UP Road Accident : ઝૂંપડાની બહાર સૂતો હતો પરિવાર, કાળ બનીને આવ્યો ટ્રક, 8 લોકોના મોત...
UP ના હરદોઇમાં એક ગંભીર રોડ અકસ્માત (UP Road Accident)માં આઠ લોકોના મોત થયા છે. આ ઘટના મલ્લવાન પોલીસ સ્ટેશન વિસ્તારના કટરા બિલ્હૌર રોડ પર બની હતી, જ્યાં રેતીથી ભરેલી ઓવરલોડ ટ્રક મોડી રાત્રે ચુંગી નંબર બે પાસે એક ઝૂંપડીની બહાર સુઈ રહેલા પરિવાર પર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માત (UP Road Accident)માં ત્યાં સૂતેલા તમામ આઠ લોકોના મોત થયા છે. આ સિવાય એક માસૂમ બાળકીને ઈજા થઇ છે અને હાલમાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે JCB અને હાઈડ્રાની મદદથી ટ્રક નીચે દટાયેલા તમામ લોકોના મૃતદેહોને બહાર કાઢ્યા હતા અને પંચનામા કર્યા બાદ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.
ઘટનામાં મૃતક ભલ્લા કંજાડ તેના પરિવાર સાથે રસ્તાની બાજુના ઝૂંપડામાં રહેતો હતો. દરરોજની જેમ મંગળવારે રાત્રે પણ તે પરિવાર સાથે રસ્તાના કિનારે સૂતો હતો. બુધવારે વહેલી સવારે, મહેંદી ઘાટ કન્નૌજથી હરદોઈ જઈ રહેલી રેતી ભરેલી ટ્રક ઝૂંપડીની ટોચ પર પલટી ગઈ, જેમાં ભલ્લા કંજાડનો આખો પરિવાર દટાઈ ગયો અને બધાના મોત થયા. આ ઘટનામાં માત્ર એક બાળકી બચી છે જે ઘાયલ છે અને તેની સારવાર ચાલી રહી છે.
ઝૂંપડીની બહાર સૂતો આખો પરિવાર માર્યો ગયો...
એવું કહેવામાં આવી રહ્યું છે કે રાત્રે આખા પરિવારે સાથે ડિનર કર્યું અને પછી બધા ઝૂંપડીની બહાર સૂઈ ગયા. બધા લોકો ઊંઘી રહ્યા હતા ત્યારે અચાનક મોડી રાત્રે એક ઓવરલોડ રેતી ભરેલી ટ્રક કાબુ બહાર જઈને રોડ કિનારે તેમના ઘરની બહાર સૂઈ રહેલા પરિવાર પર પલટી મારી ગઈ હતી, જેના કારણે એક જ પરિવારના આઠ લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લોકોએ ઘટનાની જાણ ડીએમ અને એસપીને કરી, જેઓ ઘટનાસ્થળે પહોંચ્યા. પોલીસે ટ્રકની નીચે દટાયેલા તમામ મૃતદેહો બહાર કાઢ્યા છે.
આ પણ વાંચો : ચંદ્રાબાબુ નાયડુ આજે ચોથી વખત CM પદના શપથ લેશે, PM મોદી અને અમિત શાહ રહેશે હાજર…
આ પણ વાંચો : Jammu and Kashmir : માહિતી આપનારને 20 લાખના ઇનામની જાહેરાત
આ પણ વાંચો : SCHOOL CLOSED: બિહાર બાદ આ રાજ્યમાં પણ વેકેશન લંબાવાયું,જાણો શું છે કારણ