Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

માત્ર સુંદરીઓને જ હતી આશ્રમમાં એન્ટ્રી, મહિલાઓ દુધથી સ્નાન કરાવતી અને તેની ખીર બનાવતી

લખનઉ : ઉત્તરપ્રદેશના હાથરસમાં 2 જુલાઇએ એ સત્સંગમાં ભાગદોડ મચ્યા બાદ 121 લોકોનાં મોત નિપજ્યાં હતા. 30 થી વધારે લોકો ઘાયલ થયા હતા. આ સત્સંગ સુરજપાલ નામના એક સ્વયંભુ બાબાનો હતો. ઘટના બાદ સુરજપાલ ઉર્ફે ભોલેબાબા અંગે અનેક મોટા ખુલાસા...
માત્ર સુંદરીઓને જ હતી આશ્રમમાં એન્ટ્રી  મહિલાઓ દુધથી સ્નાન કરાવતી અને તેની ખીર બનાવતી
Advertisement

લખનઉ : ઉત્તરપ્રદેશના હાથરસમાં 2 જુલાઇએ એ સત્સંગમાં ભાગદોડ મચ્યા બાદ 121 લોકોનાં મોત નિપજ્યાં હતા. 30 થી વધારે લોકો ઘાયલ થયા હતા. આ સત્સંગ સુરજપાલ નામના એક સ્વયંભુ બાબાનો હતો. ઘટના બાદ સુરજપાલ ઉર્ફે ભોલેબાબા અંગે અનેક મોટા ખુલાસા થઇ ચુક્યા છે. આ મુદ્દો હાલ સમગ્ર દેશ રાહ જોઇ રહ્યું છે. આ દરમિયાન એક ખાનગી ચેનલના ડિબેટ શોમાં હિંદૂ ધર્મ ગુરુ સાધ્વી વિશ્વરૂપાએ દાવો કર્યો કે, સુરજપાલના આશ્રમમાં માત્ર સુંદર મહિલાઓ કે જે સુરજપાલને પસંદ હોય તેવી મહિલાઓને જ એન્ટ્રી હતી. તેમણે દાવો કર્યો કે, આ મહિલાઓ બાબાને દુધથી સ્નાન કરાવતી હતી. ત્યાર બાદ આ જ દુધથી બનેલી ખીર ભક્તોને પ્રસાદ સ્વરૂપે વહેંચવામાં આવતી હતી.

સુંદર મહિલાઓને જ આશ્રમમાં સ્થાન

સાધ્વી વિશ્વારૂપાએ દાવો કર્યો કે, તમામ લોએ જાગૃત થવાની જરૂર છે. શું સાચુ અને શું ખોટું તેનું ભાન હોવું જોઇએ. પોતાના પ્રવચનમાં તેઓ માનવતા અને સત્યની ખોજ જેવા શબ્દોનો ઉપયોગ કરતો હતો. જ્યારે ભાગદોડ થઇ ત્યારે તેણે પોતે જ માનવતા દેખાડી નહોતી. લોકો કચડાઇ રહ્યા હતા અને તે ત્યાંથી ભાગી ગઇ હતી. મોબાઇલ પર પણ પ્રતિબંધ હતો. વીડિયો બનાવવા પર પણ પ્રતિબંધ હતો. કોઇને આ અંગે માહિતી નહોતી.

Advertisement

દુધથી નહાતો હતો સુરજપાલ

થોડા દિવસો પહેલા સુરજપાલના દૌસા ખાતેના આશ્રમના એક સમાચાર આવ્યા હતા. જેમાં સુંદર મહિલાઓને અલગ કરીને તેઓ પોતાના આશ્રમ બોલાવતા હતા. આશ્રમ આસપાસ રહેનારા લોકોનું નિવેદન છે કે, તે સુંદર મહિલાઓને પોતાની નજીક રાખતો હતો. આ મહિલાઓ તેને દુધથી નવડાવતી હતી. આ દૂધ પાઇપ દ્વારા રસોડામાં જતું જેમાંથી ખીર બનતી અને તે લોકોને પ્રસાદ સ્વરૂપે વહેંચવામાં આવતી હતી.

Advertisement

SIT દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી

અત્રે ઉલ્લેખનીય છે કે, શનિવારે હાથરસ પહોંચી અને નેશનલ હાઇવે 91 ના કિનારે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. રવિવારે સવારે ટીમે અલીગઢ રોડના કિનારે પીડબલ્યુડી ગેસ્ટ હાઉસની મુલાકાત લીધી અને તપાસ ચાલુ રાખી. જો કે ઘટના બાદથી હજી સુધી મુખ્ય આરોપી દેવપ્રકાશ મધુકર સહિત 9 લોકોની ધરપકડ થઇ ચુકી છે. હાથરસ પોલીસે કહ્યું કે, રાજનીતિક દળ દ્વારા સત્સંગ સભા માટે કરાયેલા ફંડિંગની પણ તપાસ ચાલી રહી છે. તેમાં કંઇ પણ શંકાસ્પદ સામે આવે છે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

AAPના મુખ્યમંત્રી ચહેરાના દાવા પર બિધુરીનો પલટવાર, કહ્યું- 'કેજરીવાલ ભ્રામક પ્રચાર ફેલાવી રહ્યા છે'

featured-img
Top News

મહારાષ્ટ્રની ચૂંટણીએ શરદ પવાર અને ઉદ્ધવને તેમનું સ્થાન બતાવ્યું: અમિત શાહ

featured-img
રાષ્ટ્રીય

ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના, મુસાફરોથી ભરેલી બસ ખાડામાં પડી; 5ના મૃત્યુ પામ્યા

featured-img
Top News

Chhattisgarh: બીજાપુર નેશનલ પાર્કમાં નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ

featured-img
રાષ્ટ્રીય

‘મુખ્યમંત્રીનો ઘમંડ યોગ્ય નથી…’, રાષ્ટ્રગીત વિવાદ પર તમિલનાડુના રાજ્યપાલે સ્ટાલિન પર સાધ્યું નિશાન

featured-img
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીર: LoC નજીક શંકાસ્પદ ગતિવિધિની માહિતી, સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું

×

Live Tv

Trending News

.

×