Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દારૂડિયાને લાગી Porn જોવાની આદત, સગી દિકરી પર જ કર્યો દુષ્કર્મનો પ્રયત્ન અને પછી...

દિકરી માટે તેના પિતા દુનિયાના સૌથી મોટા હીરો હોય છે. તેના માટે પિતાથી વધુ ભરોશાપાત્ર પુરુષ અન્ય કોઇ ન હોઇ શકે, પણ આ પવિત્ર સંબંધને પણ ગ્રહણ લાગતો એક કિસ્સો સામે આવ્યો છે. જેમા એક શખ્સે પોતાની સગી દિકરી પર...
દારૂડિયાને લાગી porn જોવાની આદત  સગી દિકરી પર જ કર્યો દુષ્કર્મનો પ્રયત્ન અને પછી

દિકરી માટે તેના પિતા દુનિયાના સૌથી મોટા હીરો હોય છે. તેના માટે પિતાથી વધુ ભરોશાપાત્ર પુરુષ અન્ય કોઇ ન હોઇ શકે, પણ આ પવિત્ર સંબંધને પણ ગ્રહણ લાગતો એક કિસ્સો સામે આવ્યો છે. જેમા એક શખ્સે પોતાની સગી દિકરી પર દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કર્યો હતો. મળી રહેલી માહિતી અનુસાર, આ શરાબી શખ્સને પોર્ન વીડિયો (Porn Videos) જોવાનો વ્યસની હતો. આ પોર્ન (Porn) જોવાની આદતે શખ્સને એક એવો હેવાન બનાવી દીધો કે તેણે પોતાની જ દિકરી પર દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કર્યો અને જ્યારે તેની દિકરીએ આનો વિરોધ કર્યો તો તેની ક્રૂર રીતે હત્યા કરી નાખી.

Advertisement

Porn ની લત અને દિકરી પર દુષ્કર્મનો વિચાર અને મોત

આ ભયાનક કિસ્સો તેલંગાણાનો છે. આ મામલે પોલીસે જણાવ્યું હતું કે, અહીં એક પોર્ન વ્યસની અને દારૂડિયા પિતાએ તેની 12 વર્ષની પુત્રીને દુષ્કર્મનો પ્રતિકાર કરતા કથિત રીતે મારી નાખી છે. આ પરિવાર પખવાડિયા પહેલા તેલંગાણાના મહુબાબાદ જિલ્લામાંથી હૈદરાબાદના મિયાપુર રહેવા આવ્યો હતો. 7 જૂનના રોજ, 12 વર્ષની છોકરીએ કહ્યું કે તે મહેબુબાબાદ પરત ફરવા માંગે છે અને ઘરની બહાર નીકળી ગઈ. પોલીસે જણાવ્યું કે તેના પિતાએ તેને સવારે 10 વાગ્યાની આસપાસ સ્થાનિક કરિયાણાની દુકાનમાંથી ઉઠાવી અને કહ્યું કે તે તેને તેની માતા પાસે લઈ જશે. પરંતુ તેના પિતા તેને જંગલમાં લઈ ગયા. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસે કહ્યું કે, CCTV ફૂટેજમાં, તે લગભગ 10:02:50 વાગ્યે એક નિર્જન વિસ્તારમાં પાર્કિંગ કરતો અને વિસ્તારની અંદર લઇ જતો જોવા મળ્યો હતો. તેણે કથિત રીતે તેના પર દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો.

CCTV માં સામે આવી ઘટના

12 વર્ષની બાળકીએ બૂમો પાડીને તેની માતાને કહેવાની ધમકી આપી હતી. જે બાદ તેના પિતા રહસ્ય જાહેર થવાથી ડરી જાય છે. તેણે છોકરીને જમીન પર ફેંકી દીધી અને તેને પથ્થરો વડે મારે છે. તે છોકરીને ખરાબ રીતે લોહી નીકળતી હાલતમાં છોડી દે છે. ફૂટેજમાં જોવા મળે છે કે આરોપી લગભગ 11 મિનિટ પછી ત્યાં જ આવે છે. તે પુષ્ટિ કરે છે કે છોકરી મરી ગઈ છે કે નહીં. બાદમાં આરોપી ઘરે આવે છે અને તેના લાલ શર્ટને સફેદ શર્ટમાં બદલી નાખે છે. તે તેની પત્નીને કહીને ગેરમાર્ગે દોરે છે કે તેની પુત્રી ગુમ છે. આ પછી પોલીસમાં ખોટી ફરિયાદ પણ કરવામાં આવી હતી. 13 જૂને મિયાપુરના જંગલમાંથી એક સડી ગયેલી લાશ મળી આવી હતી. પોલીસે કેસની તપાસ શરૂ કરી અને CCTV ફૂટેજનું વિશ્લેષણ કર્યું. ફૂટેજમાં જોવામાં આવ્યું હતું કે આરોપી તેની પુત્રી સાથે જંગલમાં ઘૂસ્યો અને એકલો નીકળી ગયો. તપાસમાં આરોપીએ પોતાની પુત્રીની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચો - Bharuch: 9 વર્ષની બાળકી પર આચર્યું હતું દુષ્કર્મ, મેડિકલ રિપોર્ટમાં ભાંડો ફુટતા બંનેની ધરપક

આ પણ વાંચો - Valsad: યુવતીએ પોતાના પુરૂષ મિત્ર માટે સગીરાને મિત્ર બનાવી ફસાવી, નરાધમે આચર્યું દુષ્કર્મ

Advertisement

Tags :
Advertisement

.