Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Andhra ના સુપર સ્ટાર નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણની રશિયન પત્ની કોણ છે ?

Andhra Pradesh: તેલુગુ સિનેમાના સુપરસ્ટાર પવન કલ્યાણ હવે નાયબ મુખ્યમંત્રી તરીકે રાજકારણમાં પોતાની ઇનિંગ રમવા માટે તૈયાર છે. તેમણે બુધવારે આંધ્રપ્રદેશ ( Andhra Pradesh) ના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેલુગુ ફિલ્મ અભિનેતા પવન કલ્યાણને આંધ્રપ્રદેશમાં યોજાયેલી ચૂંટણીમાં શાનદાર...
andhra ના સુપર સ્ટાર નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણની રશિયન પત્ની કોણ છે

Andhra Pradesh: તેલુગુ સિનેમાના સુપરસ્ટાર પવન કલ્યાણ હવે નાયબ મુખ્યમંત્રી તરીકે રાજકારણમાં પોતાની ઇનિંગ રમવા માટે તૈયાર છે. તેમણે બુધવારે આંધ્રપ્રદેશ ( Andhra Pradesh) ના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેલુગુ ફિલ્મ અભિનેતા પવન કલ્યાણને આંધ્રપ્રદેશમાં યોજાયેલી ચૂંટણીમાં શાનદાર જીત મળી છે. જનસેના પાર્ટીના નેતા પવન કલ્યાણના ચાહકો અને પરિવાર તેમની જીતથી ખૂબ જ ખુશ છે. પવન કલ્યાણની ફિલ્મો વિશે તો આપણે જાણીએ છીએ પરંતુ અહીં અમે તેમના અંગત જીવન વિશે વાત કરી રહ્યા છીએ. પવન કલ્યાણનું અંગત જીવન પણ ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું છે. તેમણે ત્રણ વાર લગ્ન કર્યા અને બે વાર છૂટાછેડા લીધા છે.

Advertisement

અન્ના લેઝનેવા પવન કલ્યાણની પત્ની છે

પવન કલ્યાણની ત્રીજી પત્ની અન્ના લેઝનેવા રશિયન મોડલ રહી ચૂકી છે. તેમનો જન્મ 1980માં થયો હતો. તેમણે સાઉથની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. અન્ના લેઝનેવાએ ફિલ્મ તીન મારમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

પવન કલ્યાણે 2013માં અન્ના સાથે લગ્ન કર્યા હતા

પવન અને અન્નાએ ફિલ્મ તીન મારમાં સાથે કામ કર્યું હતું. આ સમય દરમિયાન બંને પ્રેમમાં પડ્યા અને પછી તેઓ સાથે રહેવા લાગ્યા. આ પછી પવન અને અન્નાએ 2013માં લગ્ન કર્યા હતા. પવન કલ્યાણની ત્રીજી પત્ની અન્ના લેઝનેવા રશિયન મોડલ અને અભિનેત્રી છે. બંનેની મુલાકાત 2011માં થઈ હતી જ્યારે બંને ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા, આ મુલાકાત મિત્રતામાં બદલાઈ ગઈ હતી. બે વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ પાર્ટનર બનવાનો નિર્ણય કર્યો અને પછી 30 સપ્ટેમ્બર 2013ના રોજ લગ્ન કરી લીધા. વર્ષ 2017માં પવન કલ્યાણના ઘરે એક પુત્રનો જન્મ થયો, જેનું નામ માર્ક શંકર પવનોવિચ છે. લેઝનેવાના પ્રથમ લગ્ન અસફળ હતા; અન્ના આ લગ્નથી પહેલેથી જ એક પુત્રીની માતા હતી. પવને અન્ના તેમજ તેની પુત્રીને દત્તક લીધી અને તેણીને તેના ત્રણ બાળકો સાથે પોતાની પુત્રીની જેમ ઉછેર્યા.

Advertisement

અફવા પણ આવી હતી

ગયા વર્ષે, અફવાઓ સામે આવી હતી કે અન્ના અને પવન વચ્ચે સારા સંબંધ નથી. મીડિયા રિપોર્ટ્સમાં એ વાત સામે આવી હતી કે કપલ અલગ રહે છે. આ અફવાઓ ત્યારે આવવા લાગી જ્યારે અન્નાએ તેલુગુ સ્ટાર્સ વરુણ તેજ અને લાવણ્યા ત્રિપાઠીની સગાઈમાં હાજરી આપી ન હતી. આ સાથે, તે રામ ચરણ અને ઉપાસનાની પુત્રીના નામકરણ સમારોહમાં પણ હાજર ન હતી. જો કે, આ અફવાઓ ત્યારે વિરામ પામી જ્યારે પવન કલ્યાણ આંધ્રપ્રદેશની ચૂંટણી જીત્યા અને એન્ના અને તેમના પુત્ર અકીરા નંદને તેમનું સ્વાગત કર્યું અને આ દરમિયાન એન્ના પણ તેમની આરતી કરતી જોવા મળી.

Advertisement

પવન કલ્યાણે ત્રણ વાર લગ્ન કર્યા હતા

પવન કલ્યાણના ત્રણ વખત લગ્ન થયા છે, તેમની પ્રથમ પત્નીનું નામ નંદિની છે, જેની સાથે તેમણે વર્ષ 1997માં લગ્ન કર્યા હતા, પરંતુ આ લગ્ન લાંબો સમય ટકી શક્યા નહીં, પરિણામે વર્ષ 2008માં બંને અલગ થઈ ગયા. આ લગ્ન તૂટ્યા બાદ પવન કલ્યાણે વર્ષ 2009માં રેણુ દેસાઈ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ તેમના લગ્ન માત્ર ત્રણ વર્ષ જ ચાલ્યા અને 2012માં છૂટાછેડા થઈ ગયા. રેણુએ પુત્ર અકીરા નંદનને જન્મ આપ્યો હતો. નંદિની સાથે છૂટાછેડા લીધા બાદ પવને 28 જાન્યુઆરી 2009ના રોજ રેણુ સાથે લગ્ન કર્યા હતા. પવન કલ્યાણના આ લગ્ન પણ લાંબો સમય ટકી શક્યા નહીં. રેણુથી છૂટાછેડાના એક વર્ષ પછી જ પવને 2013માં અન્ના લેઝનેવા સાથે લગ્ન કર્યા.

આ પણ વાંચો---- Chandrababu Naidu : ચંદ્રબાબુ નાયડુ, પવન કલ્યાણે લીધા શપથ, PM મોદી અને અમિત શાહ રહ્યા હાજર…

Tags :
Advertisement

.