...

Advertisement

રેલ્વે સ્ટેશનથી કેટલું દૂર છે રામ મંદિર?

જો તમે ટ્રેનથી અયોધ્યા જઈ રહ્યા છે તો જાણો લો કે, અયોધ્યા રેલ્વે સ્ટેશનથી રામ મંદિર માત્ર પાંચ કિલોમીટરની દૂરીએ આવેલું છે. અહીં પહોંચવા માટે તમને વાહન પણ મળી રહેશે. આ સિવાય વાત કરીએ તો, લખનઉ અને દિલ્હી જેવા પ્રમુખ શહેરોથી બસ સેવા સીધી રામ મંદિર અયોધ્યા સુધી શરૂ કરવામાં આવી છે.

Advertisement

એરપોર્ટથી કઈ રીતે જવું પ્રભુ શ્રીરામના મંદિરે?

ઉલ્લેખનીય છે કે, અયોધ્યામાં મર્યાદા પુરૂષોત્તમ શ્રીરામ એરપોર્ટ બનાવવામાં આવ્યું છે. રામ મંદિર અને એરપોર્ટ વચ્ચે માત્ર 10 કિલોમીટરનું જ અંતર છે. ઈન્ડિગો દ્વારા આ સેવા શરૂ કરવામાં આવી ચૂકી છે. અત્યારે માત્ર દિલ્હી અને અમદાવાદથી અયોધ્યા માટે જ ફ્લાઇટ મળશે. પરંતુ હા તમે લખનઉ, ગોરખપુર અને વારાણસી સુધી હવાઈ માર્ગે આવીને પછી ત્યાથી ટ્રેન કે બસ દ્વારા અયોધ્યા પહોંચી શકો છો.

Advertisement

કેવી રીતે કરશો રામ મંદિરના દર્શન?

તમને જણાવી દઈએ કે, મંદરિમાં રામ લલ્લાના દર્શન 30 ફૂટ દૂર રહીંને કરવાના રહેશે. શ્રદ્ધાળુંઓએ પૂર્વ દિશામાંથી દર્શન કરવા માટે પ્રવેશ કરવાનો રહેશે. મુખ્ય દ્વારથી આગળ જતા જ રામ લલ્લાના દર્શન કરી શકાશે. રામલલાના દર્શન કર્યા પછી તે ડાબે વળવાનું રહેશે. ત્યાર બાદ આગળ પીએફસી ભવનથી વસ્તુ કે, સામાન લઈને બહાર નીકળી જવાનું રહેશે. પરંતુ કુબેર ટીલા જવા માટે શ્રદ્ધાળુઓ પાસે પરવાનગી હોવી અનિવાર્ય રહેશે તેના સિવાય કુબેર ટીલામાં પ્રવેશ મળશે નહીં.

પ્રસાદ લેવા માટે શું કરવું?

શ્રદ્ધાળુઓને દર્શનના સ્થાન પર પ્રસાદ નહીં મળી શકે, તેના માટે રામ લલ્લાના દર્શન કર્યા પછી પાછા ફરતી વખતે દર્શન માર્ગ પાસે આવેલા પરકોટાથી મળશે.

આ પણ વાંચો: Ramotsav 2024: પ્રાણ પ્રતિષ્ઠા પહેલા મંગલ ધ્વનિથી ગુંજશે ભવ્ય રામ મંદિર

રામ મંદિર સિવાય આ પ્રમુખ મંદિરોના દર્શન કરી શકાશે

અયોધ્યા રામ મંદિરમાં રામ લલ્લાના દર્શન કર્યા બાદ તમે હનુમાનગઢી મંદિર, નાગેશ્વરનાથ મંદિર, કનક ભવન, રામની પૈડી, ગુપ્તાર ઘાટ અને રામકોટના દર્શન કરવા માટે જઈ શકો છો.હનુમાનગઢી મહાબલી હનુમાનનું વિખ્યાત મંદિર છે જે 10મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. એવી ધાર્મિક માન્યતા પણ છે કે, હનુમાનનો ત્યા વાસ છે અને તે અયોધ્યાની રક્ષા કરે છે.

અયોધ્યામાં ખરીદવા લાયક પ્રસિદ્ધ શું છે?

નોંધનીય છે કે, Ayodhya તીર્થનગરી તો છે પરંતુ તેની સાથે સાથે અયોધ્યામાં લકડા અને સંગેમરમરથી બનેલી ભગવાન રામ, સીતા અને લક્ષ્મણની મૂર્તિઓ પણ ખુબ જ પ્રખ્યાત છે, અને લોકો તેના ખુબ જ ખરીદી પણ કરતા હોય છે. આ સિવાય જો વાત કરવામાં આવે તો, અહીં ધાર્મિક ચિન્હો વાળા ટી-સર્ટ, ચાવીઓની ચેન અને રામ મંદિરના પોસ્ટરો પણ મળે છે.

Tags :
Advertisement

Trending News

.

×