Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM MODI એ લીધો મંત્રીઓનો ક્લાસ..! જાણો શું લીધો નિર્ણય..

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દિલ્હીના પ્રગતિ મેદાનમાં કેન્દ્રિય કેબિનેટની બેઠક મળી હતી જે 4 કલાક સુધી ચાલી હતી. બેઠકમાં  ગૃહમંત્રી અમિત શાહ, નીતિન ગડકરી, અનુરાગ ઠાકુર, જી કિશન રેડ્ડી સહિત અનેક મંત્રીઓ હાજર રહ્યા હતા. ભાજપની ટોચની નેતાગીરીની અનેક રાઉન્ડની...
pm modi એ લીધો મંત્રીઓનો ક્લાસ    જાણો શું લીધો નિર્ણય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દિલ્હીના પ્રગતિ મેદાનમાં કેન્દ્રિય કેબિનેટની બેઠક મળી હતી જે 4 કલાક સુધી ચાલી હતી. બેઠકમાં  ગૃહમંત્રી અમિત શાહ, નીતિન ગડકરી, અનુરાગ ઠાકુર, જી કિશન રેડ્ડી સહિત અનેક મંત્રીઓ હાજર રહ્યા હતા. ભાજપની ટોચની નેતાગીરીની અનેક રાઉન્ડની બેઠકો બાદ કેન્દ્રીય મંત્રી પરિષદમાં ફેરબદલની શક્યતાને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે આ બેઠક થઈ છે. બેઠકમાં મંત્રીઓની કામગિરીની પણ સમિક્ષા કરાઇ હતી.
કેબિનેટમાં ફેરબદલની સંભાવના
એનસીપી નેતા અજિત પવાર તેમની પાર્ટીના ઘણા ધારાસભ્યો સાથે ભાજપ-શિવસેના સરકારમાં જોડાયા પછી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને પક્ષના અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ભાજપના વ્યૂહરચનાકારો સાથે સંકળાયેલી ઘણી બંધ બારણે બેઠકો પછી, મંત્રી પરિષદમાં ફેરબદલની સંભાવના વધી ગઇ છે

Advertisement

દેવેન્દ્ર ફડણવીસ-પ્રફુલ પટેલની મંત્રી બનવાની સંભાવના
એનસીપીના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલ્લ પટેલને સંભવિત દાવેદાર તરીકે જોવામાં આવી રહ્યા છે. પટેલ એનસીપીના વડા શરદ પવારના ખૂબ નજીકના માનવામાં આવતા હતા, પરંતુ તેમણે શરદ પવારને છોડીને અજિત પવાર સાથે હાથ મિલાવ્યા હતા. મહારાષ્ટ્રમાં નાયબ મુખ્યમંત્રી તરીકે અજિત પવારના શપથ ગ્રહણની સાથે જ દેવેન્દ્ર ફડણવીસને કેન્દ્ર સરકારમાં લાવવાની અટકળો પણ તેજ થઈ ગઈ છે.
20 જુલાઈથી ચોમાસુ સત્ર શરૂ થશે
 જ્યારે પણ પીએમ મોદી તેમના મંત્રીમંડળમાં ફેરબદલ કરવાનો નિર્ણય લેશે ત્યારે સાથી પક્ષોને કેબિનેટમાં પ્રતિનિધિત્વ આપવામાં આવશે. 20 જુલાઈથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્ર પહેલાનો સમયગાળો કેન્દ્રીય મંત્રી પરિષદમાં ફેરબદલ અથવા ફેરફારની છેલ્લી તક હોઈ શકે છે. તેથી મંત્રી પરિષદમાં ફેરબદલ કે વિસ્તરણની શક્યતાઓને વધુ બળ મળ્યું છે.
 ફેરબદલ પણ આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે
સૂત્રોએ જણાવ્યું કે કેટલાક રાજ્યો સહિત બીજેપીના કેન્દ્રીય સંગઠનમાં કેટલાક ફેરફારો જોવા મળી શકે છે કારણ કે પાર્ટીની ટોચની નેતાગીરી 2024ની લોકસભા ચૂંટણી માટે પ્રચારને વધુ તીવ્ર બનાવવામાં વ્યસ્ત છે. પીએમ મોદીએ 28 જૂને અમિત શાહ અને જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. સૂત્રોનું કહેવું છે કે મંત્રી પરિષદમાં કોઈપણ ફેરબદલ પણ આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે.
આ પણ વાંચો----હું સુપ્રિયાને પક્ષમાંથી નહીં કાઢું : અજિત પવાર 
Tags :
Advertisement

.