Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Maharashtra : લિફ્ટમાં દેવેન્દ્ર ફડણવીસ સાથે 'સિક્રેટ મિટિંગ' બાદ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, 'ના ના કરતે પ્યાર...'

મહારાષ્ટ્ર (Maharashtra)ના નાયબ CM દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ગુરુવારે વિધાન ભવનની લિફટમાં અચાનક એકસાથે જોવા મળ્યા હતા. જેના કારણે રાજ્યના વર્તુળોમાં અટકળોનો દોર શરૂ થયો હતો. મહારાષ્ટ્ર (Maharashtra) વિધાનસભાના ચોમાસું સત્રના પહેલા દિવસે ફડણવીસ અને ઠાકરે...
maharashtra   લિફ્ટમાં દેવેન્દ્ર ફડણવીસ સાથે  સિક્રેટ મિટિંગ  બાદ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું   ના ના કરતે પ્યાર
Advertisement

મહારાષ્ટ્ર (Maharashtra)ના નાયબ CM દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ગુરુવારે વિધાન ભવનની લિફટમાં અચાનક એકસાથે જોવા મળ્યા હતા. જેના કારણે રાજ્યના વર્તુળોમાં અટકળોનો દોર શરૂ થયો હતો. મહારાષ્ટ્ર (Maharashtra) વિધાનસભાના ચોમાસું સત્રના પહેલા દિવસે ફડણવીસ અને ઠાકરે એકસાથે લિફટની રાહ જોઈ રહ્યા હતા. વાયરલ વીડિયોમાં બંને નેતાઓ આ દરમિયાન ટૂંકી વાતચીત કરતા જોવા મળે છે.

Advertisement

ઉદ્ધવ ઠાકરેએ કર્યો કટાક્ષ?

આ મિટિંગ પછી પૂર્વ CM ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, 'લોકોએ તે ગીત વિશે વિચાર્યું હશે કે 'ના ના કરતે પ્યાર તુમ્હી સે કર બેઠે', પરંતુ એવું કંઈ થયું નથી. તેમણે હળવા સ્વરમાં કહ્યું કે લિફ્ટને કાન હોતા નથી અને લિફ્ટમાં આવી બેઠકો સારી બાબત છે. તેમણે કહ્યું હતું કે, લિફ્ટની ઘટના પરથી કોઈ નિષ્કર્ષ કાઢવા જોઈએ નહીં કારણે કે તે એક અંધારી મિટિંગ હતી.

Advertisement

Advertisement

બંને નેતાઓ એકસાથે લિફ્ટમાંથી બહાર આવ્યા...

આ પ્રસંગે લિફ્ટમાં હાજર રહેલા ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય પ્રવીણ દરેકરે કહ્યું, 'જ્યારે લિફ્ટનો દરવાજો ખૂલ્યો ત્યારે ફડણવીસ શાસક પક્ષના કાર્યાલય તરફ ગયા જ્યારે ઉદ્ધવજી વિરોધ પક્ષના કાર્યાલય તફર ગયા હતા. મતલબ કે તેનો શાસક પક્ષ સાથે જોડાણ કરવાનો કોઈ ઈરાદો નથી.

ભાજપના વરિષ્ઠ નેતા પર ઠાકરેને મળ્યા હતા...

ભાજપના વરિષ્ઠ મંત્રી ચંદ્રકાંત પાટીલે પણ ઠાકરેને વિપક્ષના નેતા અંબાદાસ દાનવેના કાર્યાલયમાં વિધાન પરિષદમાં મળ્યા હતા. પાટીલે ઠાકરેને પુષ્પગુચ્છ અને ચોકલેટ આપી હતી. આ પ્રસંગે, ઠાકરેએ શુક્રવારે રજૂ થનારા રાજ્યના બજેટમાં સમાવિષ્ટ રહતો તરફ સ્પષ્ટ સંકેત આપતા કટાક્ષ કર્યો કે, 'તમે કાલે લોકોને બીજી ચોકલેટ આપશો.'

એકનાથ શિંદે જૂથના નેતાઓએ શું કહ્યું?

તમને જણાવી દઈએ કે, શિવસેના નેતા સંજય શિરસાટે કહ્યું કે, ઠાકરે અને ફડણવીસ વચ્ચેની મુલાકાત દર્શાવે છે કે રાજકીય મતભેદ હોઈ શકે છે પરંતુ દુશ્મનાવટ નથી. શિરસાટેએ કહ્યું કે, ઝઘડા રાજકીય હોઈ શકે છે પરંતુ સંબંધો તોડવા જોઈએ નહીં. 'તમે આ (બેઠક)નો અર્થ સમજી શકો છો કે અમારી વચ્ચે કોઈ અંગત વિવાદ નથી. ઉદ્ધવ સાહેબને સમજાયું જ હશે કે સંજય રાઉત (શિવસેના UBT સાંસદ) જેવા લોકો તેમને ગેરમાર્ગે દોરે છે. મતભેદ હોવા જોઈએ, પણ દુશ્મની નહીં. આ તેનું ઉદાહરણ છે.

આ પણ વાંચો : NEET Paper Leak : NTA ઓફીસમાં NSUI ના કાર્યકર્તાઓએ કર્યો હોબાળો, તાળું લગાવ્યું…!

આ પણ વાંચો : Bridge Collapse : બિહારમાં બ્રિજ તૂટવાનો સિલસિલો યથાવત, 10 દિવસમાં ચોથો બ્રિજ થયો ધરાશાયી…

આ પણ વાંચો : JDU ના નેતાનું મોટું નિવેદન, કહ્યું- ‘નીતિશ કુમાર ન હોત તો BJP ઝીરો પર આઉટ થતી…!’

Tags :
Advertisement

Trending News

.

×