Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લોકસભા ચૂંટણીનું પરિણામ આવ્યું અને AAP-કોંગ્રેસમાં ભંગાણ, જાણો સમગ્ર વિગત

Delhi Congress AAP alliance Breaks : ચૂંટણીટાણે ભેગા આવતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (Congress and AAP) માં ભંગાણ થયું છે તેવા સમાચાર સામે આવ્યા છે. તમે કદાચ આ વાંચીને ચોંકી જશો પણ અમે અહીં દિલ્હી વિધાનસભાની વાત કરી રહ્યા...
લોકસભા ચૂંટણીનું પરિણામ આવ્યું અને aap કોંગ્રેસમાં ભંગાણ  જાણો સમગ્ર વિગત

Delhi Congress AAP alliance Breaks : ચૂંટણીટાણે ભેગા આવતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (Congress and AAP) માં ભંગાણ થયું છે તેવા સમાચાર સામે આવ્યા છે. તમે કદાચ આ વાંચીને ચોંકી જશો પણ અમે અહીં દિલ્હી વિધાનસભાની વાત કરી રહ્યા છીએ. આજે આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તે દિલ્હી વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડશે. કોંગ્રેસ સાથે ગઠબંધન માત્ર લોકસભા ચૂંટણી માટે જ કરવામાં આવ્યું હતું, આજે આમ આદમી પાર્ટીએ ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. આ બેઠક બાદ દિલ્હીના સંયોજક ગોપાલ રાયે કહ્યું કે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન નહીં થાય. દિલ્હી વિધાનસભાની ચૂંટણી 2025ની શરૂઆતમાં યોજાવાની છે.

Advertisement

દિલ્હીમાં INDIA ગઠબંધનના સુપડા સાફ થયા

લોકસભાની ચૂંટણીનું પરિણામ આવ્યું અને તેમા INDIA ગઠબંધને શાનદાર પ્રદર્શન કર્યું,. પણ ઘણી એવી જગ્યા છે કે જ્યા આ ગઠબંધન અસફળ રહ્યું,. ખાસ કરીને અમે અહી દિલ્હીની વાત કરી રહ્યા છીએ. જ્યા પરિણામ પહેલા કહેવાતું હતું કે, અહીં દિલ્હીના મુખ્યમંત્રીને જેલ ભેગા કર્યા તે બેકફાયર કરશે પણ તેનાથી વિપરિત રાજધાનીમાં INDIA ગઠબંધનના સુપડા સાફ થઇ ગયા અને BJP 7 સીટો જીતી ગઇ. હવે સમાચાર મળી રહ્યા છે કે, આમ આદમી પાર્ટી આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે હાથ મિલાવવા માંગતી નથી અને એકલા હાથે આ ચૂંટણી લડવાની તૈયારીઓ કરી રહી છે. લોકસભા ચૂંટણી માટે દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું હતું. આમ આદમી પાર્ટીએ દિલ્હીની 7 માંથી 4 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને કોંગ્રેસે 3 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. પરંતુ 2019ની જેમ આ વખતે પણ તમામ 7 બેઠકો પર ભાજપનો ઝંડો ફરકાવવામાં આવ્યો હતો અને બંને પક્ષો આ ગઠબંધનનો કોઈ ફાયદો ઉઠાવી શક્યા નથી.

AAP દિલ્હી વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડશે

હવે આજે લોકસભા ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદ આમ આદમી પાર્ટીએ ગઠબંધન તોડવાની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીની બેઠકમાં કોંગ્રેસ સાથેના ગઠબંધનથી અલગ થવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. AAPએ નિર્ણય લીધો છે કે તે દિલ્હી વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડશે.

Advertisement

લોકશાહી અને બંધારણની રક્ષા માટે INDIA ગઠબંધનમાં જોડાયા

થોડા દિવસ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકસભા ચૂંટણી 2024 દરમિયાન એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે અમે ન તો કાયમી લગ્ન કર્યા છે કે ન તો કોંગ્રેસ સાથે પ્રેમ લગ્ન કર્યા છે. તેમણે કહ્યું કે અમે લોકશાહી અને બંધારણની રક્ષા માટે INDIA ગઠબંધનમાં જોડાયા છીએ. જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલ દિલ્હી લિકર પોલિસી કેસમાં જેલમાં છે. સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા બાદ તેમણે 21 દિવસ સુધી પ્રચાર કર્યો હતો. આ પછી, કોર્ટની શરતોના આધારે, તેણે 2 જૂને આત્મસમર્પણ કર્યું હતું.

આ પણ વાંચો - રાહુલ ગાંધીના આકરા બોલ, ગૌતમ અદાણીને આવી જશે પરસેવો

Advertisement

આ પણ વાંચો - West Bengal Violence : પશ્ચિમ બંગાળમાં ફરી શરૂ થઇ હિંસા! BJP કાર્યાલય પર થયો હુમલો

Tags :
Advertisement

.