Loksabha Election Result 2024: નીતિશ અને ચંદ્રબાબુ નાયડૂનું NDA ને સમર્થન જાહેર, મોદી બનાવશે સરકાર
Loksabha Election Result 2024: લોકસભા ચૂંટણીના પરિમાણ બાદ ખુબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. વિગતે વાત કરવામાં આવે તો બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર અને ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડૂએ એનડીએને પોતાના સમર્થન પત્ર આપી દીધો છે. નોંધનીય છે કે, તેમનું સમર્થન મળતા અત્યારે જેડીયુને 12 અને ટીડીપીને 16 બેઠકો મળીને એનડીએ પાસે 320 બેઠકો થઈ ગઈ છે. નોંધનીય છે કે, એનડીએમાં અપક્ષ સાંસદો પણ જોડાઈ શકે તેવી સંભાવનાઓ વતર્તાઈ રહી છે. જેથી અત્યારે ભારતીય જનતા પાર્ટી સમર્થન સાથેની સરકાર બનાવશે.
લોકસભા ચૂંટણીમાં એનડીએ ગઠબંધનને 292 બેઠકો મળી
જે પરિમામ જાહેર થયું તેમાં કોઈ પણ પાર્ટીને સ્પસ્ટ બહુમતી નથી. વિગતે વાત કરવામાં આવે તો એનડીએ ગઠબંધનને 292 બેઠકો મળી છે. તો સામે પક્ષે ઇન્ડિયા ગઠબંધનને 235 બેઠકો મળી છે. આવી સ્થિતિમાં અત્યારે દરેકની નજર બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર અને ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડૂ પર ટકેલી છે. કારણ કે, તેઓ સ્વતંત્ર રીતે ચૂંટણી લડ્યા છે અને સારી એવી બેઠકો પર જીત મેળવી છે. જેડીયુને 12 અને ટીડીપીને 16 બેઠકો મળી છે. મળીને કુલ 28 બેઠકો છે, જે વર્તમાન પરિસ્થિતિમાં ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે.
ભારતીય જનતા પાર્ટી ગઠબંધન સાથે સરકાર બનાવશે
લોકસભા ચૂંટણીના પરિણામની વાત કરવામાં આવે તો આ વખતે ભારતીય જનતા પાર્ટી ગઠબંધન સાથે સરકાર બનાવશે. નોંધનીય છે કે, આ પહેલા 17 મી લોકસભા ચૂંટણીમાં બીજેપીને સ્પષ્ટ બહુમતી મળી હતી, જો કે, 18 મી લોકસભા એટલે કે, 2024 ની ચૂંટણીમાં માત્ર 240 બેઠકો જ મળી છે. જો આ રહ્યું લોકસભા ચૂંટણીનું પરિણામ...
2024 લોકસભા ચૂંટણીના અંતિમ પરિણામો | |||
NDA | 295 બેઠકો | ભાજપ | 240 બેઠકો |
INDI | 231 બેઠકો | કોંગ્રેસ | 99 બેઠકો |
અન્ય પાર્ટીઓને મળેલ બેઠકો | |||
પક્ષ | બેઠકો | પક્ષ | બેઠકો |
SP | 37 બેઠકો | LJP ( રામવિલાસ) | 5 બેઠકો |
TMC | 29 બેઠકો | YSRCP | 4 બેઠકો |
DMK | 22 બેઠકો | RJD | 4 બેઠકો |
TDP | 16 બેઠકો | CPI (M) | 4 બેઠકો |
JDU | 12 બેઠકો | IUML | 3 બેઠકો |
શિવસેના (UBT) | 9 બેઠકો | AAP | 3 બેઠકો |
NCP (શરદ પવાર) | 8 બેઠકો | JMM | 3 બેઠકો |
શિવસેના (શિંદે જૂથ) | 7 બેઠકો | અપક્ષ | 38 બેઠકો |