Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અંબાજી મંદિરના ચાચર ચોકમાં નવરાત્રીની ભવ્ય ઉજવણી થશે, પ્રથમ દિવસે પાયલ વખારીયા ગરબા પ્રસ્તુત કરશે

અહેવાલઃ શકિતસિંહ રાજપુત,અંબાજી શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.બે દીવસ બાદ આસો નવરાત્રી પર્વ શરૂ થઈ રહ્યો છે ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે પણ પ્રથમ દિવસે સુંદર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે....
અંબાજી મંદિરના ચાચર ચોકમાં નવરાત્રીની ભવ્ય ઉજવણી થશે  પ્રથમ દિવસે પાયલ વખારીયા ગરબા પ્રસ્તુત કરશે

અહેવાલઃ શકિતસિંહ રાજપુત,અંબાજી

Advertisement

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.બે દીવસ બાદ આસો નવરાત્રી પર્વ શરૂ થઈ રહ્યો છે ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે પણ પ્રથમ દિવસે સુંદર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. અંબાજી મંદિર ખાતે નવ યુવક પ્રગતી મંડળ દ્વારા પણ 9 દિવસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.

કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર અને જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બનાસકાંઠા દ્વારા નવરાત્રિ શક્તિ પર્વ પ્રસંગે અંબાજીમાં એક દિવસીય નવરાત્રિ ઉત્સવની ભવ્યથી ભવ્ય ઉજવણી આગામી તારીખ: ૧૫/૧૦/૨૦૨૩ ના રોજ આયોજિત કરાઇ છે... જેમાં સુપ્રસિધ્ધ કલાકાર પાયલ વખારીયા (ટીમ સાથે) અને શ્રી કમલેશ બારોટ દ્વારા શ્રી અંબાજી મંદિર પરીસર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ રાસ- ગરબા પ્રસ્તુત કરવામાં આવશે આ સુપ્રસિધ્ધ કલાકારો પોતાના સ્વરોથી માતાજીની આરાધના કરશે. તેથી માઈભકતોએ આ રાસ- ગરબાનો બહોળી સંખ્યામાં લાભ લેવા બનાસકાંઠા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીએ અખબારી યાદીમાં જણાવ્યુ છે.

Advertisement

Tags :
Advertisement

.