શું ચંદ્ર પર જમીન ખરીદી શકાય, કેવી રીતે થાય છે રજીસ્ટ્રી? શું છે અંતરિક્ષનો કાયદો? જાણો
ચંદ્રયાન-3 (Chandrayaan-3) સફળતાપૂર્વ લોન્ચ થઈ ગયું છે અને હવે તે 23 ઓગસ્ટ 2023 ના રોજ ચંદ્રની (Moon) સપાટી પર પહોંચવાની આશા છે. વિશ્વના દેશો અંતરીક્ષ ચંદ્ર તરફ ઉડાન ભરી રહ્યાં છે ત્યારે તે સવાલ ચોક્કસથી થાય કે ચંદ્રના માલિક કોણ? (Who owns the moon?) શું ચંદ્ર પર જમીન ખરીદી શકાય છે (How to buy land on the moon) અને જો ખરીદી શકાતી હોય તો તેનું રજીસ્ટ્રેશન કેવી રીતે થાય છે. આ બધા જ સવાલોના જવાબ જાણીશું આ અહેવાલમાં...
અંતરિક્ષમાંથી સુરજ અને ચંદ્ર જ છે જે પૃથ્વી પરથી સ્પષ્ટ દેખાય છે. ચંદ્ર પર અમેરીકા (USA) અને ચીનના (China) ધ્વજ લાગેલા છે પણ શું માત્ર ધ્વજ લગાવવાથી ચંદ્ર તેમનો થઈ ગયો? આ વિશે જો બંને દેશોના અધિકારીઓ સાથે વાત કરવામાં આવે તો તેઓ કહેશે કે તેનાથી કોઈ પણ પ્રકારની સંપત્તિનો દાવો થાય નહી. હવે સવાલ એ છે કે જો ચંદ્ર પર ધ્વજ લગાવવાથી સંપત્તિનો દાવો થઈ શકે નહી તો પછી કેવી રીતે દાવો થશે? આવો જાણીએ અંતરિક્ષ સાથે જોડાયેલા નિયમો જાણીએ.
પ્રથમ અંતરિક્ષ કાનુન
ઓક્ટોબર 1957 માં સોવિયત સંઘે (The Soviet Union) દુનિયાનું પહેલું સેટેલાઈટ સ્પુતનિ-1 (Sputani-1) લોન્ચ કર્યું હતું. આ સાથે જ સ્પેસમાં સંભાવનાનો એક નવો અધ્યાય સામે આવ્યો હતો જેમાં કેટલીક સંભાવનાઓ તો વૈજ્ઞાનિક હતી પણ કેટલીક કાયદાકિય સંભાવનાઓ પણ હતી. તેનાથી લગભગ એક દાયકા બાદ જ આંતરરાષ્ટ્રીય સમુદાયે બાહ્ય અંતરિક્ષ સંધિનો ડ્રાફ્ટ તૈયાર કર્યો. આ સ્પેસ સાથે જોડાયેલો પહેલો કાયદાકિય દસ્તાવેજ હતો. આજે આ સંધી અંતરિક્ષ કાયદાનો પ્રભાવશાળી ભાગ છે તેમ છતાં તેને લાગૂ કરવામાં ખુબ મુશ્કેલીઓ છે. મિસિસિપિ સ્કુલ ઓફ લૉ યૂનિવર્સિટીના અંતરિક્ષ કાયદા તજજ્ઞ મિશેલ હૈનલોનનું કહેવું છે કે આ માત્ર દિશાનિર્દશ અને સિદ્ધાંત છે.
કોઈ દેશ દાવો કરી શકે નહી
મીડિયા રિપોર્ટ અનુસાર હેનલોનનું કહેવું છે કે, આ અંતરિક્ષ સંધિમાં સ્પેસમાં ભૂમિ પર કબ્જો કરવાથી સંબંધિત નિયમોમાં જણાવાયું છે. સંધિના અનુચ્છેદ 2 અનુસાર કોઈ પણ દેશ અંતરિક્ષના કોઈ પણ ભાગ કે ખગોળીય અંશ પર પોતાનો કબ્જો કરી શકે નહી. દુનિયાનો કોઈ પણ દેશ ચંદ્રની સંપ્રભુતાનો દાવો કરી શકે નહી. જોકે જ્યારે ચંદ્ર પર બેઝ બનાવવાની વાત આવે તો આ બાબતો અસ્પષ્ટ થઈ જાય છે. હેનલોનનું કહેવું છે કે કોઈ જગ્યાએ બેઝ બનાવવો એક રીતે તે ક્ષેત્ર પર કબ્જો જ છે.
શું અંતરિક્ષમાં સંપત્તિ બનાવી શકાય?
સંધિના અનુચ્છેદ 3 અનુસાર દરેક લોકો પાસે અંતરિક્ષમાં સંપત્તિ રાખવાનો મૌલિક અધિકારી છે. કોઈ પણ વ્યક્તિ ચંદ્ર પર પોતાનું ઘર બનાવી શકે છે અને તેના પર પોતાનો દાવો પણ કરી શકે છે. અનેક લોકો ચંદ્ર પર કેટલાક હિસ્સાના માલિક હોવાનો દાવો પણ કરે છે. જોકે અનુચ્છેદ 12 આ હેઠળના કોઈ પણ પ્રયાસને નિષ્ફળ કરી શકે છે. તેમાં લખ્યું છે કે, કોઈ અન્ય ખગોળીય અંશ પર કોઈ પણ પ્રકારની સ્થાપના દરેકના ઉપયોગમાં આવવી જોઈએ.
ચંદ્ર કે અન્ય ગ્રહો પર કોનો અધિકાર?
Outer Space Treaty 1967 પ્રમાણે અંતરિક્ષમાં કે ચંદ્ર કે અન્ય ગ્રહો પર કોઈ પણ દેશ કે વ્યક્તિનો અધિકાર નથી. Outer Space Treaty પ્રમાણે ચંદ્ર પર બેશક કોઈ પણ દેશનો ધ્વજ લાગેલો હોય પણ ચંદ્રનો માલિક કોઈ બની શકે નહી. Outer Space Treaty કેટલાક એવા કામો અને નિયમોની લિસ્ટ છે જેમાં લેખિતમાં હસ્તાક્ષર કરીને વર્ષ 2019 સુધી કુલ 109 દેશો જોડાઈ ચુક્યા છે. 23 અન્ય દેશોએ પણ સહી કરી દીધી છે પણ તેને હજુ માન્યતા મળવાની બાકી છે.
ટ્રીટીમાં શુ લખ્યું છે?
Treaty માં લખ્યુ છે કે ચંદ્ર પર કોઈ પણ દેશ વિજ્ઞાન સાથે જોડાયેલું પોતાનું રિસર્ચ કરી શકે છે અને તેનો ઉપયોગ માનવજાતના વિકાસમાં કરી શકે છે પણ તેના પર કબ્જો કરી શકે નહી.
આ પણ વાંચો : આકાશમાં ઉપર તરફ જતું ચંદ્રયાન-3 કેવું લાગે છે ? જુઓ આ અદ્ભૂત વીડિયો…!
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.