Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajasthan : એરપોર્ટ બાદ 6 થી વધુ શાળાઓને મળી બોમ્બની ધમકી, બાળકોને બહાર કાઢ્યા...

રાજસ્થાન (Rajasthan)ના જયપુરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. જયપુર એરપોર્ટ બાદ હવે જયપુરની 6 થી વધુ શાળાઓને બોમ્બની ધમકી મળી છે. શાળાના આચાર્યને મેઈલ દ્વારા ધમકી મળી છે. પોલીસ ટીમ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટનાસ્થળે હાજર છે. બાળકોને શાળામાંથી...
rajasthan   એરપોર્ટ બાદ 6 થી વધુ શાળાઓને મળી બોમ્બની ધમકી  બાળકોને બહાર કાઢ્યા

રાજસ્થાન (Rajasthan)ના જયપુરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. જયપુર એરપોર્ટ બાદ હવે જયપુરની 6 થી વધુ શાળાઓને બોમ્બની ધમકી મળી છે. શાળાના આચાર્યને મેઈલ દ્વારા ધમકી મળી છે. પોલીસ ટીમ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટનાસ્થળે હાજર છે.

Advertisement

બાળકોને શાળામાંથી બહાર કાઢવામાં આવ્યા...

કોઈ અજાણ્યા વ્યક્તિએ પ્રિન્સિપાલને મેઈલ દ્વારા સ્કૂલ બિલ્ડિંગમાં બોમ્બ હોવાની માહિતી આપી હતી. રાજસ્થાન (Rajasthan) જયપુર પોલીસની ટીમ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તમામ શાળાઓમાંથી બાળકોને બહાર કાઢવામાં આવ્યા છે.

Advertisement

મેઈલ દ્વારા મળી ધમકી...

મોતી ડુંગરી સ્થિત એમપીએસ સ્કૂલે સૌપ્રથમ મેઈલ મેળવ્યો હતો. આ ઉપરાંત મહેશ્વરી સ્કૂલ, વિદ્યા આશ્રમ, નિવારુ રોડ સેન્ટ ટેરેસા સહિત અન્ય સ્કૂલોમાં પણ મેઈલ આવ્યો હતો. માહિતી બાદ પોલીસ, ફાયર બ્રિગેડ, સિવિલ ડિફેન્સ, એટીએસની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્કૂલને ખાલી કરાવવામાં આવી હતી. હજુ સુધી સર્ચ ઓપરેશનમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.

આ પણ વાંચો : PM મોદીનો 5 KM લાંબો રોડ શો, સ્વાગત માટે વારાણસી તૈયાર, જાણો સંપૂર્ણ કાર્યક્રમ…

Advertisement

આ પણ વાંચો : Yamunotri Yatra : 9 હજારથી વધુ યાત્રિકોના આગમનથી ભયનો માહોલ, 24 કલાકના ભારે જામથી સ્થિતિ વણસી…

આ પણ વાંચો : BJP ઉમેદવાર કંગના રનૌતનું નિવેદન, ‘અમે ખરેખર 2014 માં આઝાદી મેળવી હતી…

Tags :
Advertisement

.