Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat માં સર્વત્ર જોવા મળતો આ ફૂલ છોડ બની શકે ઘાતક

Karen flower : કેરળથી ચોંકાવનારા સમાચાર મળી રહ્યા છે. કેરળના કોચી એરપોર્ટ પર એક યુવતી ફોન પર વાતો કહેતા ટહેલતી હતી ત્યારે ત્યાં ઉગેલા સુંદર અને મનમોહક ફુલોને તેણે તોડીને ચાવી લીધા હતા. ફુલો ચાવી ગયા બાદ થોડી વારમાં તે...
gujarat માં સર્વત્ર જોવા મળતો આ ફૂલ છોડ બની શકે ઘાતક

Karen flower : કેરળથી ચોંકાવનારા સમાચાર મળી રહ્યા છે. કેરળના કોચી એરપોર્ટ પર એક યુવતી ફોન પર વાતો કહેતા ટહેલતી હતી ત્યારે ત્યાં ઉગેલા સુંદર અને મનમોહક ફુલોને તેણે તોડીને ચાવી લીધા હતા. ફુલો ચાવી ગયા બાદ થોડી વારમાં તે બેભાન થઇ ગઇ હતી અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ હતી જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.

Advertisement

અજાણતાં જ આકર્ષક છોડનાં પાન કે ફૂલ ચાવતી હતી

કેરળની એક 24 વર્ષની નર્સ સૂર્યા સુરેન્દ્રનને બ્રિટનમાં નોકરી મળી હતી. વિદેશની આ નોકરીમાં હાજર થવા તે 30મી એપ્રિલે કોચી એરપોર્ટ પહોંચી હતી. આ યુવતી પરિવારજનોને આવજો કહેવા માટે ફોન કરતી કરતી ટહેલતી હતી ત્યારે ચાલુ ફોનમાં જ એરપોર્ટના ગાર્ડનમાંથી અજાણતાં જ એક આકર્ષક છોડનાં પાન કે ફૂલ ચાવતી હતી. થોડી વારમાં જ આ યુવતી બેભાન થઈ ગઈ અને સારવારમાં તેનું મોત થયું હતું,

કરેણ ગુજરાતમાં લગભગ બધે જ જોવા મળે છે

તપાસ કરાતા જાણ થઇ કે યુવતી જે ફુલ કે તેના પાન ચાવતી હતી તે કરેણનો છોડ હતો. નોંધપાત્ર બાબત એ છે કે કરેણ ગુજરાતમાં લગભગ બધે જ જોવા મળે છે. ખાસ તો ઘરઆંગણે ક્યારા કે કૂંડાંમાં કોઈ મહેનત વગર ઉગી જતા આ આકર્ષક છોડની આસપાસ રમતાં બાળકો ઉપર તો આ ખૂબ મોટું જોખમ છે . હાલ કેરળની સરકારે પોતાના નિયંત્રણમાં આવતા 2500થી વધુ મંદિરોમાં કરેણના ફૂલ ચડાવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

Advertisement

આમ તો કરેણમાં ઔષધીના ગુણો હોય છે

ભારતભર દરેક જગ્યાએ કરેણનો છોડ ઉગે છે. આમ તો કરેણ એટલેકે ઓલિયંડરમાં ઔષધીના ગુણો હોય છે. તેના મૂળ, છાલમાંથી નીકળેલા તેલથી ત્વચાના રોગ મટે છે. તેનો ઉલ્લેખ ચરક સંહિતા, નીઘંટુ જેવા ગ્રંથોમાં પણ મળે છે. કુષ્ટ રોગમાં પણ તે ઉપયોગી સાબિત થઇ શકે છે. તે વાયુ પ્રદૂષણ રોકતું હોવાથી તેને રોડની સાઈડમાં લગાવવામાં આવે છે. ભાવપ્રકાશ નામના ગ્રંથમાં કરેણને વિષાક્ત ગણાવાયું છે અને વ્રણ, કુષ્ઠ, કૃમિ, કંડુ વગેરે વ્યાધિઓમાં તેનો દવા તરીકે ઉપયોગ વર્ણવ્યો છે.

દક્ષિણ એશિયામાં તેનો ઉપયોગ આત્મહત્યા કરવા માટે પણ થાય છે

કરેણમાં ઔષધીના ગુણો હોવા છતાં તેનાથી ચેતવાની જરૂર છે. દક્ષિણ એશિયામાં તેનો ઉપયોગ આત્મહત્યા કરવા માટે પણ થાય છે. ઓલિયંડરને સળગાવાથી તેમાંથી જે ધુમાડો નીકળે તે ખૂબ ઝેરીલો હોય છે. આ છોડના ફૂલ, પત્તાના સેવનથી ઉલ્ટી, ચક્કર, ઝાડા આવવા જેવી મુશ્કેલી થઈ શકે છે.ઓલિયંડરની સાઈડ ઈફેક્ટ ત્રણ દિવસ સુધી રહી શકે છે. આ સિવાય ઓલિયંડરના સેવનથી હાર્ટ અટેક પણ આવી શકે છે.

Advertisement

આ પણ વાંચો----- Sachin Tendulkar ની સુરક્ષા માટે તૈનાત SRPF જવાને ગોળી મારી આત્મહત્યા કરી, જાણો સમગ્ર મામલો…

Tags :
Advertisement

.