Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આગામી 4 દિવસ સુધી દેશના મોટાભાગના રાજ્યોમાં ચોમાસું ઉગ્ર સ્વરૂપ બતાવશે..!

ચોમાસાએ જોર પકડતાની સાથે જ કહેર વર્તાવાનું શરુ કર્યું છે.  હવામાન વિભાગે આગામી 24 કલાકમાં 19 રાજ્યોમાં ભારે વરસાદને લઈને હાઈ એલર્ટ જાહેર કર્યું છે. રાજધાની દિલ્હીમાં પણ વરસાદે તબાહી મચાવી છે. દિલ્હી-NCRમાં સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે...
આગામી 4 દિવસ સુધી દેશના મોટાભાગના રાજ્યોમાં ચોમાસું ઉગ્ર સ્વરૂપ બતાવશે
ચોમાસાએ જોર પકડતાની સાથે જ કહેર વર્તાવાનું શરુ કર્યું છે.  હવામાન વિભાગે આગામી 24 કલાકમાં 19 રાજ્યોમાં ભારે વરસાદને લઈને હાઈ એલર્ટ જાહેર કર્યું છે. રાજધાની દિલ્હીમાં પણ વરસાદે તબાહી મચાવી છે. દિલ્હી-NCRમાં સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે રાજધાનીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.  ઉત્તર-પશ્ચિમ રાજ્યોમાં અત્યાર સુધી સામાન્ય કરતાં 46 ટકા વધુ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં પણ મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે.

Advertisement

24 કલાકમાં 19 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં 19 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. અત્યાર સુધીમાં  ઉત્તર-પશ્ચિમ રાજ્યોમાં સામાન્ય કરતાં 46% વધુ વરસાદ થયો છે. આગામી 4 દિવસ સુધી દેશના મોટાભાગના રાજ્યોમાં ચોમાસું તેનું ઉગ્ર સ્વરૂપ બતાવશે. જે ઝડપી ગતિએ દેશમાં ચોમાસાએ વેગ પકડ્યો છે તે જોતાં જો આગામી દિવસોમાં ચોમાસું સામાન્ય નહીં રહે તો ઘણા રાજ્યો ગંભીર પૂરની ઝપેટમાં આવી જશે.

મુંબઈમાં વરસાદના કારણે 3 દિવસમાં 9ના મોત
મહારાષ્ટ્રના 6 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મુંબઈમાં છેલ્લા 3 દિવસમાં 9 લોકોના મોત થયા છે. આ સમયે રસ્તાઓ તળાવ બની ગયા છે. નદીઓમાં પાણીનો પ્રવાહ એટલો ઝડપી છે કે બધું જ નાશ પામી રહ્યું છે. દેશમાં દક્ષિણથી ઉત્તર, પૂર્વથી પશ્ચિમ સુધી રેકોર્ડ બ્રેક વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં દેશના 19 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. મુંબઈ આ સમયે બેવડા સંકટનો સામનો કરી રહ્યું છે. આકાશી તોફાનની સાથે દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે જેના કારણે લોકોની મુશ્કેલી વધી રહી છે. ભરતીના કારણે વરસાદી પાણીનો નિકાલ થઈ શકતો નથી.

Advertisement

હવામાન વિભાગે આજે મુંબઈમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું 
મહારાષ્ટ્રના 6 જિલ્લામાં પણ વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આજે થાણે, રાયગઢ, પાલઘર, રત્નાગીરી, સિંધુદુર્ગ, નાસિકમાં ભારે વરસાદની સંભાવના છે.
સિવનીમાં 6 લોકોને હેલિકોપ્ટર રેસ્ક્યુ કરાયા
આવી જ હાલત દેશના અન્ય રાજ્યોની છે. મધ્યપ્રદેશના સિવનીમાં 6 લોકો નદીની વચ્ચે ફસાઈ ગયા હતા. હેલિકોપ્ટરની મદદથી તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં એક મહિલા અને 5 પુરૂષોનો સમાવેશ થાય છે. આ તમામ પશુઓ ચરાવા ગયા હતા અને અચાનક પાણી વધી જતાં નદીમાં ફસાઈ ગયા હતા. ડિંડોરી જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે નર્મદા નદી સહિત નદી-નાળાઓ ઉભરાઈ રહ્યા છે. લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને નદીઓ અને નાળાઓ પાર કરી રહ્યા છે.
ગુજરાતમાં પણ આકાશી કહેર 
આકાશી આફતનો કહેર ગુજરાતમાં પણ જોવા મળી રહ્યો છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની અસર જોવા મળી રહી છે. વલસાડ, સુરત, જૂનાગઢ, અમદાવાદ, વડોદરા અને ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અવિરત વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. કેટલાય ફૂટ સુધી પાણી ભરાવાથી રસ્તાઓ નદી બની ગયા છે
યુપીમાં 5 દિવસ સુધી વરસાદથી રાહત મળવાની આશા નથી
યુપીની પણ આવી જ હાલત છે. અહીં અનેક જિલ્લાઓમાં છેલ્લા 5 દિવસથી પડી રહેલા વરસાદે લોકોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ સુધી વરસાદમાં કોઈ રાહત નહીં મળે. હવામાન વિભાગે આજે પણ નોઈડા, ગાઝિયાબાદ, આગ્રા અને સહારનપુરમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આસામના 15 જિલ્લા ભારે વરસાદ બાદ પૂરની ઝપેટમાં છે. લાખો લોકો રાહત શિબિરોમાં રહે છે, જ્યારે હિમાચલ પ્રદેશના શિમલામાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે.
Tags :
Advertisement

.